SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ અહીં ઉત્સર્ગ અને અપવાદના સંયોગ વડે છ ભાંગા થાય છે, તે આગળ લખવામાં આવશે. વળી તે સૂરિએ સાધ્વીનો સ્પર્શ થતાં પગ સંકોચ્યા નહોતા; ઇત્યાદિ વડે અનંત ભવ વધાર્યા હતા. હવે ઉત્સર્ગ અને અપવાદનું સ્વરૂપ કહે છે. કષ્ટ વગે૨ે આવી પડતાં જો હૃદયમાં ધૈર્ય ન રહે તો અપવાદ માર્ગ સેવે. બાકી કેટલાક તો તેવે પ્રસંગે પણ ઉત્સર્ગ માર્ગ સેવે છે.’’ ભાવાર્થ એવો છે કે કષ્ટ આવી પડે તે વખતે કાર્તિક શ્રેષ્ઠીની જેમ કોઈ નિષિદ્ધ એવા અપવાદ માર્ગને આચરે છે અને કોઈ પુરુષ કામદેવ શ્રાવકની જેમ ઉત્સર્ગ માર્ગને જ સેવે છે. તે બન્નેના સંયોગે છ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-૧ ઉત્સર્ગ, ૨ અપવાદ, ૩ ઉત્સર્ગસ્થાને અપવાદ, ૪ અપવાદસ્થાને ઉત્સર્ગ, ૫ ઉત્સર્ગ–ઉત્સર્ગ, ૬ અપવાદ—અપવાદ. (૧) ઉત્સર્ગનો દાખલો– ૧૬૦ न किंचि वि अणुण्णायं पडिसिद्धं वा जिणवरिंदेहिं । मुत्तुणं मेहुणभावं न तं विणा रागदोसेहिं ॥ १ ॥ “પ્રભુએ મૈથુનસેવન સિવાય બીજી કોઈ પણ બાબતની (એકાંતે) આશા દીધી નથી, તેમ એકાંતે નિષેધ કર્યો નથી, માત્ર મૈથુન સેવનનો જ એકાંતે નિષેધ કરેલો છે, કારણ કે તે રાગદ્વેષ વિના થતું જ નથી.’’ (૨) અપવાદનો દાખલો– सवथ्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुंचइ अइवायाओ पुणो विसोहि तथा विरई ॥२॥ “સર્વથા સંયમનું રક્ષણ કરવું. સંયમથી પણ આત્માને બચાવવો. જો આત્મા બચ્યો હોય તો આલોયણા વગેરેથી તેની શુદ્ધિ થઈ શકે છે અને પાછી વિરતિ પ્રાપ્ત થાય છે.’’ (૩) ઉત્સર્ગમાં અપવાદનો દાખલો उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ । अववाये पुण पत्ते उस्सग्गनिसेवओ भयणा ॥३॥ ‘“ઉત્સર્ગને ઠામે અપવાદ સેવે તો તે વિરાધક થાય છે અને અપવાદ પ્રાપ્ત થયે સતે ઉત્સર્ગ સેવે તો વિરાધક થાય; કિંવા ન પણ થાય—ભજના છે.’ (૪) અપવાદમાં ઉત્સર્ગનો દાખલો પણ ઉપલી ગાથામાંથી જ સમજી લેવો. (૫) ઉત્સર્ગ–ઉત્સર્ગનો દાખલો શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલ છે તે આ પ્રમાણે– Jain Education International पुण गोयमा तं मेहुणं एगंतेणं निच्छयओ बाढं तहा आउ । तेउ समारंभं च सव्वपयारेहि संजयं विवज्जेजा । “ભગવંત કહે છે કે હે ગૌતમ! જે કારણ માટે વળી તે મૈથુન એકાંતે નિશ્ચયથી અત્યંતપણે વર્ષવું, તેમ જ સંયમીએ અકાય તેઉકાય જીવનો સમારંભ પણ સર્વ પ્રકારે વર્જવો.’’ (૬) અપવાદે અપવાદનો દાખલો–કોઈ સાધ્વી નદીમાં ડૂબી જતી હોય ને સાધુ તેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy