________________
જૈન શ્રમણ
૮૫
જિનશાસન અને સાધ્વીસંઘ
સંકલનકાર : ૫.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.
જિનશાસનના ચતુર્વિધ શ્રીસંઘમાં જે સ્થાન-માન શ્રમણો અને શ્રમણીઓનું છે, તેમાં સાધ્વી સંસ્થાનું ગૌરવવંતુ નામ અને કામ છે. નારીશક્તિના ઉપયોગથી ભૌતિકક્ષેત્રોમાં જે વિકાસ દેખાય છે તે જ શક્તિઓને આધ્યાત્મિક માર્ગે વાળતાં પૂર્વકાલીન શ્રમણીઓથી લઈ વર્તમાનકાલીન સાધ્વીસમુદાય અનેક રીતે પ્રગટઅપ્રગટ જૈન જયતિ શાસનમ્ કરી-કરાવી રહ્યો છે, જે સત્ય હકીકત છે.
પ્રસ્તુત ગ્રંથના અનેક લેખો પૈકીનો આ મહત્ત્વનો લેખ પ્રશાંતમૂર્તિ પ.પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની શાસનપ્રભાવિકા, જંગ-એ-બહાદુરનું બિરૂદ મેળવનાર અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના યોગક્ષેમકારક વિદુષી પ્રવર્તિની સાધ્વી પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા બહુગુણસંપન્ના તથા શાસનરના ૫.પૂ. ભવ્યગણાશ્રીજી મ.સા. તરફથી મળેલ પદાર્થોના આધારે સંકલિત થયો છે. સંકલનકારિકા સાધ્વીજી ભગવંત બેંગ્લોરનિવાસી હતા. સંસારી અવસ્થામાં કોલેજના અભ્યાસ સુધી પ્રથમ નંબરે પાસ થનાર, સુમધુર વક્તા, વ્યવહારકુશળ તથા ખાસ તો ધાર્મિક ડ્રામા આર્ટિસ્ટ પણ હતા. માતા-પિતા ઉપરાંત સાસુ-સસરાની સુંદર સેવા-ભક્તિ પછી ગ્રંથપ્રકાશનના લગભગ ૨૦ વરસ પૂર્વે સજોડે દીક્ષિત થયેલ, જેમનું તથા જેમના ગુરૂણીનું દ્રષ્ટાંત પ.પૂ. મહોદયસાગર મ.સાહેબે બહુરત્ના–વસુંધરા નામના પુસ્તકમાં ભાગ-૨ અને ભાગ-૪માં મોખરે પ્રકાશિત કરેલ છે.
સંયમ જીવનમાં પણ સંસ્કૃત-પ્રાકૃત-કાવ્ય-વ્યાકરણ-ન્યાય વગેરેનો અભ્યાસ સાથે વિવિધ તપસ્યાઓ દ્વારા આરાધનાઓ કરી તૈયાર થયેલા છે. પ્રવચન છટા પણ સુંદર છે, તથા જ્ઞાનશિબિર વગેરેના માધ્યમથી
શ્રાવિકાવર્ગમાં પણ જાગૃતિ ઉત્પન્ન કરેલ છે. વીસ વરસ જેવી દીક્ષા પર્યાય છતાંય સ્વાધ્યાય, સૂત્ર-ઉચ્ચારણ અને ક્રિયા અને અનુષ્ઠાનોમાં ઉલ્લાસ સાથે સંયમસાધના ચાલુ છે.
ગ્રંથમાં શ્રમણીસંસ્થા માટે સવિશેષ લખાણની અમારી અપેક્ષાઓ પ્રમાણે નાના આ લેખમાં પ્રાચીન અને અર્વાચીન વિગતો પીરસી ગ્રંથની શોભા વધારી છે, જે બદલ અમે અભિનંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ. આ સાથે શાસન પ્રભાવિકા તમામ સાધ્વી ભગવંતોને પણ અમારી વંદના.
–સંપાદક.
E
+
૧ લr 1
:-
-
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org