Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 686
________________ ૬૭૪ વિશ્વ અજાયબી : છે. નવી પેઢી અને જૂની પેઢીના માનસિક અંતર વચ્ચે જાણે અપૂર્વ સેતુ સમાન છે. સ્થાનકવાસી શ્રમણીવૃંદ તો આ ચિંતનિકા વાંચીને એટલી બધી પ્રસન્નતા દાખવે કે, જો બહેન મહારાજ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કાંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. ઔદાર્યથી યુક્ત, સંકુચિત ધારાથી મુક્ત સાધ્વીવર્યાએ પોતાના શ્રમણી વૃંદમાં જ્ઞાનપ્રદાન અને સુંદર સંસ્કાર દ્વારા સહુમાં રહેલી શક્તિને ખૂબ પ્રોત્સાહિત કરી છે. કોઈ જ્ઞાનમાં આગળ હોય, તો કોઈ સેવાધર્મમાં; કોઈ તપમાં રૂચિ રાખે, તો કોઈ જાપમાં; કોઈ કાવ્ય રચે, તો કોઈ કથા; કોઈ ગાવામાં શોખ કેળવે, તો કોઈ બાલસાધ્વીથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ રુચિને સુંદર રીતે સંયોજિત કરી એટલું સુંદર આયોજન કરે કે સહુને લાગે કે, અહો! બહેન મહારાજે કેવી કૃપા કરી કે આજે આ સુંદર લાભ મળ્યો! છ'રી પાલિત યાત્રાસંઘ હોય કે જિનભક્તિ મહોત્સવ હોય; ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય; સામૂહિક તપ હોય કે પછી વિશાળ સંખ્યામાં સમૂહ સામયિક હોય; જિન શાસનને સંલગ્ન કોઈ પણ કાર્ય હોય તો તેમાં પૂજ્યશ્રીની આયોજનશક્તિ ઝળકી ઊઠે જ. એક વાર ધર્મકાર્યમાં જોડાયેલ આત્માને સુંદર ધર્મકાર્ય કર્યાની એટલી બધી અનુમોદના થાય કે ફરી ફરી તે ધર્મકાર્ય માટે ઉત્સાહી રહે! લોકો કહે કે, “બહેન મહારાજ! આપે એટલું સુંદર આયોજન કર્યું કે અમને લાગે છે કે અમારું વાવેલું બીજ મોતી બનીને ઊગ્યું!” પૂ. બહેન મહારાજનું હૃદય એટલું કરુણાસભર કે કોઈનું પણ દુઃખ જોઈને દ્રવી ઊઠે. જીવનના અટપટા પ્રશ્નોમાં ગૂંચવાયેલ માનવી માર્ગદર્શન માંગે તો પૂજ્યશ્રીના મીઠા બોલ સંતપ્ત હૃદયને શાંતિ આપે. ખંભાતના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૦૮ માસક્ષમણ થયાં. પૂ. ગુરુદેવની તબિયત તો નાજુક હતી જ. તપસ્વીને કાંઈ પણ અશાતા થાય કે તુરત જ બહેન મહારાજ તપસ્વીના ઘેર જઈ શાતા પૂછે. તપસ્વીના ભાવને સમજી યથાયોગ્ય આગળ વધારે. અશાતા દૂર કરવાના ઉપાયો જણાવે. પૂ. બહેન મહારાજનો અથાગ પરિશ્રમ જોઈ, તેમના હૃદયની કરુણા નિહાળી, દુઃખી જીવો પ્રત્યેની હમદર્દી જોઈ, આ સર્વ જીવોને ધર્મમાર્ગે જોડી દેવાની પ્રબળ ભાવના નીરખી સર્વનું દિલ અહોભાવે ઝૂકી જાય. જૈન સાધુજીવનની આચરણા કે જૈનધર્મની પરિભાષાને નહીં સમજનાર તો કહે, આ તે બહેન મહારાજ છે કે દુઃખીજન-વત્સલ મધર ટેરેસા છે ! જપ-ધ્યાન-આરાધના : વિ. સં. ૨૦૧૩થી પૂ. બહેન મહારાજે પોતાના જીવનમાં પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ભક્તામર સ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા શાસનપ્રભાવક પૂ. આ. દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રભુ પાર્શ્વનાથ તથા અધિષ્ઠાયિકા પદ્માવતી માતાનું આરાધન કર્યું છે. નવકાર મંત્રના પાંચે પદનો કરોડોની સંખ્યામાં શ્રીસંઘ સાથે સિકંદરાબાદમાં જાપ કરેલ-કરાવેલ છે. મુંબઈમાટુંગામાં ચાતુર્માસ દરમિયાન, એવી જ રીતે “ૐ હીં નમઃ”નું આરાધન કરેલ-કરાવેલ છે. ભરૂચમાં પણ તેઓશ્રીના માર્ગદર્શનથી તેમના સાધ્વીછંદે એક કરોડ જાપ તેમ જ વિશિષ્ટ આરાધન કરેલ–કરાવેલ છે. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની અસીમ ગુરુકૃપા પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિઃસીમ આશિષધારા અને પૂ. ગુરુબંધુ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાધારા ઝીલતાં નિરંતર ત્રણ પાટ-પરંપરાના શાસનપ્રભાવક ગુરુભગવંતોની ગુર્વાજ્ઞાને શિરસાવંદ્ય કરી રહેલ પૂ. વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) વર્તમાન સાધ્વીછંદમાં એક શ્રેષ્ઠ શ્રમણીરત્ન છે. તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી અહંતપદ્માશ્રીજી, શ્રી પરમપદાશ્રીજી, શ્રી વસુપબાશ્રીજી, શ્રી પાર્શ્વયશાશ્રીજી, શ્રી દિવ્યયશાશ્રીજી, શ્રી જીતયશાશ્રીજી, શ્રી શીલયશાશ્રીજી આદિ છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભરી કોટિશઃ વંદના! સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720