________________
જેન શ્રમણ
|
૫૧૩
૫૧૩
श्रमणत्वमिदं रमणीयतरं - શ્રમણ-ઉપકરણનો પરિચય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
જૈન શ્રમણોના જીવનમાં ચારિત્રનાં ઉપકરણો મહત્ત્વનું સ્થાન પામ્યાં છે. મુનિના વેશને પણ એક અનોખો મહિમા અને એક અદ્ભુત માંગલ્ય વરેલું છે. એનું દર્શન કરાવતું આ મીની છતાં મર્મસ્પર્શી મૂલ્યાંકન પૂજયશ્રીએ ખૂબ જ સુંદર શૈલીથી આલેખ્યું છે. મુનિજીવનનાં મુખ્ય મુખ્ય ઉપકરણોય કેટલા બધા મહિમાવંતા છે એનું દર્શન થયા બાદ આવા ગણવેશ અને અને તેના ગુણોથી યુક્ત આ શ્રમણત્વ તો રમણીયતર છે, આવો અહોભાવભર્યો ધ્વનિ જગાવતો આ લેખ સૌએ વાંચવા, વિચારવા અને વાગોળવા જેવો છે. સૂચિત ઉપકરણો વિષે આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી સમુદાયના સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મ. જેઓ વર્ષોથી સરસ્વતી-સાધનામાં લીન છે, એ પૂજ્યશ્રીની તેજસ્વી કલમે લખાયેલો ઉપકરણો વિષેનો અભ્યાસ પૂર્ણ લેખ ખરેખર વાચન મનન કરવા જેવો છે. મુખ્યત્વે “કલ્યાણ'ના માધ્યમે પૂજ્ય લેખકશ્રી ચિંતનસભર જે સાહિત્યસામગ્રી શ્રી સંઘને પીરસી રહ્યા છે તેનાથી સૌ સુપરિચિત છે.
પૂજ્યશ્રીના સંયમજીવનનાં પંચાવન વર્ષમાં ૧૩૦ જેટલા પુસ્તકો ઉપરાંત અનેક ગ્રંથોનું સુંદર સર્જન થયું છે. તે શ્રુતપ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે. જ્ઞાનસમૃદ્ધ એવા પ્રજ્ઞાવંત પૂજ્યશ્રીને અમારી લાખ લાખ વંદના.
ના સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org