Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 675
________________ જૈન શ્રમણ પાઠશાળા, (૬) શ્રી સેટેલાઈટ શ્વે. મૂ. જૈન સંઘ અમદાવાદમાં યુવાનો-વડીલોની પાઠશાળાનો શુભારંભ થયો છે. જેઓશ્રી દ્વારા (૧) શ્રી કુલક સમુચ્ચય (મૂળ, (૨) શ્રી કુલક સમુચ્ચય (ભાષાંતર સહિત), (૩) શ્રી કુલક રત્નમાલા (પ્રતાકાર-ભાષાંતર સહિત), (૪) વાસવ વંદિત શ્રી વાસુપૂજ્ય (હિન્દી) (૫) આનંદદાતા શ્રી અભિનંદનસ્વામી (હિન્દી), (૬) સુરતરુ સરીખા સાહિબા (હિન્દી) (૭) સુમતિદાયક શ્રી સુમતિનાથ (હિન્દી), (૮) શાંતિકરણ શ્રી શાંતિનાથ (હિન્દી), (૯) શ્રી પાર્શ્વ ચિંતામણિ મેરો મેરો (ગુજરાતી) પુસ્તકોના સંકલન થયા છે. સૌજન્ય પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ગણિવર્ય મ.સા.ના સંયમપર્યાયના ૨૮મા વર્ષ (વિ.સં. ૨૦૬૫)ના મંગલકારી પ્રવેશની અનુમોદનાર્થે અ.સૌ. ગુણવંતીબેન વિજયકુમાર ખુશાલદાસ મેપાણી પુત્ર સુમિત, પુત્રવધૂ-કોમલ તરફથી. જૈનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. વિરાટ પ્રતિમા, યુવાનોના મહારાજ. સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્ન-સાગરજી ‘કચ્છનું કાશી’ ગણાતા કોડાય ગામનાં માતા ઝવેરબહેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમા પાનબાઈના સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમિસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કમ્પ્યૂટર, પત્રકારિત્વ, ટેલિફોનઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યો. કચ્છી સમાજના યુગદૃષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સોંપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા. Jain Education International ૬૬૩ પૂ. ગુરુવર્યોના સાન્નિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અદ્ભુત જાદુગર આ મુનિવર શ્રોતાઓની અદ્ભૂત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૨૭ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે; ૮૫ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા છે; યુવક શિબિરો, ભક્તિ{અનુષ્ઠાનો વગેરેનાં આયોજનો કર્યાં છે; ભારતના અનેકાનેક તીર્થોની યાત્રાઓ કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાનો છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિતો{લેખકો સાથેના સંપર્કો, ઘણા આચાર્યો, પદસ્થો અને મુનિવરો સાથેના આત્મીય સંબંધો તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. હાલ છેલ્લા બે વર્ષથી ૧૨૫૦-૧૨૫૦ની સંખ્યામાં ભર ઉનાળે વેકેશનનો સદ્ઉપયોગ કરાવી બાળકો-યુવાનોની શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરાવી સમગ્ર જૈન સંઘમાં એક ઇતિહાસ રચી દીધો છે. ૯૯ યાત્રા દ્વારા હજારોના ઘરોમાં શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યા છે. પ્રત્યેક વરસે ઓપન બુક એક્ઝામ ગુણસાગરસૂરિની સ્મૃતિમાં ગુરુતત્ત્વ વાચનાસત્ર, લગ્ન અને સગાઈઓમાં રાત્રિભોજન ન કરાવવા અભિયાન તેમજ ડોંબિવલી, ભાયંદર, વસઈ અને ઘાટકોપર ચાર સ્થળે પ્રત્યેક મહિને ગુણસિન્ધુ સાધર્મિક વાત્સલ કેન્દ્ર દ્વારા ઉત્કર્ષ ભક્તિનો ૨ગ રાખ્યો છે. આઠ-આઠ શિષ્યોના પરિવારથી પરિવરેલા આ ગચ્છ ગૌરવપ્રવચન પ્રભાવક મુનિવર દેવરત્નસાગરજી મ. શાળા-કોલેજો, જેલો, વકીલ-ડોક્ટર-વેપારીનાં મંડળો વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકોનાં જીવનમાં પરિવર્તન સાઁ છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના! શ્રાવકભક્તોના સૌજન્યથી સંયમપ્રેમી પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. (ડહેલાવાળા)(સપરિવાર સંયમના માર્ગે) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાનો વિનાનું નાનકડું ગામ રવેલ.....તેમાં વસે જૈનધર્મના રંગથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720