________________
જૈન શ્રમણ
આજીવન પૂજ્ય ગુરુદેવશ્રી સાથે રહીને અખંડ સેવા બજાવનારા મુનિશ્રીએ શિવગંજ, વિલેપાર્લા ઇસ્ટ, વડોદરા, પિંડવાડા, અમદાવાદ મુકામે “દિવ્યદર્શન શાસ્ત્ર સંગ્રહ' જેવા વ્યવસ્થિ જ્ઞાનભંડારની ગોઠવણ કરીને અપૂર્વ શ્રુતભક્તિ બજાવી છે.
અમદાવાદ-પંકજ સોસાયટીમાં આ. ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિરનાં કાર્યમાં પૂજ્યશ્રીનું માર્ગદર્શન અને પ્રેરણા મુખ્ય હતી.
શાસનદેવ પૂજ્યશ્રીને ગ્રંથ સંપાદનમાં તથા શાસનપ્રભાવક કાર્યોમાં આગળ વધે એવી પ્રેરણા પૂરી પાડે. સૌજન્ય : અર્હદ ધર્મપ્રભાવક ટ્રસ્ટ, પ્રાર્થનાપીઠ, ૧૭-ઈલોરાપાર્ક સોસાયટી, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩
પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજ
હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની–નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબહેનની કુક્ષિએ થયો હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ ‘કેશુ' હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભોજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિલ્લા પર આવ્યો નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની દૃષ્ટિ પડી ગઈ. આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને લોનાવાલા (મહારાષ્ટ્ર)માં સેંકડો હાલારીઓ તથા અન્ય જૈનોની હાજરીમાં દીક્ષા-પ્રસંગ ઊજવાયો અને વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી વજ્રસેનવિજયજી નામે ઘોષિત કરાયા.
ક્ષયોપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગોખવી તેમને મન રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બોલી જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા તપસ્વી વયોવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથોસાથ વ્યાકરણ
Jain Education International
૬૪૭
છ હજારી, કાવ્યકોષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લોકપ્રકાશ ચાર ભાગ, વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ત્રિષષ્ઠિદશપર્વ, કુમારપાલચરિત્ર, સંવેગ રંગશાળા, સમરાઈચ્ચ કહા, પાર્શ્વનાથચરિત્ર આદિનો અભ્યાસ કર્યો તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારીભદ્રીય અષ્ટક, ષોડશક, સિંદુર પ્રકરણ, કુલકો, અભિધાન ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ આદિનો વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણી જ જોવા મળે છે. તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ. અધ્યાત્મયોગી પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની આંતર્બાહ્ય સેવાભક્તિ-વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકોના જોવામાં આવતું અને તેથી તેઓશ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લોકોમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં જવાબદારી સંભાળવાનો અવસર આવી પડતાં તેમના વિશાળ જ્ઞાનનો પરિચય થવા લાગ્યો ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બોલે છે અને અનેરી છટાથી બોલે છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનો, ચિંતનો, લેખોનું સંપાદન કરી પ્રકાશન કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે.
સૌજન્ય : રતિલાલ દેવશી ગુટકા, મોટા લખીયાવાળા, હાલ વાપી હ: હરેશભાઈ તથા હિતેશભાઈ
નિસ્પૃહ વૈયાવચ્ચી અને તપસ્વી પૂજ્ય મુનિરાજશ્રી કુલભૂષણવિજયજી મ.સા.
રૂડો અને રૂપાળો, સંસ્કૃતિની આભાથી ઝળકતો અને ધર્માસંસ્કારોથી ઓપતો, સુંદર મજાનો સોરઠ દેશ. એમાં સિદ્ધગિરિજી જેવું શાશ્વત તીર્થ અને તેના જ અંગભૂત તથા તેની ટૂંકરૂપ ગિરનારજી તીર્થ. જેમણે આ તીર્થોની યાત્રા કરી એમનું જીવન સફળ. એવા આ ગિરનારજી તીર્થની સમીપમાં સુંદર મજાનું ‘મોટી-મારડ’ ગામ. સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટ તાબાનું એ ગામ. વસ્તી એની ભલી-ભોળી પરંતુ ધન-ધાન્યથી ભરપૂર અને આર્યદેશના સંસ્કારોથી સમૃદ્ધ એવા પાંચેક હજારની વસ્તીવાળા આ ગામમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું ભવ્ય શિખરબંધી દહેરાસર
For Private & Personal Use Only
www.jainelibrary.org