________________
૬૬
કીર્તિયશવિજયજીને શરૂઆતથી જ મળતો રહ્યો છે. આ યુગપુરુષના સાન્નિધ્યમાં રહી તેમને સહજ રીતે સિદ્ધાંતચુસ્તતા અને શાસનપ્રભાવકતાના પાઠો શીખવા મળી ગયા હતા અને
પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની અંતિમ માંદગીમાં મુનિશ્રી કીર્તિયશવિજયજીએ જે શુશ્રુષા કરી અને અંતિમ આરાધના કરાવી, તે તો ગુરુ-શિષ્યના સંબંધોના ઇતિહાસનું એક યાદગાર પ્રકરણ બની ગયું છે.
આચાર્યદેવ શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા જ્યારે બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ તેમની છાપ એક જિદ્દી અને તોફાની બાળક તરીકેની હતી. દીક્ષા અંગીકાર કર્યા પછી આ તોફાની સ્વભાવનું રૂપાંતર આત્મસાધનાના જંગમાં પરાક્રમીપણામાં થઈ ગયું હતું અને તેમનો જિદ્દી સ્વભાવ શાસ્ત્ર તેમ જ સિદ્ધાંતોની રક્ષા બાબતમાં અડગતામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ કારણે જ સિદ્ધાંતરક્ષાના અનેક પ્રસંગોમાં અસામાન્ય નીડરતા અને મક્કમતાનાં દર્શન તેમનાં વિચાર, વાણી અને વર્તનમાં થયા વિના રહેતાં નથી. સિદ્ધાંતરક્ષાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ દુઘર્ષણ બની જાય છે, તો શાસનપ્રભાવનાના પ્રસંગોમાં તેઓ હજારોની મેદનીનાં હૃદયને જીતી લેનારા હૈયાના હાર બની જાય છે. લોકોનાં દિલને જીતીને તેમનાં હૃદય સિંહાસન ઉપર રાજ કરવાની ગુરુચાવી જાણે તેમને પોતાનાં દાદાગુરુ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજા પાસેથી પ્રાપ્ત થઈ છે! આ કારણે જ તેમની પાવન નિશ્રામાં શાસનપ્રભાવના, સિદ્ધાંતરક્ષા અને તીર્થોદ્વારાદિ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળા જોવા મળે છે.
આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા સર્વતોમુખી પ્રતિભાના સ્વામી છે. એક બાજુ શાસ્ત્રાભ્યાસમાં ગજુ કાઢી તેમણે ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરે સાધુભગવંતોની વૈયાવચ્ચ બાબતમાં પણ નામના કાઢી છે. એક બાજુ પ્રવચનમાં પ્રભાવકતાના પ્રાણ પૂરનારા આ આચાર્યભગવંત બીજી બાજુ શાસ્ત્રોનાં સંશોધન અને સંપાદનમાં પણ મશાલચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આયુર્વેદ, હોમિયોપથી અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ઉપયોગ અનેક સાધક આત્માઓને તેઓ સમાધિ આપવા માટે કરે છે, તો શિલ્પશાસ્ત્રના નિષ્ણાત કક્ષાના જ્ઞાનનો ઉપયોગ તેઓ જિનમંદિરોનાં નિર્માણમાં અને તીર્થોના ઉદ્ધારમાં શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે કરે છે. કાયદાશાસ્ત્રના અભ્યાસનો
Jain Education International
વિશ્વ અજાયબી :
ઉપયોગ તેઓ શાસ્ત્રો અને સિદ્ધાંતોની રક્ષા માટે કરી રહ્યા છે, તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા તેઓ અનેક સાધક આત્માઓની મૂંઝવણો દૂર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આજે બાવન વર્ષની વયે તેમણે શાસનપ્રભાવકતા અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તે જોતાં આવનારા સમયમાં જૈનશાસનના ગગનમાં તેઓ સૂર્યની જેમ છવાઈ જશે, તેવી ભવિષ્યવાણી ભાખ્યા વિના રહી શકાતું નથી. પ્રવચનપ્રભાવકશ્રીજીએ વ્યાખ્યાનવાચસ્પતિશ્રીજીની સેવા અખંડ ૨૫ વર્ષ સુધી કરી, તેને તેઓ પોતાના જીવનનું શ્રેષ્ઠ ભાથું ગણે છે. તેઓના જીવનમાં વળી એક એ વિશેષતા છે કે, તેઓ અવારનવાર આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાને પોતાના જીવનઘડવૈયા અને પરોક્ષ ગુરુ તરીકે અંતરમનથી સ્વીકાર કરે છે. તેઓશ્રીની દીક્ષા અને પદપ્રદાન ઇત્યાદિ દરેક ઉપલબ્ધિ પિતા મુનિ ગુરુવર્યની સાથોસાથ પ્રાપ્ત થઈ છે.
આજ સુધીમાં આચાર્યશ્રીની નિશ્રામાં જીવદયાઅનુકંપા-સાધર્મિકભક્તિ અને દેવદ્રવ્ય આદિ અનેક ક્ષેત્રોમાં માતબર રકમ અનેક સગૃહસ્થો દ્વારા વાપરવામાં આવી છે, જેમાં આચાર્યશ્રીએ ઉપદેશ માત્ર એક જ આપ્યો હોય છે. વ્યક્તિગત કોઈને પણ પ્રેરણા કરી નથી.
અનેક ગુણોથી યુક્ત ચરણારવિંદમાં શતશઃ વંદના.
પ્રવચનપ્રભાવકશ્રીજીનાં
અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસમ્પન્ન
પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ
જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિને કારણે શાસનસેવાની ઘણી યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જૈનશાસનની
For Private & Personal Use Only
www.jainelibrary.org