________________
૬૧૪
પિતાશ્રી : શ્રી લાલચંદ્રજી
માતુશ્રી : શ્રીમતી મણિબાઈ
દીક્ષાગ્રહણ : વિક્રમ સંવત
૨૦૧૧, માગશર સુદિ છઠ્ઠ, રાજગઢ
દીક્ષા-નામ : મુનિશ્રી
નવરત્નસાગરજી
મ.સા.
દીક્ષાદાતા ગુરુ
:
માલવોદ્ધારક, વ્યાકરણવિશારદ, આચાર્ય ભગવંત શ્રીમદ્ ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.
ગણિ પદ : વિક્રમ સંવત ૨૦૩૬, કારતક સુદ પાંચમ પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૯, વૈશાખ સુદ ત્રીજ, શંખેશ્વર, આગમમંદિર, શંખેશ્વર (ગુજ.)
ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત ૨૦૪૭, વૈશાખ સુદ દશમ, પૂના (મહા.)
આચાર્ય પદ : માગસર સુદ છઠ્ઠ, તા. ૩૦-૧૧-૧૯૯૨ પદયાત્રા વિહાર : લગભગ બે લાખ કિલોમીટર તપ : અનેક તપ
ધર્મકાર્યસ્થળ : મુખ્યતઃ માળવા ક્ષેત્ર, મધ્યપ્રદેશ, ગુજરાત,
રાજસ્થાન, મહારાષ્ટ્ર
દીક્ષાપર્યાય : ૧૧ વર્ષ
માલવભૂષણ પદ : વિ.સં. ૨૦૪૫, વૈશાખ સુદિ પૂનમ, ઉજ્જૈન (મ.પ્ર.)
જીવનદર્શન
માળવાનું રાજગઢ શહેર એમની જન્મભૂમિ. પિતાશ્રી લાલચંદ્ર અને માતા શ્રીમતી મણિબહેનનો પુત્ર રતન વિક્રમ સંવત ૧૯૯૯ના ચૈત્ર વદિ-૩ને દિવસે કાલાંતરે નવરત્ન બન્યો. આ ધરતીને ધન્ય કરનાર અને કદાચ માતાની કોખમાં જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરી લીધા હતા. તેથી જ તો વૈરાગ્ય અને સંયમના માર્ગના પથપ્રદર્શક બની એ સંયમનો સાગર બન્યો.
વિક્રમ સંવત ૨૦૧૧મા માગશર સુદિ-૬ના દિવસે ૧૧ વર્ષમાં યૌવનનાં દ્વારને સ્પર્શવા માટે તત્પર રતનના જીવનમાં
Jain Education International
વિશ્વ અજાયબી :
આવેલા ટર્નિંગ પોઇન્ટે જાણે સંપૂર્ણ જીવનની ગાથા જ બદલી નાખી! પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માલવોદ્ધારક શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે પોતાના જ ગૃહનગરની માટીને પુણ્યની સંયમમાળાથી વિભૂષિત કરતાં કરતાં ભગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી પોતાના ગુરુદેવે આપેલા નામને એમણે જૈનજગતમાં સાર્થક કરી બતાવ્યું. પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા માટે જ્ઞાન, તપ, જપ અને ચારિત્રની સુંદરતમ આરાધનાથી ગુરુના અલ્પકાલીન સાંનિધ્યમાં પણ એવો ગુરુમંત્ર પ્રાપ્ત કરી લીધો કે આજ એમના ગુણોનાં દર્શન આપણને માલવભૂષણમાં થાય છે.
સંયમજીવનની યાત્રા :
જિનશાસન પ્રત્યે પ્રેમ, શાસનની ભક્તિભાવથી પ્રભાવના કરતાં કરતાં મુનિશ્રી નવરત્નસાગરજી મ.સા.ને વિક્રમ સંવત ૨૦૩૬ના કારતક સુદિ-૫ના દિવસે અમદાવાદમાં ગણિપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. અહીંથી સંયમજીવનની યાત્રા પ્રગતિશીલ બનવાની સાથે ઉત્તરદાયિત્વનો અહેસાસ કરાવનારી પણ બની, જેને એમણે ખૂબીપૂર્વક નિભાવી. જગપ્રસિદ્ધ હાજરાહજૂર દાદાશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રસિદ્ધ તીર્થ શ્રી શંખેશ્વરજીમાં એમની યોગ્યતા જોતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિક્રમ સંવત ૨૦૩૯ના વૈશાખ સુદ ત્રીજના દિને પંન્યાસ પદ પર બિરાજિત કરાયા. પૂનાના ચાતુર્માસના સમયે સંયમયાત્રા એક કદમ વધુ આગળ વધી અને એમને વિક્રમ સંવત ૨૦૪૭ વૈશાખ સુદ-૧૦ના દિવસે પૂના (મહારાષ્ટ્ર)માં ઉપાધ્યાયપદે બિરાજમાન કરવામાં આવ્યા.
મુંબઈના ભાયખલા ક્ષેત્રમાં આવેલા શ્રી આદીશ્વરદાદાના ભવ્ય જિનમંદિરમાં એક ભવ્ય ઘટના બની. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી દર્શનરત્નસાગરજીનો અતિ આગ્રહ હતો કે માલવભૂષણ ઉપાધ્યાયજી મુંબઈ આવે, પણ એમણે પૂજ્ય ગચ્છાધિપતિને અત્યંત વિનમ્રતાપૂર્વક સંદેશો પહોંચાડ્યો કે સાહેબજી! હું મુંબઈ નહીં આવું અને મારે પદવી પણ નથી લેવી, પરંતુ ગચ્છાધિપતિજીના આદેશથી એમણે મુંબઈ વિહાર કર્યો. એ વખતે ગચ્છાધિપતિજીનું સ્વાસ્થ્ય પણ સારું નહોતું એમના આગ્રહથી માગસર સુદિ-૬ તા. ૩૦-૧૧-૯૨એ એક ભવ્ય મહોત્સવમાં એમને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. આચાર્યશ્રી એક પુણ્યાત્માના રૂપમાં શાસનને સ્થાયિત્વ પ્રદાન કરવા માટે પોતાના મૂલ્યવાન જીવન દ્વારા અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે. નિશ્ચિત રીતે આચાર્યશ્રી પોતાની જવાબદારી
For Private & Personal Use Only
www.jainelibrary.org