________________
વ્યાખ્યાન ૧૭૫]
અલ્પદાનનું પણ મહાન ફળ
૯૭
વિશેષાર્થ–વડનું બીજ અલ્પ એટલે તલના દાણાના ત્રીજા ભાગ જેટલું હોય છે, તે જળદાન (સિંચન) વડે જેમ મોટું વડનું વૃક્ષ થઈ પડે છે તેમ દાનથી પુણ્યરૂપી વૃક્ષ પણ વધે છે. તે વિષે મૂળદેવની કથા છે તે આ પ્રમાણે—
મૂળદેવની કથા
કૌશલ્યા નગરીમાં ધનદેવ અને ઘનશ્રીનો પુત્ર મૂળદેવ નામે હતો. તે કળાપાત્ર હતો પણ વ્યસનથી દૂષિત હતો; તેથી તેના પિતાએ તિરસ્કાર કરીને તેને ઘર બહાર કાઢી મૂક્યો હતો. અનેક દેશોમાં અટન કરતો મૂળદેવ એકદા કોઈ શહેરની નજીક રહેલા દેવાલયમાં કોઈ કાપડીની સાથે સૂતો હતો. તે બન્નેને રાત્રે સંપૂર્ણ ચંદ્રમંડળનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે પેલા કાપડીએ પોતાના ગુરુ પાસે જઈ તે સ્વપ્નની વાર્તા કહી. ગુરુએ તેનું ફળ કહ્યું–“હે શિષ્ય! આજે કોઈ તને ઘી ગોળથી પરિપૂર્ણ એવો માંડો (લાડવો) આપશે.’’ કહ્યું છે કે–
सा सा संपद्यते बुद्धिः, सा मति सा च भावना । सहायास्तादृशा ज्ञेया, यादृशी भवितव्यता ॥ १ ॥
‘જેવી ભવિતવ્યતા હોય છે તેવી બુદ્ધિ થાય છે, તેવી મતિ થાય છે, તેવી ભાવના થાય છે અને સહાયક પણ તેવા જ પ્રાપ્ત થાય છે.
મૂળદેવ તે કાપડીના ગુરુને અન્ન જાણી શહેરમાં કોઈ પ્રવીણ સ્વપ્નપાઠકની પાસે ગયો અને વિનયપૂર્વક સ્વપ્નનું ફળ પૂછ્યું. સ્વપ્નપાઠકે કહ્યું-‘મૂળદેવ! તમને આજથી સાત દિવસની અંદર રાજ્ય મળશે.’ આ પ્રમાણે કહીને તેણે પોતાની પુત્રી તેની સાથે પરણાવી. મૂળદેવે જણાવ્યું કે ‘મને જ્યારે રાજ્ય મળશે ત્યારે હું તમારી પુત્રીને તેડાવીશ.' પછી નગરમાં ભમતાં તેને કોઈ ગૃહસ્થને ઘેરથી અડદ મળ્યા. તે લઈ જંગલમાં જઈ ભોજન કરવા બેઠો, તેવામાં કોઈ માસોપવાસી મુનિ અચાનક ત્યાં આવી ચડ્યા. મૂળદેવે ઘણા હર્ષથી તે મુનિને અડદ વહોરાવ્યા. તેના મહિમાથી આકાશવાણી થઈ કે ‘તું અર્ધા શ્લોકમાં જે માગીશ તે મળશે.’ એટલે તેણે અર્ધો શ્લોક એ પ્રમાણે કહ્યો—
गणियं च देवदत्तं, दंति सहस्सं च रज्जं च ।
હે દેવ! તમે પ્રસન્ન થયા હો તો મને દેવદત્તા ગણિકા, એક હજાર હાથી અને રાજ્ય આપો. દેવે ‘તથાસ્તુ’ કહ્યું.
અનુક્રમે સાતમો દિવસ આવતાં કોઈ રાજા અપુત્રપણે મૃત્યુ પામ્યો, એટલે તેના મંત્રીઓએ પાંચ દિવ્ય કર્યા, અને તે પ્રકારે મૂળદેવ રાજ્ય પામ્યો. આ ખબર પેલા કાપડીને પડી, એટલે તે વારંવાર પેલા દેવાલયમાં જઈને તેવા સ્વપ્નાને માટે સૂવા લાગ્યો, પણ તેવું સ્વપ્નું ફરીને ક્યાંથી આવે? (આ દૃષ્ટાંત મનુષ્યભવની દુર્લભતા ઉપર પણ છે.) અહીં મૂળદેવે રાજ્ય મેળવી દાનાદિ ધર્મ કરી આત્મધર્મને સંપૂર્ણ રીતે સાધ્યો. માત્ર અડદના થોડા દાણાના દાનના પ્રભાવથી મૂળદેવ રાજ્યસુખ પામ્યો. માટે અલ્પદાનનું પણ અચિંત્ય ફળ સમજવું.
પ્રસ્તુત શ્લોકના ભાવાર્થ ઉ૫૨ નયસાર અને ચંદનબાલા વગેરેની કથાઓ પણ છે; તેમજ આ અવસર્પિણીમાં પહેલા દાનધર્મના પ્રવર્તક શ્રેયાંસકુમા૨ની કથા પણ તેને લગતી છે. આ સર્વ કથાઓ દાનકુલક નામના પ્રકરણમાં વર્ણવેલી છે ત્યાંથી જાણી લેવી.
ભાગ ૩-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org