SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૩] દાનની અનુમોદનાનું ફળ ૯૩ બળભદ્ર કૃષ્ણને ત્યાં મૂકી જળાશયે પાણી લેવા ગયા. અહીં કૃષ્ણ પીતાંબર ઓઢી ઢીંચણ ઉપર વામ ચરણ મૂકી વૃક્ષની નીચે સૂઈ ગયા. તે અવસરે પેલો જરાકુમાર જંગલમાં ફરતો ફરતો તે તરફ આવી ચડ્યો. કૃષ્ણના પગમાં આંખ જેવું ચિત્ર હતું. તે દૂરથી જરાકુમારને હરણની આંખ જેવું દેખાયું એટલે તેણે શિકાર કરવા માટે તીક્ષ્ય બાણ છોડ્યું, તેનાથી કૃષ્ણનો વામ ચરણ વિંધાઈ ગયો; તેથી તત્કાળ જાગૃત થઈ કૃષ્ણ જોરથી ચીસ પાડી અને કહ્યું–“અહો! કયા દુરાત્માએ આ કૃત્ય કર્યું?” મનુષ્યનો અવાજ સાંભળી જરાકુમાર પાસે આવ્યો તો પોતાના ભાઈ કૃષ્ણને દીઠા એટલે પોતાના આત્માને નિંદતો અને નેત્રમાંથી અશ્રુ પાડતો બંઘુના ચરણમાં પડી રુદન કરવા લાગ્યો. કૃષ્ણ બોલ્યા–“ભાઈ! શા માટે રુદન કરે છે? ભગવંતે જે કહ્યું હતું તે થયું છે તો તેમાં શો શોક કરવો? હવે તો હે બાંઘવ! મારું આ કૌસ્તુભ રત્ન લઈ તું પાંડવો પાસે જા અને તે પાંડવોને આપી દ્વારિકાના દાહ વગેરેનો સર્વ વૃત્તાંત નિવેદન કરજે. આ કૌસ્તુભરત્નની એંધાણીથી તેમને ખરેખરો નિશ્ચય થશે. જો તું અહીંથી નહીં જાય તો હમણા જ બલભદ્ર આવી ભાતૃપ્રેમથી ગુસ્સામાં આવી તને હણી નાખશે.” તે સાંભળી જરાકુમાર કૌસ્તુભ લઈ પાંડુમથુરા તરફ ચાલ્યો. તેના ગયા પછી કૃષ્ણ ચિંતવ્યું કે “ગજસુકુમાલ અને ઢંઢણકુમાર વગેરેને ધન્ય છે કે જેઓ મોહને વશ કરી પરમાનંદને પ્રાપ્ત થઈ ગયા.” પછી જ્યારે પ્રાણાંત સમય આવ્યો ત્યારે કૃષ્ણને નરકને યોગ્ય વેશ્યા ઉત્પન્ન થઈ; તેથી તેણે ચિંતવ્યું કે “અહો! મારી સુંદર નગરીને બાળનાર એ પાપી વૈરીને હું કોઈ રીતે જોઉં તો તેને મારીને યમરાજનો અતિથિ કરી દઉં.” આવું ચિંતવતાં મૃત્યુ પામીને તે ત્રીજી નરકે ગયા. અહીં બળભદ્ર કમળના પત્રમાં જળ લઈ વડ નીચે આવ્યા. ત્યાં મૃત્યુ પામેલા કૃષ્ણને સંબોધીને કહ્યું–બંધુ! ઊઠો, આ શીતળ જળ પીઓ.” આ પ્રમાણે ઘણી વાર કહેતાં છતાં પણ પ્રત્યુત્તર મળ્યો નહીં, એટલે શરીર ઉપરથી વસ્ત્ર લઈ લીધું; ત્યાં તો વામ ચરણે વિંઘાઈ મૃત્યુ પામેલા તેને જોઈ બળભદ્ર વિલાપ કરવા લાગ્યા. પછી મોહથી કૃષ્ણનું મૃત શરીર ઢંઘ ઉપર લઈ આમ તેમ છ માસ સુધી ભમ્યા. તે અવસરે બલરામનો મિત્ર સિદ્ધાર્થ નામે દેવતા તેને બોઘ કરવા માટે આવ્યો. તે એક ખેડૂતનું રૂપ લઈ બલરામની આગળ શિલા ઉપર કમળનાં બીજ વાવવા લાગ્યો. તે જોઈ બલરામ બોલ્યા–“અરે મૂર્ખ! આ શિલા ઉપર કમળ શી રીતે ઊગશે?” ખેડૂત બોલ્યો-“અરે ભાઈ! તારા અંઘ ઉપરનું શબ જો જીવશે તો આ શિલા ઉપર કમળ પણ ઊગશે.” તેનું એ વચન અવગણી બલરામ મોહથી શબ લઈને આગળ ચાલ્યા. ત્યાં માર્ગમાં દગ્ધ થયેલા વૃક્ષને સિંચન કરતો એક પુરુષ તેમના જોવામાં આવ્યો. બલરામે તેને કહ્યું–“અરે મૂઢ! દગ્ધ થઈ ગયેલ વૃક્ષને સિંચન કરવાથી શું તે કદી પલ્લવિત થશે?” પેલાએ કહ્યું-“આ મૃત શરીર જો જીવતું થશે તો તે પણ થશે.” તે સાંભળી બલરામે વિચાર્યું કે “જરૂર આ મારો બંધુ નિશ્ચેષ્ટ હોવાથી મૃત્યુ પામેલ છે.' તત્કાળ દેવતાએ પ્રગટ થઈને કહ્યું–“હે બંધુ! હું તમારો સિદ્ધાર્થ નામનો મિત્ર છું. તમને બોઘ કરવા માટે જ આ સર્વ મેં રચેલું હતું. આ કૃષ્ણને જરાકુમારે જ મારી નાખેલ છે.” પછી બઘો પૂર્વ વૃત્તાંત દેવે કહી સંભળાવ્યો. તે જાણી બળભદ્દે મોહ છોડી દઈને કૃષ્ણના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy