________________
જૈન શ્રમણ
શ્રમણોપાસકો અને શ્રાવકો
દેશવિદેશ સુધી જિનશાસનની જયવંતી ધજા-પતાકા ફરકાવવા રાજા સંપ્રતિએ જે બીડું ઝડપ્યું હતું તે મહામર્યાદાઓ પાળતાં સાધુ-સાધ્વી ભગવંતો માટે શક્ય નથી. રાજા કુમારપાળ અથવા મંત્રી વસ્તુપાળ-તેજપાળ વગેરેના કારણે જ તે તે સમયે જિનશાસનની ગિરમા-ગૌરવ વધારવાનું શ્રમણો માટે શક્ય બન્યું હતું.
આલેખક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી)
સંવેગી સાધુ-સાધ્વીઓને સમાજ આજસુધી માન-સન્માન આપતો રહ્યો છે, તેમના પડતા બોલ ઝીલી વિવિધ પ્રકારે લાભ પામી રહ્યો છે. પરમાત્મા દેવોની ગેરહાજરીમાં પણ તીર્થંકરનું શાસન સ્વયંભૂ ધર્મારાધના કરી-કરાવી રહ્યું છે, તેમાં મૂળ કારણ છે ભગવંતે જીવંત અવસ્થામાં સ્વયં કરેલ સાધનાઓનો સચોટ પ્રભાવ તથા તેથીય વધીને બહુ જ વ્યવસ્થિત રીતે કરેલ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના.
જેમ સાધુઓ માટે પ્રભુજીએ સામાચારીઓ પ્રકલ્પી છે તે જ પ્રમાણે ગણધર-શાસ્ત્ર અને ગીતાર્થો મારફત શ્રાવકજીવનના આચાર-વિચાર માટે પણ ઉત્તમ પ્રરૂપણાઓ કરી છે.
૫૭૫
શ્રમણો સાથે સીધો જ સરળ સંબંધ ધરાવતા શ્રમણોપાસકો વિશે સંક્ષેપભાષામાં પરિચય આપી રહ્યા છે પ.પૂ.પંન્યાસ જયસોમવિજયજી મ.સા.ના શિષ્ય તથા સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય જ્ઞાનોપાસક ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી).
Jain Education International
લેખનાં પાત્રોનાં જીવન-ચરિત્ર વિસ્તારથી વાંચવા-અવગાહવા જેવાં છે. અત્રે ફક્ત તેમને ઓળખવા ઇશારો કરીને જ ધન્યતા અનુભવીએ છીએ. —સંપાદક
વૈશાખ સુદ ૧૦ એટલે મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ અને સુદ ૧૧ના પરમાત્માએ ઉગ્ર વિહાર કરી અપાપાપુરી પધારી ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. કરુણાવંત ભગવંત જાણે છે કે બધાય જીવો સંયમ લેવાનું સત્વ ફોરવી ન શકે તે માટે સાધુ-સાધ્વીની ઉપાસના-વિશ્રામણા કરી કર્મો ખપાવવાં અને શ્રમણોપાસક-પાસિકા બની ચારિત્રમોહનીય ચૂરવા તેઓશ્રીએ શ્રાવક-શ્રાવિકાને પણ પોતાના શ્રીસંઘમાં લીધાં છે છતાંય નોંધપાત્ર છે કે જિનશાસન શ્રમણ-પ્રધાન છે, ગૃહસ્થપ્રધાન નહીં, પુરુષપ્રધાન છે સ્ત્રીપ્રધાન નહીં.
ધનસાર્થવાહ શ્રમણોની સેવા-ભક્તિથી જીવાનંદ
વૈઘરાજના ભવમાં વૈયાવચ્ચ કરી દીર્ઘ આયુષ્યમાન તીર્થંકર આદિનાથ બન્યાં હતા. શ્રીષેણ રાજા પણ સાધુસત્સંગથી અંતિમ ભવે શાંતિનાથ ભગવાન બન્યા. વર્મરાજામાંથી ચંદ્રપ્રભુ અને શિવકેતુ રાજા શ્રમણોપાસક બની કેવી રીતે મુનિસુવ્રતસ્વામીજી બન્યા તે ઇતિહાસ જાણવા જેવો છે. અજૈનકુળમાં જન્મેલ નયસારનો જીવ એક જ દિવસની ઉત્કૃષ્ટ ભક્તિ-વિશ્રામણા કરી ૨૭મા ભવે તીર્થંકર મહાવીર બની શકે કે શ્રીપાળ-મયણા જેવા જીવો ગુરુદેવોના માર્ગદર્શનથી સિદ્ધચક્રની આરાધના કરી છેક નવમા દેવલોકે જાય અને નવમા ભવમાં મુક્તિને પણ સંયમગ્રહી વરી જાય તે બધોય પ્રભાવ શ્રમણોપાસક બનીને પણ ધર્મારાધનામાં પ્રગતિ સાધવાનો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org