Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 670
________________ ૬૫૮ થનાર વિભૂતિનો જન્મ થાય છે. મહારાષ્ટ્ર દેશની પાવનધરા દારવ્વા (મોતીબાગ) ગામમાં પુણ્યશાળી કોઠારી પરિવારમાં પિતાશ્રી ધનરાજભાઈ તથા માતુશ્રી સુકનકંવ૨બહેનની કુક્ષીએ વિરલ અને ઉત્તમ ગુણ વૈભવ સાથે કોઈ દિવ્યભૂમિમાંથી એક તેજસ્વી તારલાએ જન્મ ધારણ કર્યો. મોહરાજાને જીતવા માટે જાણે પરાક્રમી બળવાન ન હોય તેવું લાગતું હતું તેથી તેમનું નામ માતા-પિતાએ બળવંતરાજ પાડ્યું. માતાપિતાએ સુસંસ્કારોનું સિંચન કર્યું. બાલ્યવયથી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના અહોભાવને કારણે ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. જેમની વાણી-વર્તન અને વિચારોમાં નમ્રતા, સરલતા, ન્યાય, નીતિ, પ્રમાણિકતા અને સમભાવના દર્શન થતાં નામ પ્રમાણે ગુણોને શોભાવતા હતા. બાલ્યવયથી જ વૈરાગ્યની ભાવના હતી, ભોગાવલિ કર્મના ઉદયે, ફુટાણાનિવાસી, રેદાસણી પરિવારના તુલછાબેનની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નને દિવસે અજવાળી પાંચમ હોવાથી તેમના નિયમ મુજબ ચોવિહારો ઉપવાસ કર્યો. કંસાર પણ મોંમાં ન લીધો. નિયમમાં અડગ હતા. વર્ષો પર વર્ષો વીતવા લાગ્યા અને જલકમલવત્ સંસારસુખો ભોગવતાં તેમના દામ્પત્યથી ચાર પુત્રો ને બે પુત્રીરુપ પુષ્પો પ્રગટ્યા. પ્રથમ પુત્રીનો જન્મ થતાં પહેલાં જ લક્ષ્મીદેવી રુમઝુમ કરતાં આવ્યા અને બોલ્યા કે હું તારે ઘેર અવતરું છું એમ કીધું ને ચાર કલાક પછી ઇંદિરા (અમીરસાશ્રીજી)નો જન્મ થયો અને છેલ્લે એક નાની દીકરીનો જન્મ થયો. અરુણા (હાલ રાજરત્નાશ્રીજી) તરીકે સંયમયાત્રામાં વિચરી રહ્યા છે. બલવંતરાજને વર્ષોથી ચારિત્રની ભાવના હતી અને વ્યાખ્યાનના રસિયા હતા. સ્વધર્મને સાચવવા માટે સંસારમાં ૫૦ વર્ષ રહ્યા પછી બલવંતરાજે પ્રથમ ઇંદિરા પોતાની દુકાને ન્હાવાનો સાબુ લેવા બાપા પાસે ગઈ. ત્યારે બાપાએ પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે? તો દીકરીએ હા કહી. તુરત જ ત્યાંથી બારોબાર મુંબઈ સાધ્વીજી મ.સા. પાસે ભણવા મોકલી. ૧૫ દિવસમાં તો ઇંદિરાને પૂર્ણ વૈરાગ્ય થઈ ગયો. ઘેર આવી પણ વૈરાગ્યપુષ્ટ થવાથી તેને સંયમજીવન બાલ્યવયમાં સ્વીકાર્યું. ત્યારબાદ એક પુત્રને સંયમની વાટે ૮ વર્ષની વયે વિદાય આપી, ત્રણવર્ષ પછી બલવંતરાજભાઈ-તુલછાબહેન, ત્રણ દિકરા અને એક દિકરી તથા તેમના ભાઈની બે દિકરીઓ બધાએ સાથે ૧૦ આત્માએ સહકુટુંબ સંયમ સ્વીકાર્યું. બલવંતરાજભાઈ પ. પૂ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી Jain Education Intemational વિશ્વ અજાયબી : પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ વીરવિજયજી મ.સા. નામે જાહેર થયા. ચારિત્રગ્રહણ બાદ, ગુજરાત, મહારાષ્ટ્ર, M.P., સૌરાષ્ટ્ર આદિ દેશોમાં વિચરી પોતાના કુટુંબના ૧૭ સભ્યોના દીક્ષાના કારણભૂત બન્યા. દાદાની ૫૫૦ યાત્રા કરી. પુરિમટ્ટના એકાસણા સાથે પાલિતાણામાં ૨૦ વર્ષ સુધી શત્રુંજયની ગોદમાં ખૂબ સુંદર આરાધના કરી. તળેટી વહેલા જઈને બેસી જાય અને દરેક યાત્રિકોને વાસક્ષેપ નાખે અને મોક્ષમાં જાઓ એક જ વાક્ય બોલે. તેમના જીવનમાં ક્યારેય ફરીયાદ ન હતી. શૂરવીર અને બાહોશ હતા. સિંહગર્જનાના સ્વામી હતા. છેલ્લે તબિયતની પ્રતિકૂળતા હોવાથી પ.પૂ.આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તેમના દિકરા મ.સા. પ.પૂ.આ.દેવશ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પાસે ૧૦૮ પાર્શ્વનાથ શંખેશ્વર મુકામે લઈ ગયા. ત્યાં પર્યુષણના બીજા જ દિવસે દીકરા મ.સા.ના મુખે નવકારમંત્ર સાંભળતા હાથમાં નવકારવાળી ગણતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૩૬ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૬ વર્ષની ઉંમરે સુંદર સંયમ જીવન પાળી સ્વર્ગે સિધાવ્યા. ગુણ અસીમ આપના કેમ ગાવા, સૌની એક સુરાવલી શબ્દો નથી જડતા, ગુરુવર કેમ અર્દુ શ્રદ્ધાંજલી સૌજન્ય : શ્રી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી મોરબીનિવાસી (હાલ-મદ્રાસ) તરફથી पंन्यास प्रवर अपराजित विजय जी गणिवर्य श्री पंन्यास प्रवर अपराजित विजय जी का सांसारिक नाम अशोककुमार था। वैसे तो बचपन से ही दीक्षा की भावना थी किन्तु अनुकूल संयोग नहीं मिलने के कारण व्यवहारिक शिक्षण में B.Sc. ઝી પાડું ર રહે થે। પુસ समय अनेक जीवन में घटित घटना से तथा खूब वैराग्य से प्रेरित होकर पराक्रम से दीक्षा ली थी। शिक्षण प्राप्ति के समय उनके मातृश्री मृगावतीबेन की तबियत अत्यंत गंभीर हो गई थी व उन्हें मुंबई हॉस्पिटल में भर्ती कीया गया था । मातुश्री ની છ મહિના હોમમેં (unconcious) હોને સે આવા आचार्य हेमचंद्र सूरीश्वरजी म.सा. को अपनी माताजी को For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720