SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૯૧] જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય ૧૪૯ જાણ્યું? જરૂર એ પાપીએ મારી સ્ત્રીને ભોગવી હશે, નહીં તો જંઘાનું લાંછન શી રીતે જાણે?” પછી ક્રોથથી સેવકોને આજ્ઞા કરી કે “હે સેવકો! આ ચિત્રકારને ઘેલીએ ચડાવી દો.' તે સાંભળી સર્વ ચિત્રકારોએ એકઠા થઈ રાજાને વિનંતિ કરી કે “હે સ્વામી! આને કયા અપરાઘથી આપ હણો છો?” રાજાએ કહ્યું–‘તેણે મૃગાવતી રાણીની જંઘા પરનું લાંછન શી રીતે જાણ્યું?” ચિત્રકારો બોલ્યા- “હે સ્વામી! યક્ષના વરદાનથી તે ચિત્રકાર કોઈના રૂપનો એક ભાગ જોયો હોય તો તેનું સ્વરૂપ યથાસ્થિત આલેખી શકે છે. તેણે રાણી મૃગાવતીના પગનો અંગૂઠો જોયેલો તે ઉપરથી તેણે મૃગાવતીનું આખું રૂપ આલેખ્યું છે.” તે સાંભળી રાજાએ તેની પ્રતીતિ કરવા માટે કોઈ કુબ્બા દાસીનું મુખ ગોખમાંથી બતાવ્યું, એટલે તે અનુસારે તેણે કુબ્બાનું યથાર્થ સ્વરૂપ આલેખી દીધું. તથાપિ રાજાએ તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો છેદી નાખ્યો. ચિત્રકારે ફરી વાર પેલા યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ ડાબા હાથ વડે ચિત્ર કરવાની સિદ્ધિ આપી. ત્યારથી તે ચિત્રકાર ડાબા હાથે ચિત્ર કરવા લાગ્યો. એક વખતે તે ચિત્રકારે મનમાં વિચાર્યું કે “મારા જ્ઞાનને ધિક્કાર છે કે જેથી હું નિરપરાધી છતાં રાજાએ મારા જમણા હાથનો અંગૂઠો છેદી મને વૃથા હેરાન કર્યો. તેથી જો આ રાજાને મૂળમાંથી ઉખેડી નાંખું તો જ મારું નામ ચિત્રકાર; જો કે હું અશક્ત છું પણ બુદ્ધિમાન છું, તેથી એ શક્તિસંપન્ન રાજાને મૂળમાંથી ઉખેડી નાખીશ; કારણ કે બુદ્ધિવાનની આગળ ઇંદ્ર પણ શી ગણતરીમાં છે?” આ પ્રમાણે ચિંતવી તે ચિત્રકારે પટ ઉપર મૃગાવતીનું રૂપ ચીતર્યું. પછી પોતાના પરિવાર સાથે કૌશાંબી નગરીમાંથી બહાર નીકળ્યો અને અવંતિનો રાજા પ્રચંડ શાસનવાળો ચંડપ્રદ્યોત શતાનિક રાજાનો બળવાન શત્રુ છે એમ જાણી તે અવંતિનગરીએ ગયો. ચંડપ્રદ્યોત રાજાની આગળ મૃગાવતીનું સુંદર ચિત્ર મૂકી, નમન કરી તે ઊભો રહ્યો. ચંડપ્રદ્યોત પટમાં આલેખેલી મૃગાવતીને જોઈને મોહ પામી ગયો અને મનમાં તેના રૂપનું વર્ણન કરવા લાગ્યો-“અહો! રંભાથી પણ અધિક રૂપ! ચમત્કારી લાવણ્ય! અને અતિ સુંદર આકૃતિ! પછી રાજાએ ચિત્રકારને પૂછ્યું-“હે ચિત્રકાર! તેં પોતાની કળાની કુશળતા દર્શાવવા માટે આ સુંદરીનું રૂપ આલેખ્યું છે? વા કોઈની નકલ કરી છે? સત્ય હોય તે કહે.” ચિત્રકાર બોલ્યો-“રાજેંદ્ર!મેં કોઈ સ્ત્રીના રૂપની આ પ્રતિકૃતિ આલેખેલી છે; પરંતુ તેનું જેવું રૂપ છે તેવું રૂપ આલેખવાને બ્રહ્મા પણ સમર્થ નથી તો મારા જેવો મનુષ્ય તે કોણ માત્ર!” ચંડપ્રદ્યોતે કહ્યું ત્યારે કહે તે કઈ સ્ત્રીનું રૂપ છે?” ચિત્રકાર બોલ્યો-“હે રાજન્! શતાનિક રાજાની સ્ત્રી મૃગાવતીનું આ રૂપ છે. ઇંદ્રની ઇંદ્રાણીથી પણ તે રૂપમાં અધિક છે. તે આપ જેવા મહારાજાને જ યોગ્ય છે; પણ વિધિના વિપરીતપણાથી તે શતાનિક રાજાને મળી છે. હવે દૈવની અનુકૂળતાથી તે તમારી પત્ની થશે.” આ પ્રમાણે કહી ચિત્રકાર પટ ઉપર ચીતરેલી મૃગાવતી તેને આપીને પોતાને સ્થાનકે ગયો. અહીં ચંડપ્રદ્યોતે તે દિવસથી નિશ્ચય કર્યો કે આ મૃગાવતી શતાનિક રાજાને સમજાવીને અથવા બળાત્કારે મારે ગ્રહણ કરવી. પછી તેણે શતાનિકની ઉપર એક પત્ર લખી કેટલીક શિખામણ દઈને વજજંઘ નામના દૂતને મોકલ્યો. તેણે કૌશાંબીમાં આવી શતાનિકને નમી ચંડપ્રદ્યોતનો આ પ્રમાણે સંદેશો કહ્યો-“હે રાજેંદ્ર! મારા સ્વામીનો સંદેશો સાંભળો. વૃક્ષને જેમ મણિ શોભે નહીં તેમ તારી પાસે મૃગાવતી શોભતી નથી, તેથી તેને મારી તરફ મોકલી દે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy