________________
૫૮૮
આંખ સિવાયના સંપૂર્ણ શરીરની ચિંતા ન કરવાનું વ્રત લઈ ધર્મધ્યાનમાં સ્થિર થયા.
કામળી–કોશાવેશ્યાને ત્યાં એક મુનિ ચોમાસું કરવા ગયા. શ્રાવિકાધર્મને પામેલી કોશાવેશ્યાએ મુનિને નેપાળ જઈ રત્નકંબલ લાવો પછી વર્ષાવાસ માટે વસતિ આપું એવી વાત કરી. મુનિ નેપાળ જઈ રત્નકંબલ લઈ આવ્યા ને કોશાને આપી. એ શ્રાવિકાએ કાદવવાળા પગ લૂછી રત્નકંબલને ફેંકવા દ્વારા મુનિને સંયમધર્મમાં. સ્થિર કર્યા.
ભગવાન ઋષભદેવ પૂર્વના ૯માં ભવમાં જીવાનંદ વૈદ્ય હતા. તેઓએ પાંચ મિત્રોના સહકારથી એક મુનિ જે કૃમિકુષ્ટ રોગથી પીડિત હતા. તેવા મહાત્માની લક્ષપાક તેલ, ગોશીર્ષ
ચંદન અને રત્નકંબલના સહાયે ઉત્તમ સેવા કરી મુનિના શરીરમાં પ્રવેશેલા કૃમિઓને રત્નકંબલમાં પ્રવેશી શાતા પામ્યા. આ રીતે મુનિ નિરોગી થયા ને રત્નકંબલ દ્વારા જીવો ગોમૃતકમાં
અભય થયા.
પ્રશ્ન ૬-મુનિઓ હાથરૂમાલના બદલે મુહપત્તિ હાથમાં કેમ રાખે છે? વસ્ત્રો બધાં શ્વેત જ કેમ વાપરે છે?
ઉત્તર : સંસારી રૂમાલનો ઉપયોગ હાથ લુછવા, હવા લેવા યા પરસેવો લૂંછવા માટે કરે છે જ્યારે મુહપત્તિ વાયુકાયના જીવોની વિરાધનાથી બચવા માટે મુનિઓ બોલતી વખતે મુખની આગળ રાખી વચન ઉચ્ચારે છે. ઉપરાંત ધાર્મિક ક્રિયાઓમાં મુહપત્તિના ૫૦ બોલ બોલી શરીરની પડિલેહણ-પ્રમાર્જના પણ કરાય છે. સર્પના ઝેરને મંત્રવાદી વસ્ત્ર દ્વારા યા અન્ય રીતે મંત્રોચ્ચાર સહિત કાઢે છે તેમ મુહપત્તિ દ્વારા આરાધક આત્મા મિથ્યાત્વની અશુભલેશ્યા દૂર કરવા પ્રયત્ન કરે છે.
મુહપત્તિમાં અઢી પડ હોવાથી અઢી દ્વીપનું સ્મરણ થાય છે. મુહપત્તિ-૧૪ આંગળ પ્રમાણ હોવાથી ચૌદમાં ગુણસ્થાનકે અથવા ૧૪ રાજલોકની આગળ આત્માને પહોંચાડવાનું લક્ષ યાદ આવે છે. મુહપત્તિ મુખ આગળ આઠ પડવાળી રાખવામાં આવે છે. તેથી (જેમ મુખકોશ આઠ પડનો બાંધી પૂજા કરાય છે તેમ) આઠ કર્મનો નાશ વચનગુપ્તિનું પાલન અને વાયુકાયના જીવોની રક્ષા થાય છે. મુહપત્તિને એક તરફ કિનારી હોય છે. તેથી ચાર ગતિમાં મનુષ્યગતિ કિનારાવાળી આત્માને મોક્ષ સુધી પહોંચાડનારી છે. એમ સમજવું. મુહપત્તિ સાઈઝ ૧ વેત ૪ આંગળની હોય છે.
વિશ્વ અજાયબી :
૨૨ ભ.ના સાધુઓ ગમે તે વસ્ત્ર રંગવાળું સ્વીકારતાં પણ તે જીવો-ૠજુ અને પ્રાજ્ઞ હોવાથી ઉત્તમ કોટિના ભવભીરુ હતા રંગમાં જ્યાં પસંદગીનો વિચાર આવે ત્યાં રાગ-દ્વેષનાં પરિણામ જોવાં મળે. એક સરખા રંગનાં વસ્ત્ર દૂરથી સાધુની ઓળખ માટે ઉપયોગી છે. શ્વેત વસ્ત્ર મલિન થાય તો તેથી પરિણામ ન બગડે. સાધુનો વર્ણ પણ કાળો છે. આત્મા પણ મલિન છે તેણે શુદ્ધ કરવાની ભાવના જાગે એવો તેની પાછળ ઉદ્દેશ્ય છે.
Jain Education International
ઉદાહરણ : મુહપત્તિ—બહેને ભાઈ (બંધક મુનિ)ની લોહીથી ખરડાયેલ મુહપત્તિ જોઈ ઘણું દુ:ખ થયું રાજાને ફરિયાદ કરી કે આ મુહપત્તિના કારણે મારા ભાઈનું અમંગળ થયાનો મને ડર છે. રાજાને સાચી વસ્તુ-પરિસ્થિતિની જાણ થતાં ઘણું દુઃખ થયું. રાણીને સત્ય બીના કહી મુનિની ક્ષમા માંગી પ્રાયશ્ચિત્તરૂપે સંયમ લઈ ધન્ય બન્યા.
વેષ : જંગલમાં ઉદાયન મંત્રીને સમાધિ આપવા રાજસેવકોએ એક ભાટચારણને તૈયાર કર્યો. બાહ્ય રીતે વેષ ગ્રહણ કરી મંત્રીરાજને સમાધિ અપાવી. મંત્રીએ સાધુ ગણી ભાવપૂર્વક વંદનાદિ વિધિ કરી. તેથી ભાટચારણના વિચાર બદલાયા ને હવે બાહ્ય રીતે નહીં અત્યંતર રીતે મુનિપણું સ્વીકારી આત્માનું કલ્યાણ કર્યું.
પ્રશ્ન ૭ : ભોજન-મુનિઓ ક્યારે લે? લેવા માટે ક્યારે જાય? કેવું લે?
ઉત્તર : ભોજનના બદલે મુનિઓ માટે ‘ગોચરી’શબ્દ વપરાય છે. ગાય ચરે તેમ અનેક ઘરે જઈ સૂઝતો આહાર મુનિઓને લેવાનો હોય છે. બીજા શબ્દમાં મધમાખી જેમ ફૂલનો ગંધ લે પણ ફૂલને કિલામણા (નુકશાન) ન થાય તેની કાળજી રાખે તેમ મુનિઓ ગોચરી ખપ પૂરતી જ લેતા હોય છે. ઉપરાંત શ્રાવકને ફરી નવી રસોઈ ન કરવી પડે તેની કાળજી
પણ રાખતા હોય છે. ગોચરી ‘અંત-પંત ભિક્ષા ગોચરી' એ ન્યાયે રસવંતી નહીં પણ નીરસ લેવાનું વિચારતા હોય છે. આ રીતે લગભગ ભોજનનો સમય પૂરો થયા પછી વધેલું હોય તેમાંથી ખપ પૂરતું લેવાનો આગ્રહ રાખે. એક અપેક્ષાએ શરીરને ભાડું આપવા માટે જ તેઓ આહાર કરે છે. ટૂંકમાં ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિની ભાવના ભાવે.
મુનિઓ ચાર પ્રકારે કુલ ૪૫ દોષ-રહિત ગોચરીની ગવેષણા કરતા હોય છે. દોષ રહિત આરંભ-સમારંભ-રહિત શ્વેત વસ્ત્ર રાગદશા જીવની ઘટાડવા માટે છે. પૂર્વકાળમાં ગોચરી પ્રાપ્ત કરવી એ જ તેમાં મુખ્ય ઉદ્દેશ હોય છે, તે જ
For Private & Personal Use Only
www.jainelibrary.org