________________
2
જૈન શ્રમણ
જૈન શ્રમણની લાક્ષણિકતાઓ
જૈન સાધુનું જીવન સાદું અને સીધું છે. તેમની વિવિધ લાક્ષણિકતાઓ ઉપરથી આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે. પાંચ મહાવ્રતો તેમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમિકતી ભવભીરુ, મોક્ષના અનુગામી અને અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. તેમનાં વિહાર, ગોચરી અને ઉપદેશદાન આદિ વિશેષ પ્રેરક રહ્યાં છે. શ્રમણજીવનની લાક્ષણિકતાઓ વિષે ટૂંકા લેખમાં પણ ઘણું કહેવાયું છે. લેખમાળા પ્રસ્તુત કરે છે જૈન સાહિત્યના સંશોધક અને લેખક ડો. વિન શાહ.
Jain Education Intemational
૫૬૯
ડૉ. કવિન શાહ જૈન સાહિત્યના સુષુપ્ત અને અપરિચિત વિષયોનું સંશોધન કરીને પ્રકાશન કરે છે. હરિયાળી લાવણી, જૈન પત્ર સાહિત્ય, જૈન સાહિત્યની ગઝલો હાલરડાં, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો વગેરેમાં સંશોધન કરીને પ્રકાશન કર્યું છે. તદુપરાંત આધ્યાત્મિક વિચારધારાને સ્પર્શતા લેખોનો
સંચય કરતાં ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારના બિલિમોરા જેવા નાનકડા ગામમાં નિવાસ કરીને સંશોધન દ્વારા અવનવી માહિતી પ્રગટ કરી છે. બારવ્રતધારી શ્રાવક તરીકે આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય અને મંત્રમાળા-મૂર્તિના સાંન્નિધ્યમાં જીવનનો કિંમતી સમય પસાર કરે છે. આ લેખમા જૈન શ્રમણની લાક્ષણિકતાઓનો પરિચય આપ્યો છે અને અંતે વિશેષ સંદર્ભસૂચિ આપી છે. શ્રમણ-જીવનની વૈવિધ્યપૂર્ણ વિગતો તેમાંથી જાણવા મળે છે અને જિજ્ઞાસુ વાચકવર્ગ પુસ્તકોના અધ્યયનથી વિશેષ માર્ગદર્શન મેળવી શકશે અને શ્રમણધર્મની મહત્તા-મહિમા અને શરણ દ્વારા આત્માને પરમ શાંતિ ને સમાધિ મળે એવી સ્થિતિ સર્જાય તેમ છે, વિશેષ માટે આ લેખ અવશ્ય વાંચવો.
—સંપાદક
For Private & Personal Use Only
—ડો. વિન શાહ
www.jainelibrary.org