________________
૫૫૬
અજાણ અને મૂઢમતિ એવો હું ઘોર-ભયાનક ભવાટવીમાં કેટલું બધું રખડ્યો?” (સૂત્ર ૬૭) જૈનશાસ્ત્ર આવા સાધકને સમજણ આપે છે “જે તીવ્ર કષાય (રાગ-દ્વેષ)ના આવેશવાળો છે અને મિથ્યાર્દષ્ટિને લીધે આત્મા અને દેહને એક સમજે છે. એ બહિરાત્મા છે.” આવા બહિરાત્માને એ ખબર નથી કે “રાગદ્વેષ કર્મનાં બીજ છે અને મોહ પણ કર્મનું ફળ છે. કર્મ જન્મમરણનું મૂળ છે અને જન્મમરણ એ જ ખરું દુઃખ છે.''
ભગવાન ગૌતમ બુદ્ધે સર્વમ્ વમ્ દુ:વમ્' દુઃશ્ર્વમ્ કહી દુ:ખને પહેલું આર્યસત્ય કહ્યું હતું. વૈદિક ધર્મ શાસ્ત્ર ડગલે અને પગલે સંસારની અસારતાની વાત કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપની સાબિતી કોઈ સંસારીને આપવી પડે તેમ નથી.
૨ સાધ્ય નિર્ણય
શ્રમણસૂત્ર પરમ પુરુષાર્થના પથપ્રદીપ સમું છે. આ પરમ પુરુષાર્થ એટલે મોક્ષ માટેનો પુરુષાર્થ. આથી સૂત્ર ૭૩માં જણાવાયું છે : “જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહીં માટે મોક્ષ પસંદ કરવા યોગ્ય કરે છે.” આમ મોક્ષ સાધ્ય બને છે.
આ સાધ્યને ભૂમિતિના પ્રમેય કરતાંય વધુ સચોટ રીતે અહીં ઇતિ સિદ્ધમ્ સુધી પહોંચાડવામાં આવ્યું છે. સરળ પ્રમેયની ભાષામાં સૂત્ર ૫૨ થી ૫૪ બંધનનું સ્વરૂપ વર્ણવે છે.
“સંસારી જીવને રાગ-દ્વેષ આદિનાં પરિણામ (સંકલ્પવિકાર) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કર્મોથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવા પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઇન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેને કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે. આ રીતે સંસારચક્રમાં જીવનું પરિભ્રમણ ચાલતું રહે છે. આ સંસારને જિનેશ્વરો અનાદિ-અનંત કહે છે, કુલ જીવરાશિના એક અનંતમા ભાગના જીવો માટે જ તે અનાદિ-સાંત બને છે.”
કર્મબંધન ભાવ અને આવેગ સાથે સંબંધિત છે. જે જે સમયે જીવમાં જેવા જેવા ભાવ જાગે છે તે તે સમયે તેવાં તેવાં શુભ-અશુભ કર્મો બાંધે છે.” આ કર્મસૂત્ર વિભાગ સાહિત્યિક ઉપમા પ્રયોજી કહે છે ‘ઝાડ ઉપર ચડતી વખતે માણસ પોતાની ઇચ્છાથી ચડે છે પણ પડતી વખતે એ પરવશ હોય છે. એમ લોકો કર્મ બાંધતી વખતે સ્વતંત્ર હોય છે પણ એ કર્મોનો ઉદય
થાય ત્યારે પરાધીનપણે તેનું ફળ તેમણે ભોગવવું પડે છે.”
Jain Education Intemational
વિશ્વ અજાયબી : જૈન કર્મદર્શન વિશિષ્ટ છે તેમાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ એમ બે પ્રકારનાં કર્મ વર્ણવ્યાં છે. દ્રવ્ય કર્મ એટલે કર્મનાં પુદ્ગલો અને ભાવકર્મ એટલે આત્માની સાથે એકમેક થયેલા એ પરમાણુમાં રહેલી આત્મામાં વિકાર વિકાર ઉત્પન્ન કરવાની શક્તિ.
હવે અહીં કર્મોથી નહીં લેપાવાના ઉપાય તરીકે જ્ઞાન અને દર્શનની જાગૃત અવસ્થારૂપ આત્માનું ધ્યાન સૂચવાયું છે, જેમાં જૈન ધર્મનું મનોવિજ્ઞાન-નીતિશાસ્ત્ર અને ધર્મદર્શન ત્રણેનો સમન્વય થયેલો જોવા મળે છે.
રત્નત્રય અર્થાત્ સમ્યક્ત્વ, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર
સાધકની સમજ સરળ બને એ રીતે જૈન ધર્મદર્શન મૂલ્યવાન રત્નત્રય વર્ણવે છે. આ છે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્ય. શ્રમણસૂત્ર ગ્રંથમાં સૂત્ર ૨૦૮ દ્વારા જણાવાયું છે કે “ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્ દર્શન છે. આગમોની જાણકારી સમ્યગ્ જ્ઞાન છે તથા તેવા જ્ઞાન આધારિત તપ આદિનું આચરણ એ સમ્યક્ ચારિત્ર્ય છે.” આ વર્ણન વિસ્તાર વ્યવહાર રત્નત્રયનો છે પણ નિશ્ચય રત્નત્રય મૂળ સાધ્યની વધુ સંક્ષિપ્ત સમજ આપે છે. સૂત્ર ૨૧૫ કહે છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર્ય આત્માના વાસ્તવિક ત્રણ ગુણ સ્વરૂપ છે. આમ આત્માનું આરાધન ધર્મ બને છે.
સમ્યક્ત્વ આત્મ સ્વભાવ કે સ્વરૂપ છે. આ સંદર્ભે ૨૨૬ થી ૨૩૦ સૂત્ર દ્વારા કહેવાયું છે. “વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો સમ્યક્ત્વના પ્રભાવ વડે મુક્ત થયા છે અને ભવિષ્યમાં મુક્ત થશે. સમ્યક્ત્વના આરાધક જળકમળવત્ જીવન વિતાવી છેવટે મુક્ત સ્થિતિ પામે છે.”
આત્મજ્ઞાનનો મહિમા કરતાં કહેવાયું છે. “આ અશુચિમય શરીરથી પોતાને(-આત્માને) વસ્તુરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાપકરૂપ જાણે છે તે સઘળાં શાસ્ત્રોને જાણે છે. (૨૫૫) વળી જે એક (આત્મા)ને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે. માટે હે મુમુક્ષુ! તું આ એક સ્વમાં જ લીન રહે; એમાં જ સંતુષ્ટ રહે. આમાંથી તું સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરીશ.” (૨૫૯)
આમ જૈન ધર્મ અનુસાર કર્મબંધનમાંથી મુક્તિ ત્યારે મળે છે કે દેહ અને જન્મના કારણરૂપ રાગદ્વેષમાંથી મન મુક્ત થાય, પણ આ મુક્તિ ત્યારે સંભવે જ્યારે દેહથી ભિન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org