SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૧] પૌષઘશાળા કરવાનું ફળ વ્યાખ્યાન ૧૭૧ પૌષધશાળા કરવાનું ફળ पुण्याय कुर्वते धर्मशालादि ये जनाः सदा । तेषां स्याद्विपुलं पुण्यमामभूमिपतेरिव ॥४॥ ભાવાર્થ-“જેઓ હમેશાં પુણ્યપ્રાપ્તિને માટે ઘર્મશાળા વગેરે કરે છે તેઓને આમ રાજાની જેમ ઘણું પુણ્ય થાય છે.” આમ રાજાની કથા ગોપગિરિને વિષે શ્રી બપ્પભટ્ટસૂરિના પ્રતિબોઘથી શ્રી આમરાજાએ એક સહસ્ત્ર સ્તંભવાળી પૌષધશાળા કરાવી હતી. તે પૌષધશાળાને સાઘુ અને શ્રાવકોની સુગમતાને માટે પ્રવેશ અને નિર્ગમનાં ત્રણ ઉત્તમ દ્વાર કરાવ્યાં હતાં. તેમાં દૂર ભાગે પટ્ટશાલમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે સાત મંડલીની વેળા જણાવવા માટે મધ્યસ્તંભે એક મોટી ઘંટા બાંધી હતી; જેનો ટંકારવ તે તે વેળાએ થતો હતો. તે શાલામાં ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા એક વ્યાખ્યાનમંડપ કરવામાં આવ્યો હતો. તે જ્યોતિરૂપ મણિમય શિલાઓથી આચ્છાદિત હતો અને ચંદ્રકાંત મણિથી તેનું તળિયું બાંધેલું હતું, તેથી બાર સૂર્યના જેવું તેજ પડતું હતું; એટલે રાત્રે પણ સર્વ અંઘકાર હણાવાથી પુસ્તકના અક્ષર વાંચી શકાતા હતા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર જીવોની અવિરાઘના થવા માટે તેણે મહાતેજસ્વી ઉપાશ્રય કરાવ્યો હતો. સાં મંત્રીની કથા આ વિષે બીજી પણ એક દ્રષ્ટાંતરૂપ કથા છે. પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સર્વ વ્યાપારનો ઉપરી અધિકારી, પાંચ હજાર અશ્વોનો સ્વામી શ્રીમાળી જ્ઞાતિનો સાંત નામે મંત્રી હતો. તે સ્યાદ્વાદરત્નાકરગ્રંથના કર્તા શ્રી વાદિદેવસૂરિનો ભક્ત હતો. તેણે ચોરાશી હજાર ટંકારવ દ્રવ્ય ખર્ચીને રાજમહેલના જેવું એક અપૂર્વ ઘર કરાવ્યું. તેની સુંદર શોભા જોવા લોકોના ટોળેટોળાં આવવા લાગ્યાં. એક વખતે તેણે પોતાનું ઘર ગુરુને બતાવ્યું, પણ ગુરુએ તેની શ્લાઘા કરી નહીં; ત્યારે મંત્રીએ તેનું કારણ પૂછ્યું, એટલે સૌભાગ્યનિધાન નામના ક્ષુલ્લકે કહ્યું લંડની વેષ જૂન્દી, નમઃ પ્રમાર્ગની ! पंचैते यत्र विद्यन्ते, तेन नो वर्ण्यते गृहं ॥१॥ જેમાં ખાંડણીઓ, ઘંટી, ચૂલો, પાણીઆરું અને સાવરણી એ પાંચ વાના હોય છે તેવું આ ઘર છે, માટે તેની પ્રશંસા કરવી નહીં.” વળી “સુઘરી, કાગડા, ચકલાપ્રમુખ અનેક પક્ષીઓ પણ યત્નથી પોતાનું ઘર તો કરે છે, તેમાં કાંઈ તેને પુણ્ય થતું નથી.” માટે મંત્રીરાજ! જો આવી પૌષઘશાલા હોય તો ઉત્તમ વાત કહેવાય; કારણ કે તે ઘર્મની હેતુરૂપ છે અને બીજાં ઘર તો પાપનાં હેતુરૂપ છે; તેથી ગુરુજીએ પ્રશંસા કરી નહીં. વળી હે મંત્રી! ઘર, સરોવર, વિવાહાદિ પ્રસંગ અને યુદ્ધ એ સર્વ આરંભથી થાય છે, માટે તે સર્વની પ્રશંસા કરવી મુનિને યોગ્ય નથી.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ વિચાર્યું કે “સાઘુઓને વસતિદાન કરવાથી મોટું પુણ્ય થાય છે. પૂર્વે પણ જયંતી શ્રાવિકા, વંકચૂલ અને અવંતિસુકમાલ વગેરે વસતિદાન કરવાથી ઇચ્છિત સ્થાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy