Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 704
________________ ૬૯૨ વિશ્વ અજાયબી : સવા કરોડથી પણ વધારે જાપના આરાધક, સરલ સ્વભાવી પૂ. સાધ્વીરના શ્રી પદ્મયશાશ્રીજી મ. પંચસંગ્રહ', સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અધ્યાપન કળા પણ અવ્વલકોટિની છે. તેમની વકતૃત્વ શકિત અદ્ભુત છે. વકતૃત્વ કરતાં પણ અધિક શકિત તેમની લેખિનીમાં છે. “શ્રીદશવૈકાલિક ચિંતનિકા', “શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા', શ્રી આચારાંગ ચિંતનિકા', ‘પાથેય કોઈનું–શ્રેય સર્વનું' વગેરે પુસ્તકોમાં તેમની કલમે જે ગહનચિંતન મનન વહેવડાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. સ્થાનકવાસી સાધ્વીજીઓ જો તેઓ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. અધ્યયન-અધ્યાપન-વકતૃત્વ તેમજ લેખન, ઉપરાંત તેમનામાં આયોજનશકિત પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે. છ'રીપાલક પદયાત્રા સંઘ હોય કે જિનભકિત મહોત્સવ હોય, ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય, સામૂહિક તપ હોય કે સમૂહ સામાયિક હોય, ટૂંકમાં શ્રી જિનશાસનને લગતું કોઈપણ અનુષ્ઠાન હોય તેમાં એમની આયોજન શકિત ઝળકી ઊઠે જ! તેઓશ્રીના ગુરુદેવ તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની નિશ્રામાં ખંભાતમાં ૧૦૮ માસક્ષમણની તપશ્ચર્યા થઈ હતી ત્યારે પણ તપસ્વીઓને શાતા પમાડવામાં, તેમના સમુદાયમાં “બહેન મહારાજ'ના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવાં આ સાધ્વીજી ભગવંતનું સુંદર યોગદાન હતું. પોતાના સમુદાયના ત્રણ-ત્રણ આચાર્ય ભગવંતોની તેમણે સુંદર ગુરુકૃપા પ્રાપ્ત કરી છે અને તેમનાં માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભકતામર સ્તોત્ર તેમજ પાર્શ્વનાથ ભગવંતની સુંદર આરાધના તેમણે કરી છે. અનેક સંઘોમાં નવકાર તથા અહંના જાપ કરોડોની સંખ્યામાં તેમણે કરાવેલ જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, +ા તા િતા ના સંસ્કારસિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વાત્સલ્યતાને લીધે પ્રગટ છે, પનપે છે અને સંસિદ્ધ થાય છે. આવી પ્રતિભાસંપન્ન વિરલ વિભૂતિની જન્મભૂમિ તરીકેનું સ્થાન-માન પામવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે જેતપુર શહેરને! જે ગિરનારની ગરવી ગોદમાં આવેલું, સાડીઓના છાપકામ માટે વખણાતું, ભાદર નદીને કાંઠે આવેલું નયનરમ્ય અને મનોહર છે. આ જેતપુર શહેરમાં સં. ૧૯૯૦માં પોષ સુદ પૂનમને દિવસે શેઠ કુટુંબમાં સુસંસ્કારોની જીવંત પ્રતિમારૂપ, અહર્નિશ ધર્મધ્યાનમાં જીવન વ્યતીત કરતાં શ્રી દેવચંદભાઈ અને માતા દિવાળીબહેનની રત્નકુક્ષિએ એક બાળકીનો જન્મ થયો. તેના મુખની ઉજ્વલ ક્રાંતિને જોઈને, તેને અનુરૂપ નામ પણ કાંતાબહેન રાખવામાં આવ્યું. બાલપણાથી જ વ્યાવહારિક કરતાં ધાર્મિક અભ્યાસની વધુ રુચિ ધરાવતાં કાંતાબહેને નાની ઉંમરમાં જ સારું એવું જ્ઞાન સંપાદન કર્યું. ગામમાં આવતાં પૂ. શ્રમણી ભગવંતોના વધુ ને વધુ પરિચયમાં આવવાથી એમનું મન વૈરાગ્યવાસિત થતું ગયું. પંદર-સોળ વર્ષની ઉંમર થતાં–થતાં એ ભાવના વધુ ને વધુ પ્રજ્વલિત બનતાં માતા-પિતાને વાત કરી, પરંતુ મોહમાયાના બંધનમાં ફસાયેલાં માતા-પિતાએ રજા ન આપી. ખરેખર કર્મનાં બંધન અફર છે ! ભોગની ભતાવળથી દૂર ભાગનારાને પણ ભૂતાવળ છોડતી નથી. પોતાની અનિચ્છા હોવા છતાં પણ તેમને કુટુંબીજનોના આગ્રહને વશ થઈને સંસારની શૃંખલાથી બંધાવું પડ્યું. ભાણવડ નિવાસી શેઠ અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સુંદર શાસનપ્રભાવના કરી રહ્યાં છે. Jain Education Intemational n Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720