Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 666
________________ ૬૫૪ ૨૦૩૭માં કચ્છ-કોટડામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. * નાલાસોપારા, ડોંબીવલી-જામનગર તથા માંડવીના ચાતુર્માસો દરમ્યાન ૪ મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરોડો નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. કે જેને હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર’ વિગેરે ૯ લોકપ્રિય પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. છ'રીપાલક સંઘોમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુ આજ્ઞાથી ૨૭ સાધુ-સાધ્વીજીઓને છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્ર સમાસ આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. * વર્ધમાન તપની ૨૭ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્યતપનો પણ સુંદર સમન્વય સાધ્યો. * છ'રી સંઘ અનુમોદના શતક વિગેરે સંસ્કૃત શ્લોકબદ્ધ અનેક રચનાઓ પણ વિવિધ છંદોમાં કરી છે. કે તેજસ્વીતા પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ.સા., તપસ્વી પૂ. મુનિશ્રી કંચનસાગરજી મ. તથા નવ દીક્ષિત તપસ્વી પૂ. મુનિશ્રી અમ્યુદયસાગરજી મ. આદિ ૪ સુવિનીત શિષ્યો પૂજ્યશ્રીને સાધના તથા શાસન પ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. કે સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બદ ક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪-૪ છ'રીપાલક સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં સુંદર રીતે નીકળેલ. * બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી ભગવતી સૂત્રનાં યોગોહનપૂર્વક તા. ૭-૩-૧૯૯૧, સે. ૨u૪૭, ફાગણના પાલિતાણા મહાતીર્થ મળે, તપસ્વીરન, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે મુનિવરમાંથી ગણિવર બની શાસન, સંઘ, સમાજ અને ગચ્છની ઉન્નતિના અનેકવિધ શુભકાર્યોમાં પ્રેરણા-નિશ્રા તથા માર્ગદર્શનની સાથે આત્મસાધનામાં પણ અપ્રમત્તપણે આગળ ધપી રહ્યા છે. * સં. ૨૦૪૯માં અમદાવાદ (મણિનગર)ના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની પ્રેરણાથી નારણપુરા ચારરસ્તા પાસે ઉપાશ્રયનું નિર્માણ થયું અને સં. ૨૦૫૦નું ચાતુર્માસ પણ એ નૂતન ઉપાશ્રયમાં કર્યું. * સં. ૨૦૫૧માં સર્વપ્રથમવાર ગિરનારજી મહાતીર્થની ચતુર્વિધ સંઘ સહ સામૂહિક ૯૯ યાત્રા ૯૦ દિવસીય યશસ્વી આયોજન પણ ગણિવર્યની નિશ્રામાં થયું. વિશ્વ અજાયબી : કે સં. ૨૦૧૩માં શંખેશ્વરજી મહાતીર્થમાં ચાતુર્માસ દરમ્યાન, પૂજ્યશ્રી દ્વારા સંપાદિત “બહુરના વસુંધરા (ભાગ ૧ થી ૪) પુસ્તકના પ્રથમ બે ભાગમાં વર્ણવાયેલા વિશિષ્ટ કોટિના આરાધક રત્નોનું અત્યંત અનુમોદનીય બહુમાન ભા.સુ. ૧૫ના દિવસે ૫000 જેટલા ભાવિકોની હાજરીમાં, માલવભૂષણ, તપસ્વીરત્ન, પ.પૂ. આ.ભ. શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ગણિવર્યશ્રીની સંયુક્ત નિશ્રામાં યોજાયેલ. જેમાં ભારતના ૭ રાજ્યોમાંથી ૮૫ જેટલા ઉત્કૃષ્ટ આરાધકરત્નોનું બહુમાન થયેલ. સં. ૨૦૧૫માં ઉદયપુર (મેવાડ) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે થયેલ ભવ્ય ચાતુર્માસ દરમ્યાન ત્યાંના અચલગચ્છીય ૧૫૦ વર્ષ પ્રાચીન શ્રી ઋષભાનન સ્વામી ગૃહ જિનાલય તથા ઉપાશ્રયનું પૂજ્યશ્રીની પ્રેરણાથી પાયાથી સંપૂર્ણ જીર્ણોદ્ધાર શરૂ થયું અને સં. ૨૦૫૯માં નવનિર્મિત ૨ માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયની પ્રતિષ્ઠા તથા અતિથિગૃહ, ઉપાશ્રય, ભોજનાલય, વ્યાખ્યાન હોલ આદિથી યુક્ત ૪ માળના ભવ્ય અચલગચ્છીય જૈન ભવનનું ઉદ્ઘાટન જેઠ સુદિ પના ગણિવર્યશ્રીની પાવન નિશ્રામાં થયું અને તેમાં પ્રથમ ચાતુર્માસ પણ એ જ વર્ષે પૂજ્યશ્રીનું થયું. સં. ૨૦૧૬માં પાલિતાણા–કચ્છીભવનમાં ચાતુર્માસ દરમ્યાન અધ્યાત્મયોગી પૂ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૭ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ત્રણેકવાર પ્રવચન આપવાનો મોકો પૂજ્યશ્રીને મળ્યો. સં. ૨૦૫૭માં મુંબઈ-માટુંગામાં તપસ્વીરન, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ૮૨ દિવસીય ધર્મચક્ર તપની આરાધના પણ પૂજયશ્રીએ કરી. સં. ૨૦૫૮માં દહિસર પૂર્વ (મુંબઈ)માં અચલગચ્છ જૈન સંઘમાં વર્ષો બાદ પ્રથમવાર પૂજ્યશ્રીનું અવિસ્મરણીય આરાધનાપૂર્ણ યશસ્વી ચાતુર્માસ થતાં સંઘમાં દરેક ક્ષેત્રે અનેરી ધર્મચેતના જાગ્રત થતાં ત્યારથી દર વર્ષે સુંદર . ચાતુર્માસો થતા રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720