SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ વ્યાખ્યાન ૨૦૭ ભાવી ચોથા આરાનું સ્વરૂપ सुषमदुषमासंज्ञः, तुर्यारको निगद्यते । नाभेयसन्निभो भावी, चतुर्विंशतमो जिनः॥१॥ ભાવાર્થ-“ઉત્સર્પિણીમાં સુષમદુષમા નામે ચોથો આરો કહેવાય છે. તેમાં શ્રી ઋષભદેવ જેવા ચોવીસમા તીર્થંકર થશે.” ઉત્સર્પિણીના ચોથા આરાના સાડાઆઠ માસે અધિક ત્રણ વર્ષ વીત્યા પછી સુવર્ણવર્ણ ચોવીસમા તીર્થંકર વિનીતા નગરીને અલંકૃત કરશે. તેમના શરીરનું માન પાંચસો ઘનુષ્યનું અને આયુષ્યનું માન ચોરાશી લાખ પૂર્વનું હોય છે. ત્રણ જગતના લોકને પૂજવા યોગ્ય એવા એ પ્રભુના વારામાં બારમા ચક્રવર્તી થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ જિનેશ્વર ભગવંતના જેટલું જ હોય છે. એ પ્રભુ મુક્તિરૂપી સ્ત્રીના ભર્તા થયા પછી તેમની પટ્ટપરંપરાએ શ્રી જિનપ્રવચનના તત્ત્વવિચારને કરનારા શ્રીયુગપ્રધાન મુનિપતિ ઘણા સમય સુધી આ ભરતખંડના ભૂમંડળને પવિત્ર કરશે. પછી હળવે હળવે સુખી સમય વૃદ્ધિ પામતાં યુગલીઆ મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય નજીક આવવાને લીધે સુખના પ્રચુરપણાથી પ્રથમ સાધુસંતતિનો ઉચ્છેદ થઈ છેવટે તીર્થનો પણ ઉચ્છેદ થશે. યુગલીઆ મનુષ્યના સમયમાં અગ્નિનો પણ અભાવ થાય છે. તે સાથે સ્વામી, સેવક, વર્ણ, વ્યાપાર અને નગરાદિકની વ્યવસ્થા પણ ઉચ્છેદ પામે છે. યુગલીઆનું સ્વરૂપ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચોથા આસ્રવદ્વારને વિષે વર્ણવેલું છે. ત્યાં લખે છે કે “તે કાળમાં ભોગસુખ ઘણું હોવા છતાં અને તેને ભોગવિષય કર્યા છતાં પણ યુગલીઆ જીવો તૃમિ પામ્યા વગર જ કાળધર્મના ગ્રાસ થઈ પડે છે.” દેવકુરુ તથા ઉત્તરકુરુક્ષેત્રના યુગલીઆ સંબંધી વર્ણન કરતાં લખે છે કે “દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલીઆઓ વનમાં વિચરે છે, પગે ચાલે છે, તેઓ ભોગીમાં શ્રેષ્ઠ હોય છે, ભોગનાં લક્ષણને ઘરનારા હોય છે, તેમનાં રૂપ વર્ણન કરવા યોગ્ય અને ચંદ્રની જેમ નીરખવા યોગ્ય હોય છે અને તેઓ સર્વ અંગમાં સુંદર હોય છે” ઇત્યાદિ પાઠ ત્યાંથી જોઈ લેવો. વળી તે યુગલીઆ (સ્ત્રીઓ અને પુરુષો) આદ્ય સંહનન તથા આદ્ય સંસ્થાનવાળા હોય છે. તેમનાં અંગ ઉપાંગના ભાગ કાંતિ વડે પ્રકાશિત હોય છે. તેમના શ્વાસમાં કમળ જેવી સુગંધ હોય છે. તેમના ગુહ્ય ભાગ ઉત્તમ અશ્વની પેઠે ગુપ્ત હોય છે. તેઓને ક્રોઘ, લોભાદિ કષાય અત્યંત પાતળા હોય છે. મણિમૌક્તિકાદિક પદાર્થો તથા હાથી, ઘોડા વગેરે છતાં તેના ઉપભોગથી પરાડુ મુખ હોય છે. વળી વર વગેરે રોગ, ગ્રહ, ભૂત, મારી અને વ્યસનથી વર્જિત હોય છે. તેમનામાં સ્વામીસેવકભાવ ન હોવાથી તેઓ બધા અહમિંદ્ર હોય છે. તેમના ક્ષેત્રમાં વાવ્યા વગર સ્વભાવે જ જાતિવંત શાલિ વગેરે ઘાન્ય પુષ્કળ થાય છે, પણ તે તેમના ભોગમાં આવતા નથી. તે ક્ષેત્રમાં પૃથ્વી સાકરથી પણ અનંતગણા માઘુર્યવાળી હોય છે. તેઓ કલ્પવૃક્ષના પુષ્પફળનું આસ્વાદન કરે છે. તે ચક્રવર્તીના ભોજનથી પણ અત્યંત અધિક માઘુર્યવાળું હોય છે. તેઓ પૃથ્વીનો તેમ જ કલ્પવૃક્ષનાં ફળાદિકનો તથાપ્રકારનો આહાર ગ્રહણ કરીને પ્રાસાદાદિના આકારવાળા જે ગૃહાકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy