________________
૬૦
વ્યંતર દ્વારા પ્રભુજીની કાયામાં સંક્રમણ કરવું, પૂછનારને વ્યંતર દ્વારા જ જવાબ મળવા, પ્રભુ દ્વારા લગભગ મૌનધારી સ્થિતિ, ભૂલથી તાપસને ભેટવા હાથ પ્રસારવાની ગૃહસ્થવિધિ પછી ચાલુ ચાતુર્માસમાં તાપસોની અપ્રીતિ ટાળવા પ્રથમ ચાતુર્માસમાં ચાલુ વર્ષાકાળ છતાંય વિહાર અને ગૃહસ્થોના વિનય ન કરવા વગેરે પાંચ અભિગ્રહો, શૂલપાણિ યક્ષના પ્રચંડ કાળચક્ર પ્રયોગથી શ્રમિત ભગવાનને અલ્પકાલીન નિદ્રાવસ્થામાં દસ સ્વપ્નો આવવાં. અચ્છેદક નામના પાખંડીના હિતમાં વિહાર, ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષધારી નાગને પ્રતિબોધ, ગંગાનદીને નૌકા દ્વારા ઓળંગતાં સુદ્રષ્ટ નામના દેવ દ્વારા થયેલ ઉપસર્ગ અને કંબલ-સંબલ દેવ દ્વારા થયેલ રક્ષા, અનેક વખત અચાનક આવેલ આફતો વખતે ઇન્દ્ર અથવા સિદ્ધાર્થ વ્યંતર દ્વારા દુષ્ટોની હત્યા અને ભગવાનની રક્ષા ઉપરાંત ઘોર તપ અને સંપૂર્ણ મૌન દ્વારા શુભધ્યાનમાં રહી કર્મનિર્જરાની અતૂટ લગની, પછી અગિયારમા ચાતુર્માસ પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ધારેલ ભીષ્માભિગ્રહનું પારણું ચંદનબાળા દ્વારા પાંચ માસને પચ્ચીસ દિવસના ઉપવાસનું અને કેવળજ્ઞાન પૂર્વે ઇન્દ્રનું પ્રભુજીને વાંદવા આવવું વગેરે લાક્ષણિક ઘટનાઓ પરમાત્માના સાધકકાળની વિશેષતાઓ બની ગઈ. અન્ય કોઈ તીર્થંકરોનો સાધકઇતિહાસ તેવો જોવા નથી મળતો. સારમાં
મહાભિનિષ્ક્રમણ પછીનાં સાડાબાર વરસો પ્રતિકૂળ-અનુકૂળ બન્નેય પ્રકારના ઉપસર્ગોની વિષમતા વચ્ચે સમતા ધારવાથી પ્રભુજી કર્મવિજેતા બની કેવળી બન્યા હતા.
:
(૮) ગોશાલક સાથેના ઋણાનુબંધ પૂર્વભવનો એક વિરાધક જીવ ચિત્રકાર મંખલી અને તેની પત્ની ભદ્રાના સંતાનરૂપે ગાયો બાંધવાની ગોશાળામાં જન્મ્યો હતો, તેથી નામ પડી ગયું હતું ગોશાલક. પ્રભુ મહાવીરદેવના બીજા ચાતુર્માસ પછીના વિહારમાં માસક્ષમણનું પારણું રાજગૃહીના વિજયશ્રેષ્ઠીએ કરાવી લાભ લીધો ત્યારે તેના ઘેર પંચદિવ્યો પ્રગટેલા દેખી અન્ન-પાણી અને ઐશ્વર્યના લોભથી સામે ચડી ગોશાળો પ્રભુજીનો શિષ્ય બની ગયો અને તે પણ ભિક્ષાવૃત્તિથી સાથે રહેવા લાગ્યો. પ્રભુજી મૌનધારી હતા, તેથી તેનો સ્વીકાર કે તિરસ્કાર ન કર્યો.
પાછળથી તે જ ગોશાલકના અનેક સ્થાનના ગેરવર્તન, કુતૂહલવૃત્તિ અને કડવાં વચનોથી લોકોએ ગેરસમજમાં ભગવાનને પીડા પહોંચાડી, છતાંય તે વચ્ચે પ્રભુજી અનાર્યભૂમિ તરફ ગયા, તે પછી પોતાના અંગત
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
ભાગ પડ્ય MAT|| બેતમૂત પરિકરયુક્ત અલૌકિક પ્રભુપ્રતિમાજી
સ્વાર્થથી શિષ્ય બનેલ ગોશાળો ભગવંતથી દૂર થઈ ગયો, પાછો કેટલેક વખતે ભેગો પણ થયો અને સેવા કરવા લાગ્યો.
નવમા ચાતુર્માસ પછી વિહાર કરતાં કૂર્મગ્રામમાં ગોશાળાએ વૈશિકાયન નામના તાપસને અતિશય સતાવવાથી તાપસે જ્યારે ગોશાલા ઉપર તેજોલેશ્યા છોડી ત્યારે કરુણાબુદ્ધિથી ભગવાને તરત શીતલેશ્યા પ્રયોગ કરી તેને બચાવી લીધો. તે પછી પ્રભુજી પાસેથી તેજોલેશ્યા સાધવાની વિધિ સમજી ભગવંતને એકલા છોડી શ્રાવસ્તી નગરીમાં આવી છ માસ સુધી છટ્ટના પારણે છઠ્ઠ તપ કરી તેજોલેશ્યા સાધી લીધી. અધૂરામાં પૂરું પાર્શ્વપ્રભુના છ શિષ્યો, જેમણે દીક્ષા છોડી દીધી હતી, તેમની પાસેથી અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવી જ્ઞાનના અજીર્ણ અભિમાનથી ઉન્મત્ત બની ગોશાળો પોતાને તીર્થંકર જણાવતો એકલો વિચરવા લાગ્યો, તેથી પણ પ્રભુજીની
For Private & Personal Use Only
www.jainelibrary.org