Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 699
________________ જૈન શ્રમણ પણ જૈન શ્રમણી હતા અને ગણિતનું જ્ઞાન લોકો સુધી પહોંચાડનાર સુંદરી પણ સાધ્વી બની મોક્ષે સીધાવી ગયા છે. સતી રાજીમતી પણ નેમિનાથજીના પગલે પગલે કઈ રીતે મહાસતી બની દીયર રથનેમિના પણ માર્ગદર્શક બન્યા હતા. સતી સીતાએ પણ અનેક વ્યથાઓની વસમી વિદાઈ રૂપે સંયમ સ્વીકારી બારમા દેવલોકે અચ્યુતપતિ ઇંદ્રની પદવી લીધી છે. શ્રીકૃષ્ણ મહારાજાની અનેક રાણીઓ ઉપરાંત પુત્રીઓ ચારિત્રમાર્ગે વળી હતીના ઇતિહાસો તાજા છે, તેમાંય દાસી જેવા કામો કરાવી પછી સાચી રાણી જેવી બનાવવા કેતુમંજરી નામક પુત્રીને યુક્તિથી સંયમમાર્ગે વાળવાની વાર્તા પણ જોવા મળે છે. ગજસુકુમાલના આકસ્મિક મરણથી વૈરાગ્યવાસિત અનેક રાણીઓ સંસાર છોડી સાધ્વી બની હતી. તેવી રીતે અતિસુકુમાલના ઔપદ્રવિક કાળધર્મથી વિંધાયેલ દિલવાળી ૩૧ પત્નીઓ પણ ગલત રસ્તે ન જતાં મહાકલ્યાણકારી પ્રવજ્યા પંથે સંચરી દેવગતિ પામી છે. જંબુકુમારની આઠ પત્નીઓ પણ પતિદેવથી પ્રતિબોધ પામી લગ્ન પછીના બીજા જ દિવસે મહાસતી પદવી મેળવી ગઈ હતી. વજ્રબાહુ પતિની પાછળ સતી નારી મનોરમાનું મહાપરાક્રમ તે પણ સાધ્વીસંઘનો શોભાવર્ધક સુપ્રસંગ થયેલ છે. સાધ્વી પ્રભંજનાના સંસારત્યાગની ઘટના પણ વિરલ અને ઐતિહાસિક છે. વૈયાવચ્ચ ગુણમાં હરહંમેશ માટે શ્રમણસંઘ કરતાંય શ્રમણીસંઘ મોખરે રહ્યો છે અને રહેવાનો કારણ કે સેવાગુણ ઉચિત વ્યવહાર અને સમતા વગેરે પરિબળો ભગવાનના સાધ્વીસંઘને સહજમાં મળેલા જોવા મળશે. કેવળજ્ઞાન પછી પણ અર્ણિકાપુત્ર આચાર્યની ભિક્ષા લાવી વૈયાવચ્ચ કરનાર પુષ્પચૂલા સાધ્વી ભગવંતનું જીવન-કવન કેવી ભક્તિભાવનાથી ભર્યું હશે અને ગુરૂણીના ઠપકા પછી સતત સ્વદોષદર્શન કરતાં કેવળી બની જનાર સાધ્વી મૃગવતી કેવા અંતર્મુખી હશે તે વિચારવા જેવું છે. કલ્પસૂત્રજી આગમ પ્રમાણે ચાર તીર્થંકર ભગવાનનો સાધ્વીસંઘ કેટલો હતો અને સમર્પણભાવથી સંસારનો અંત લાવી મોક્ષ સાધનારી સાધ્વીસંખ્યા સાધુ સંઘ કરતાં પણ કેટલા પ્રમાણ સવિશેષ હતી તે ખાસ આનંદદાયક નોંધ છે, જે સાધ્વીસંઘનું ગૌરવ વધારતી વાત કહી શકાય. નિમ્નલિખિત આંકડાઓ તીર્થંકર ભગવંતના સ્વયંના