Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 687
________________ જૈન શ્રમણ ૬૭૫ શ્રમણીસંઘનું ચોગદાન જૈન ધર્મમાં તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના કરે છે ત્યારે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.–સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.....જૈન ધર્મમાં આ ચતુર્વિધ સંઘનું અત્યંત મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેનોના મુખ્ય બે વિભાગ છે–શ્વેતાંબર અને દિગંબર, પણ બંને મતમાં ચતુર્વિધ સંઘને સ્થાન છે....જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમાં પદમાં “સાહૂણં’ પદ આવે છે. પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ-સાધ્વી બંને પરમેષ્ઠિપદે બિરાજિત છે. જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે. પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે. ધર્મતીર્થના વિકાસ-પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવંતો-આચાર્ય ભગવંતોએ જે ફાળો આપ્યો છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે. બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની માતાની પ્રતિમા તીર્થંકર સહિત છે, પણ તીર્થંકરના પિતાની પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે. આબુ, દેલવાડા, રાણકપુર વ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય પૂજનીય છે. જૈનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવા સહિત આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગોદમાં લઈ બેઠેલી છે. જૈન શાસ્ત્રોમાં કલ્યાણકોનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ પ્રથમ પ૬ દિકુમારિકા પ્રભુજન્મનો મહોત્સવ મનાવે છે. જૈનોમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય છે તે “ભરફેસર બાહુબલી'ની સઝાય. આ સૂત્રની ગાથામાં મહાત્માઓ ને મહાન શ્રાવકોને વંદના કરવામાં આવે છે. તે સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી-મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણનું આ સૂત્ર જૈનાચાર્યો-ઉપાધ્યાયો-સાધુ ભગવંતોસાધ્વીજી મહારાજ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે– “ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક સીલકલિઆઓ, અક્કવિ વજ્જઈ જાસિ, જસ પડતો તિહુઅણ સયલે” ...સુલતા-ચંદનબાળા ઇત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે' તેથી આજે પણ સમસ્ત ત્રણ જગતમાં તેમનો યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનોના સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. “સ્ત્રીણાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાનું નાન્યા સુતં તદુપમંજનની પ્રસૂતા; સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશ્મિ, પ્રાવ દિ જનયતિ ફુરદંશુ જાલમ્ !” હે ધન્ય માતા! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજારો પુત્રને જન્મ આપે છે, પણ આપ જ ધન્યમાતા-જનની છો જે તીર્થકરને જન્મ આપો છો-તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! દિશાઓ તો દશ છે. પણ પૂર્વ દિશા પૂજ્ય છે, કારણ કે સૂર્યને જન્મ આપે છે. તેમ તમે પણ તીર્થકરને જન્મ આપો છો. તેથી હે માતા! તમે જગતુપૂજ્ય છો અને વંદનીય છો જૈન ધર્મના મહાન ‘કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામી યક્ષા-યક્ષ દિના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દો વાપરે છે “પુત્તી સમાં સીસા” પુત્રી સમાન શિષ્યા. આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય સુહસ્તિસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે કે આ બે મહાપુરુષના ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્થીઓએ કરી છે. તેની સ્મૃતિમાં સુહસ્તિસૂરિ અને મહાગિરિના જેવા જૈનાચાર્યનાં નામ આગળ “આર્યશબ્દ મૂકવામાં આવ્યો છે. તે ઇતિહાસપ્રસિદ્ધ છે. પટનામાં આ મહાસતી સાધ્વીઓનો પૂજનીય પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથો સાક્ષી આપી રહ્યા છે. વિદ્વદ જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ.સા.નું નામ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720