________________
જૈન શ્રમણ
(૯) કુંડકૌલિક શ્રાવક : પુષ્પા નામની પત્ની સાથે આ ધનાઢ્ય ગૃહસ્થે પ્રભુ વીરને પામી જે પ્રમાણે સંસારનો મોહ ઘટાડવા અણુવ્રતો ઉચ્ચર્યાં તે જ પ્રમાણે અન્ય આશ્રિતોએ પણ અનુસરણ કર્યું હતું. શ્રાવકધર્મ સુખેથી પાળી તેમનો આત્મા પણ દેવગતિ વર્ષો અને આગામી ભવમાં મહાવિદેહક્ષેત્રથી મુક્તિને વરશે.
(૧૦) શકાલપુત્ર કુંભાર શ્રાવક : પોલાશપુરના વતની આ શ્રાવકને તેની પત્ની અગ્નિમિત્રા સાથે ભગવંતે પ્રતિબોધ કર્યો તે પૂર્વે તે શ્રમણોપાસક ન હતો, પણ ગોશાલાનો ઉપાસક હતો. કોઈ દેવે તેને દેવવાણી દ્વારા સાંકેતિક ભાષામાં ભગવંતના આગમનની વાત કરી મિથ્યામત છોડાવ્યો હતો. વેપારથી કુંભાર હોવાથી પ્રભુજીને શિષ્ય પરિવાર સાથે ઘડા, પીઠ, ફલક વગેરે પ્રતિલાલ્મેલ હતાં.
(૧૧) મહાશતક શ્રાવક : આ શ્રાવકને તેર પત્નીઓ હતી પણ તેમાંથી ૧૨ પત્નીઓને શ્રીમંત ઘરની રેવતી સ્ત્રીએ ઝેર આપી કે કામણટુમણથી મરણ-શરણ કરેલ, જ્યારે ચાલુ પૌષધમાં મહાશતકને રેવતીએ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા ત્યારે તેને લગીર ક્રોધ આવી ગયેલ તેની ક્ષમાપના કરતાં તેણે આરાધનાબળે દેવતિ પામી હતી, રેવતી છઠ્ઠી નરકતિ પામેલ.
(૧૨) નંદિનીપિતા શ્રાવક : તેઓ શ્રાવસ્તીના શ્રેષ્ઠી હતા. આનંદ શ્રાવક જેટલા જ ઋદ્ધિસંપન્ન હતા. જ્યારે પ્રભુજી નગરના કોષ્ટક નામના ઉપવનમાં સમવસર્યા ત્યારે તેમના શ્રીમુખે પ્રથમ દેશના સુણતાં જ પ્રતિબોધ પામેલા તેઓ તથા તેમનાં ધર્મપત્ની અશ્વિનીએ શ્રાવકોચિત વ્રત લીધાં. જીવનભર સુંદર રીતે પાળ્યા અને અંતે દેવલોકે સિધાવ્યા હતા.
(૧૩) લાંતકપિતા શ્રાવક : ફાલ્ગુની નામની સ્ત્રી સાથે જેઓ તે જ શ્રાવસ્તીપુરીમાં રહેતા હતા, તેમણે પણ ભગવંત પાસે સામે ચડી વ્રત-નિયમ અંગીકાર કર્યાં અને ધનવાનમાંથી ગુણવાન બન્યા, ઉદારતા, સરળતા અને નિરાભિમાનિતા વગેરે ગુણોથી તેમનો હળુકર્મી આત્મા દશેય મહાશ્રાવકોની જેમ એકાવતારી દેવ બની સુખી થયો છે.
(૧૪) પુણિયો શ્રાવક : જે પરમાત્માની સ્તુતિ દેવેન્દ્રો-રાજેન્દ્રો કરે તે ભગવાન એક સામાન્ય ગણાતા પુણિયા શ્રાવકની પ્રશંસા ભર્યા સમવસરણમાં એટલે કરે છે કે તેની પાસે નીતિનું ધન હતું, શુદ્ધિ સાથેનું સામાયિક હતું, સાથે ઉત્કટ
Jain Education International
૫૭૭
કોટિની સાધર્મિક ભક્તિ સાથેનો તપ હતો. શ્રેણિક જેવા મગધાપતિ તેમના ઘેર ગયેલ હતા.