શિષ્ય-પ્રશિષ્યાઓના છે. Jain Education International સાધુ સંખ્યા સાધ્વી સંખ્યા મોક્ષગત સાધુ મહાવીરસ્વામી ૧૪૦૦૦ ૩૬૦૦૦ ૭૦૦ ૩૮૦૦૦ ૧૦૦૦ પાર્શ્વનાથજી નેમિનાથજી આદિનાથજી ભગવાન ૧૬૦૦૦ ૧૮૦૦૦ ૮૪૦૦૦ ૬૮૭ મોક્ષગત સાધ્વી For Private & Personal Use Only ૧૪૦૦ ૩૦૦૦૦૦ ૨૦૦૦૦ ૪૦૦૦૦ શ્રેણિકરાજની અનેક રાણીઓ દીક્ષિત થઈ હતી. ચેડા રાજાની પુત્રીઓ, સ્વયં ભગવાન મહાવીરની સુપુત્રી પ્રિયદર્શના પણ પ્રભુના શ્રમણીસંઘ થકી આત્મકલ્યાણ પામી છે. ચંદનબાળા સાધ્વીનો ઇતિહાસ જગપ્રસિદ્ધ છે. તેમના ઉપશમભાવ અને સૌમ્યમુખમુદ્રાથી શેડૂવક નામનો ખેડૂત અજૈન છતાંય પ્રતિબોધ પામી દીક્ષિત થયેલ હતો. આર્યા ચંદનબાળાની નિશ્રાવર્તી સાધ્વીઓની સંખ્યા ૩૬,૦૦૦ની હતી જે સમયે સાધ્વીઓ માટે શ્રમણી કરતાંય આર્યા શબ્દનો ઉપયોગ વધુ હતો. ૨૦૦૦ ૪૦૦૦૦ ૧૫૦૦ ૩૦૦૦ મહાવીરપ્રભુ પછી અંતિમ કેવળી જંબુસ્વામી થયા છે તે પછી ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ થયો છે, છતાંય પૂર્વભવના શ્રેષ્ઠ સંસ્કારોથી ભાવિતાત્માઓ આજ સુધી અવિરત સંસારત્યાગી જૈન સાધુ-સાધ્વી તરીકેનું જીવન જીવી ગયા છે. વજસ્વામીજી જેવા શાસનપ્રભાવક આચાર્ય ભગવંતતો સાધ્વીજીઓના અગીયાર અંગોના સ્વાધ્યાય થકી જ જ્ઞાની બની ગયા હતા જે ઘટના દર્શાવે છે કે સાધ્વીસમુદાયમાં અગીયાર અંગ સુધીનો અભ્યાસ સુંદર રીતે ચાલતો હતો. સાધ્વીઓના અધિપતિની જ નિશ્રાવર્તી શ્રમણીઓને આલોચના પ્રદાન કરતા હતા, તેવી પણ ઐતિહાસિક નોંધ છે. શણગાર અને શ્રૃંગારત્યાગી આ આર્યાઓમાં તપત્યાગ, સહનશીલતા નમ્રતા વગેરે સાથે પ્રતિબોધકતા ગુણ પણ ગૌરવવંતો ગુંજતો હતો તેથી વિશિષ્ટ પ્રભાવિકા સાધ્વીઓ થકી અન્યના જીવનમાં જાગૃતિ-પરિણતિ વિકસી હોય તેવા દ્રષ્ટાંતો નોંધપાત્ર જાણવા જેવા છે. જેમ કે સાધ્વી બ્રાહ્મી-સુંદરીના ઉપદેશથી બાહુબલી જેવા મહારથી મુનિ માનમુક્ત બન્યા હતા. સાધ્વી રાજીમતીના સદુપદેશથી રથનેમિ પતન પામતા બચ્યા હતા. પદ્માવતી આર્યાના કારણે પિતાપુત્ર દધિવાહન અને કરકંડુની યુદ્ધ ખણજ નાશ પામી હતી. સુવ્રતાએ પિતા-પુત્ર નમિરાજા અને ચંદ્રયશાને લડતાં અટકાવ્યા હતા. અરણિકમુનિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720