________________
નિર્મોદર, નિડિમા અને નિાગમના સંરક્ષક
પૂજ્ય મુનિરાજ શ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ
O
પૂજ્ય મુનિવર્યશ્રી ગુણભદ્રવિજયજી મહારાજનો જન્મ વિ.સં. ૧૯૫૧ના માગશર સુદ ૬ને સોમવારે મદ્રાસ શહેરમાં થયો હતો. તેમણે પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી જયંતવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી, મોટી ઉંમરે દીક્ષા લીધી અને પાછલા વર્ષોમાં પક્ષઘાત થયો; તેથી પૂજ્યશ્રીએ કોઈ શિષ્ય કર્યા ન હતા. પૂજ્ય મુનિરાજશ્રી ઘણો સમય સૌરાષ્ટ્રમાં વિચર્યા. તેમાં સવિશેષ માંગરોળ બાજુ સ્થિરતા કરી હતી. માંગરોળમાં પૂજ્યશ્રીએ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના ખંડિતપણાનું તથા શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ સર્વ જિનમંદિરોની પ્રતિષ્ઠા ઈત્યાદિ કાર્યોનું ઊંડું સંશોધન કર્યું હતું. શ્રી માંગરોળ જૈન સંઘના વર્ષો જૂના ચોપડામાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા વગેરેની ઐતિહાસિક નોંઘો અને વિપુલ સાહિત્ય શોધી પ્રકાશિત કરાવ્યું હતું. સેંકડો વર્ષોથી ખંડિત પ્રતિમાજીઓનું વિસર્જન કરાવ્યું હતું. માંગરોળના વડીના દેરાસરમાં, નાદુરસ્ત તબિયત હોવા છતાં, જ્ઞાનભંડારની અમૂલ્ય હસ્તપ્રતો જોઈ–તપાસીને તેને રક્ષિત બનાવી, સર્વ જિનમંદિરોની બધી આરસની તથા પાષાણની પ્રતિમાજીઓનાં લેપ-ઓપ, ચક્ષુ-ટીકા વગેરે જરૂરી કાર્યો, સતત આઠ મહિના સારી એવી જહેમત લઈ, જાતિ દેખરેખ નીચે તૈયાર
કરાવ્યાં.
પૂજ્યશ્રીનું સૌથી વધુ મહત્ત્વનું-યશસ્વી કાર્ય છે તેઓશ્રીનો અત્યંત લોકપ્રિય ગ્રન્થ ‘વેરના વમળમાં’. આજ સુધીમાં આ ગ્રન્થની ૯-૯ આવૃત્તિઓ પ્રગટ થઈ છે અને હજુ એટલી જ લોકચાહના પામી રહેલ છે.
તેઓશ્રી વિ.સં. ૨૦૪૨ના શ્રાવણ વદ ૧૦ને શુક્રવાર; તા. ૨૯-૮-૮૬ના રોજ જૂનાગઢ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. શાંત, સૌમ્ય અને સંયમીજીવનથી સાધુજીવનનો આદર્શ સ્થાપી જનારા એ મહાત્માને શતશઃ તસવીરકાર : શ્રી લક્ષ્મણભાઈ બી. ટાંક (કેશોદ)
વંદના!
: સૌજન્યાતા :
શ્રી મધુરીબહેન ચીમનલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ–મુંબઈ
હ: જ્યોતિનભાઈ શેઠ મેનેજિંગ ટ્રસ્ટી, ૧૦૬ દામજી શામજી ઉધોગભવન, વીરા દેસાઈ રોડ,
અંધેરી (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૮. ટેલિફોન : ૦૨૨૩૭૩૫૦૦૧, ૨૬૭૩૫૦૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org