Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 639
________________ જૈન શ્રમણ અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે છે, માટે જ તેમનું નામ ‘કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે ! બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈનાં મોહ અને મમતાનો ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છભૂજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. ૨૦૨૬ના કારતક સુદ ૧૩ ને શનિવારનો શુભ દિવસ હતો. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમજ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૨૮-માં ‘પરભવનું ભાતું' નામના લોકભોગ્ય પુસ્તકના આલેખન-સંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાનો અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારો જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની સંખ્યા ૭૦ થવા જાય છે! ‘ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને ઘરે ઘરે પહોંચાડવા પોતાનાં અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી રહ્યા છે. ‘શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ' (સચિત્ર; પૃ. ૧૦૦૦) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત Jain Education Intemational ૬૨૭ સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ–સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણિ સાધર્મિક ફંડ, શ્રી ગૌતમ-નીતિ ગુણસાગરસૂરી જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કોષ અને અનેક જ્ઞાનભંડારો, મહા ઉજમણાંમહોત્સવો—છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંઘ, જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો વગેરેનો સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને યુવક મંડળો વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની સૂઝસમજનો લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી સંપાદન કરી છે. તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી “મહાનિશીથસૂત્ર’ સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, ‘ભગવતીસૂત્ર’ના યોગપૂર્વક સં. ૨૦૪૦ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા મુકામે ‘ગણિ’ પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ છે કે, ચોપાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરાં ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ ૩૦ વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીનો તપ-જપ પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યાં છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની ૧૦૮ યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ એમને ‘સાહિત્યદિવાકર’નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720