(૧૫) કામગજેન્દ્ર શ્રાવક : ભગવાન વીરના સમયકાળમાં થયેલ આ ગૃહસ્થને તેના દેવમિત્રે રાતોરાત મહાવિદેહવાસી સિમંધરસ્વામી પરમાત્માના સમવસરણમાં મૂક્યો અને ત્યાંની પર્ષદા અને પ્રજાનાં દર્શન કરાવ્યાં, ક્ષણો પછી પાછો દેવતાઈ સહાયથી પાછો વળ્યો ત્યારે તે અપરક્ષેત્રમાં વિચરણ સ્વપ્ન છે કે સત્ય તે પૂછવા પ્રભુ વીરને પ્રશ્ન કરેલ. એક જ ભવમાં બે તીર્થંકરોનાં દર્શન કરનાર છે.
(૧૬) જિનદાસ શ્રાવક : મથુરાપુરીનિવાસી આ શ્રાવકે પશુ-પંખી રાખવાના ત્યાગ સાથે અનેક વસ્તુ ત્યાગી પરિગ્રહ-પરિમાણ કરેલ. પર્વ તિથિનાં પૌષધ-ઉપવાસ કરનાર આ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકાએ એક ગોવાળ તરફથી પરાણે અપાયેલ બે વાછરડાનું જતન જીવદયાના ભાવથી કરી તેમના મરણ સમયે નવકાર સુણાવી સમાધિ આપેલ. બળદો મરી કંબલ-સંબલ નામના દેવ થયેલ હતા.
(૧૭) નાગસેન શ્રાવક : ચંડકૌશિક નાગને આઠમા દેવલોક સુધી ઊર્ધ્વ ગતિ પમાડી પ્રભુવીરે જ્યારે ઉત્તરવાચાળ ગામમાં પધારી પંદર ઉપવાસનું પારણું નાગસેન ગૃહસ્થને ત્યાં તેની ભાવભક્તિ સ્વીકારી કરેલ ત્યારે ‘અહોદાનંઅહોદાન'ની ધ્વનિ સાથે પાંચ દિવ્યો અને વસુધારા થયેલ. ચમત્કારને નમસ્કાર કરતો તે નાગસેન તે પછી સદા માટે જિનધર્મવાસિતબુદ્ધિ બની ગયેલ.
(૧૮) વાગુર શ્રાવક : પુરિમતાલ નગરના આ ગૃહસ્થને મલ્લિનાથ ભગવાનના મંદિરમાં જઈ બાધા-માનતા રાખવાથી વંધ્યા ગણાતી ભદ્રા નામની પ્રિયાથી સંતાનપ્રાપ્તિ પ્રથમવાર થવાના સંકેતરૂપ ગર્ભ રહ્યો. ત્યારથી બેઉ શ્રાવકશ્રાવિકા બની આવતાં-જતાં સાધુ-સાધ્વીઓની ઉપાસના કરવા લાગ્યાં હતાં. મંદિરનો જીર્ણોદ્વાર પણ કરાવ્યો અને કેવળજ્ઞાન પૂર્વે જ ભગવાન મહાવીરના પરિચયે શ્રાવક બનેલ હતો.
(૧૯) જીરણશેઠ શ્રાવક : પૂજાની ઢાળમાં જેનું નામ બોલાય છે તે જીરણશેઠે એવી ભાવના રાખેલ કે પ્રભુ ઉપવાસનું પારણું આવતીકાલે મારે ઘેર કરે. વિશાળાપુરીના આ શ્રાવકે એક-બે-ત્રણ-ચાર દિવસ નહીં પણ લાગલગાટ ચાર માસ સુધી પ્રભુની ઇંતેજારી કરી, છતાંય ભગવાને ૧૨૦ ઉપવાસનું પારણું જ્યારે અચાનક પૂરણ શેઠને ત્યાં કર્યું, ત્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org