________________
૫૨૪
વિશ્વ અજાયબી :
સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉઘોષિત કરવામાં આવ્યા. પૂજયશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. વિ.સં. ૨૦૫૨ શ્રાવણ સુદ-૪ના શિવગંજ મુકામે સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પામનાર પૂજયશ્રીને કોટિશઃ વંદના:
ગુણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.
સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સંયમમગ્નતા
સાથે નિખાલસતાનો સુભગ સંયોગ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવો ભાગ્યે જ બીજે જોવા મળે. એક વાર તેઓશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતું નહીં. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૮ના અષાઢ વદ ૮ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના સળંબર ગામે થયો હતો. પિતા કસ્તુરચંદજી અને માતા કુંદનબહેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. ધર્મે દિગંબર જૈન હતાં. બાળક ચૂનીલાલ બાલ્યાવસ્થાથી જ સાધુવરોના પરિચયમાં આવવા માંડ્યા હતા અને એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કોડ જાગવા માંડ્યા હતા. અઢારમે વર્ષે ધંધાર્થે ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃત-સૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠ્યાં! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના માંડલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી બનીને ત્યાગના માર્ગે ડગ માંડ્યાં.
પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવાભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાં કરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય અને આગમગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગર ગણિ પદ અને અમદાવાદમાં પંન્યાસ પદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ.આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક ઉપાધ્યાય પદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રનાં ચાર પ્રસ્થાનની આરાધના કરી. સં. ૨૦૨૦થી ૨૦૪૭ દરમ્યાન અનેક સ્થળોએ કરેલાં ચાતુર્માસ દરમ્યાન જિનબિંબોના તથા ગૌતમસ્વામી આદિ બિંબોના ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા, ઉપધાન તપ, શાંતિસ્નાત્ર,
સ્વામીવાત્સલ્યો, શિષ્યોને પદવી પ્રદાન પ્રસંગો ઊજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છ'રીપાલક સંઘો નીકળ્યા. વર્ધમાનતપની ઓળીના પારણાં-પ્રસંગો, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, અનેક ચતુષ્ઠાનો ભવ્ય રીતે ઊજવાયા.
વિ. સં. ૨૦૪૮નું ચાતુર્માસ જામનગર અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો તથા આરાધનાઓથી ધમધમતું થયું. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ ભાવનગર થયું. ચાતુર્માસ બાદ શિહોરથી શા. વર્ધમાનભાઈ થોભણના શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં નીકળેલા સંઘમાં ગયા. ત્યાંથી વિહાર કરી કદંબગિરિ તીર્થમાં લાકડાવાળા દેરાસરમાં શ્રી સીમંધરસ્વામી ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પ્રસંગે ગયા. વિ. સં. ૨૦૫૦નું ચાતુર્માસ પાલિતાણામાં કેસરિયાજી- નગરમાં ખૂબ ઠાઠમાઠથી થયું. ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા ભવ્યતાપૂર્વક ભણાવાઈ.
સં. ૨૦૫૨નું ચાતુર્માસ અમદાવાદ પાંજરાપોળ થયું. ચાતુર્માસ બાદ કારતક વદમાં જૈનનગર, પાલડીમાં આચાર્ય પદ-પ્રદાન તથા દીક્ષાનો મહોત્સવ શરૂ થયો. માગસર સુદ૬ના પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજીની આચાર્ય પદવી તથા ભાઈ જિતેશ ચંદુલાલ સુરેન્દ્રનગરવાળાની દીક્ષાનો મંગલમય પ્રસંગ ચિરસ્મરણીય બની રહે તે રીતે ઊજવાયો. નૂતન દીક્ષિતનું નામ મુ. જગચ્ચન્દ્ર વિજય રાખવામાં આવ્યું. અનેકવિધ વિશિષ્ટતાઓથી સભર એવા આ મહોત્સવથી લોકો ઘણાં પ્રભાવિત થયાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org