________________
વૈરાગ્યકથા નં.-૨૧ -- હાથી સાથે ચાલેલ પૂર્વભવના સંબંધોથી વધેલ વૈરાગ્ય
એક તો યેષ્ઠ ભ્રાતા રામ જયારે વનવાસે નીકળ્યા, ત્યારે જ માતા કૈકેયીના કારણે ઉત્પન્ન ગૃહકંકાસથી કંટાળેલ મને સંયમી બનવાના ભાવ જાગ્યા, છતાંય રામ તથા પરિવાર સૌના આગ્રહથી વનવાસથી પાછા આવેલ રામ-લક્ષ્મણ-સીતાના મિલન સુધી તે ભાવના પરાણે દબાવવી પડી, પણ એક દિવસ ભવનાલંકાર નામના હાથીનો પ્રતિબોધ તથા ઉપશાંતભાવ મારા નિમિત્તે જ થતાં મને આશ્ચર્ય થયું. ત્યારે દેશભૂષણ કેવળી ! પાસેથી જાણવા મળ્યું કે તે હાથી પૂર્વના અનેક ભવમાં મારો સગો ભાઈ હતો. તેથી પૂર્વે જ્યારે ઋષભદેવ પ્રભુની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ ઘોર તપ ન કરી શકવાથી તાપસ બન્યા હતા, તેમાંથી અમે બેઉ પણ ચંદ્રોદય અને સૂરોદય નામે બે સગાભાઈઓ હતા. પણ પછીના ભાવોમાં ભ્રમણ કરતાં એકબીજાના હત્યારા દુશ્મનથીય વધારે ખૂંખાર બનેલ. તેમાં મારો મિત્ર કપટ અને વિલાસી બુદ્ધિને કારણે આ ભવમાં હાથી બન્યો અને હું પૂર્વભવમાં લીધેલ ચારિત્રને કારણે આ ભવમાં સદાચારી ભરત બન્યો છું. તેવી અટપટી ભવભ્રમણ કથાઓ અને થયેલ વિડંબના સ્મરણમાં આવી જતાં મેં તથા મારી માતા કૈકેયીએ પણ અનેક સાથે દીક્ષા લઈ આત્મકલ્યાણનો માર્ગ ઝંખ્યો છે. સંસારના અને ઘરના અટપટા પ્રસંગો જ વૈરાગ્ય વધારવા પર્યાપ્ત બને તેમ છે.
| (સાક્ષી–રાજા ભરત) i - - - - - - - - ----------------------------
सप्ततिशतं जिनानां वंदे - मयं जिणाणं, नमामि निच्चं। जावंत के वि साहू - ते सव्वे सिरसा मणसा मत्थओण वंदामि।।
વિષ્ય અજાયબી–જૈન શ્રમણ ગ્રંથના તથા સમસ્ત જિનશ્રુતના અનુમોદક પ.પૂ. શીલચંદ્રસૂરિજી મ.સા.ના સાંસારિડ માતા-પિતા
4. કુસુમબેન બાબુભાઈ શાહ પરિવાર તથા શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ-બેંગલોરના સદસ્યો
: પ્રેરણાતા પ્રવર્તિની પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સાળી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.ના
સાંસારિક પરિવારજનો બેંગલોર, મદ્રાસ, હૈદ્રાબાદ તથા મુંબઈ
જીંડી કોલાહલ અને કલહકલંક, ધરતાં આતમધ્યાન,
આત્મશુદ્ધિના સુખદ સથવારે મળશે પંચમાતા. ज्ञानस्य फलं विरतिः - जैनं जयति शासनम्।
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org