Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 685
________________ જૈન શ્રમણ ૬૭૩ શ્રમણસંઘ જૈનસંઘતો આધારસ્તંભ છે તો શ્રમણીસંઘ જૈનસંઘતી આધારશીલા છે. () જન સંઘની આધારશીલા -લબ્લિવિક્રમ સમુદાયનાં સાધ્વીજી શ્રી વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) રત્નત્રયી શ્રમણીરત્નોની, પુણ્યપ્રભાવકતા સમયે સમયે જે રીતે અંકિત બની તેની અનુમોદના અને નમ્ર ઝાંખી કરાવવાના શુભાશયથી અત્રે આ લેખમાળા રજૂ કરનાર પરમ શાસનપ્રભાવિકા, સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરના શ્રી વાચંયમાશ્રીજી મ0 (બહેન મહારાજશ્રી) જેમનું સંસારી નામ છે વસુમતી. એક નાનકડી વાતમાં જ વસુમતીથી જીવનનો એક મહાન સંકલ્પ થઈ ગયો. ટર્નિંગ પોઇન્ટ આવ્યો અને જીવનનો નકશો બદલાઈ ગયો. આત્માને સ્વાધીન કરવાની ઝુંબેશમાં જીવનને જોડી વિ.સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૬ ના શુભ દિને પાલિતાણાની પુણ્યમયી ધરતી પર મોટીબહેન રાજુમતી સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી, ૧૦ વર્ષની વસુમતી પૂ. સાધ્વીજી શ્રી સુવ્રતાશ્રીજીનાં શિષ્યા સાધ્વી વાચંયમાશ્રીજી નામે બન્યાં. માત્ર બહેનના વાદે દીક્ષા લેનાર બાલસાધ્વી આવતી કાલે મહાન શ્રમણીરત્ના શાસનપ્રભાવિકા સાધ્વી બનશે એવી કલ્પના પણ કોને આવી શકે? મહાન જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનદષ્ટિએ આ બાલસાધ્વીમાં અનેકવિધ શક્તિ નિહાળી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નું ધ્યાન દોરાયું. ખંભાત જેવી ધર્મનગરીમાં આ ભગિનીયુગલે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. કર્મગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, તર્કસંગ્રહ, ન્યાય અને કાવ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર-એવા એક પછી એક વિષયમાં પ્રભુત્વ મેળવવા લાગ્યાં. સ્વાધ્યાયની સાથે સાથે અધ્યાપનનું કાર્ય પણ ખરું.. - પૂ. સાધ્વીશ્રી વાચંયમાશ્રીજી મહારાજનું અધ્યયન એટલે કોઈ પણ વિષય હોય, પણ તે વિષયને અનેક દૃષ્ટિકોણથી સાંગોપાંગ હસ્તગત કરે. માત્ર અધ્યયનની ગ્રહણશક્તિ જ ઉત્તમ નહીં, પણ અધ્યાપનની આદાનપ્રદાનશક્તિ પણ અવલ કોટિની. ગમે તેવો અઘરો વિષય હોય, પણ તેમની સમજાવવાની શૈલી એવી કે સામાન્ય બુદ્ધીવાળા પણ સહજ ભાવે સમજી શકે. પોતાના વિશાળ સાધ્વીવૃંદને તાત્ત્વિક-ધર્મ-અભ્યાસ સ્વયં કરાવે. પૂ. દાદા ગુરુદેવ તેઓના અધ્યયનની ચકાસણી કરે. એક વાર તો પૂ. દાદા ગુરુદેવે કહેલ, “વાચંયમા! તું છોકરો હોત તો તું જૈન શાસનનો એક મહાન બાલ-આચાર્ય હોત.” ગુરુકૃપા વરસાવતા આ હારોમાં એક શક્તિસ્ત્રોતનું દર્શન છે. બાલ્યવયથી તન-મન-વચન અને જીવન શાસનનાં ચરણે ધરી, ગુર્વાશાને શિરસાવંદ્ય કરનાર સાધ્વીવર્યાને મોટા ભાગે લોકો “બહેન મહારાજ'ના નામે ઓળખે છે. બહેન મહારાજની વસ્તૃત્વશક્તિ, અદ્ભુત છે. અને વક્નત્વશક્તિ કરતાં અધિક શક્તિ તેમની લેખિનીમાં છે. “કમલપરાગ’, ‘પાથેય કોઈનું, શ્રેય સર્વનું', “શ્રી દશવૈકાલિક ચિંતનિકા’, ‘શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા’, ‘શ્રી આચારાંગ ચિંતનિકા' આદિ ગ્રંથોમાં તેમની કલમે જે ગહન ચિંતનમનન વહેવડાવ્યું છે તે અદ્ભુત છે. તેમાં માનવમનમાં રહેલા અનેકવિધ પ્રશ્નો અને અનુભૂતિનું સચોટ વિવરણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720