________________
જૈન શ્રમણ
(૩૭) ચક્રવૃદ્ધિ વ્યાજ સમું વળતર : ચક્રવર્તી કે ઇન્દ્રની પદવી તે તો નવકારના પુણ્યનું પ્રારંભિક વળતર છે, પણ વિવેકીને તો મુક્તિથી ઓછું વળતર ચાલે તેમ નથી તેથી તે નવકાર જાપ પણ એટલો કરવો કે ભાવિમાં તેથી પોતાનો સંસાર છૂટે, સ્વયં સાધુપદમાં આવી સિદ્ધ બને.
(૩૮) ત્રાણમુક્તિ-ઉપાય : જન્મ, જરા અને મૃત્યુના ચક્કરમાં શારીરિક અને માનસિક ત્રાણ વારંવાર અનુભવનારે શાંતિથી કરેલો નવકાર જાપ ત્રાણ શરણ આપે છે અને સમાધિ બક્ષે છે. ગુણરત્નોની ખાણ જેવો નવકાર દિરદ્ર મનને તવંગર બનાવી તરબતર કરી દે છે.
(૩૯) લોકોત્તર શાસનને લોકોત્તર મંત્ર : જિનશાસનના બધાય સિદ્ધાંત લોકવ્યવહારની સીમા વટાવી શાશ્વત તત્ત્વોથી વિજય વાવટો ફરકાવનાર છે, તેમાંય શાશ્વત તત્ત્વ અને સત્ત્વભરપૂર મહામંત્ર નવકાર લૌકિક નહીં લોકોત્તર છે માટે લોકનો પાર મોક્ષ આપે છે.
(૪૦) મરણ સમયે શરણ : કોઈનાય મૃત્યુ પછી તેની સમતા-સમાધિ, ધર્મ પામી ગયાની પ્રશંસા થાય ત્યારે સ્વાભાવિક વિચાર આવી જાય કે તે જીવ મૃત્યુની પળોમાં નવકાર પામી પરલોક વાટે ગયો છે. અંત સમયે નવકારસ્મરણ જેવું કોઈ શરણ નથી.
(૪૧) સિદ્ધિ વચ્ચે અનાસક્તિઃ નવકારારાધકને નાની મોટી સિદ્ધિ-લબ્ધિઓ કે ઉપલબ્ધિઓ લાધે છતાંય જો તે સિદ્ધપદ સિવાયની કોઈ ખેવનામાં ન અટવાય અને મુક્તિનો પણ મોહ જ જે સૂક્ષ્મ લોભ કહેવાય છે તે ત્યાગી દે, તેની અનાસક્તિ શ્રેષ્ઠ આરાધનાનું લક્ષણ છે.
(૪૨) અસિઆઉસા : પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરોમાં અ-કેદમુક્તિ માટે; સિ=અશાંતિ મુક્તિ માટે, આઆકર્ષણ કે વશીકરણ કરનારો, ઉ=કર્મક્ષય માટે અને સા= તાંત્રિક પ્રયોગની સિદ્ધિ માટે વપરાય છે, જ્યારે અસિઆઉસાનો પંચાક્ષરી જાપ ભવમુક્તિ આપે છે.
(૪૩) પ્રચંડ શક્તિ-ઊર્જાસર્જક : એક સાથે ચતુર્વિધ સંઘના સામૂહિક જાપથી વાતાવરણમાં સૂક્ષ્મશક્તિઓ ખીલવા લાગે છે, પણ તે જ પ્રમાણે એક-એક વ્યક્તિ વ્યક્તિગત પ્રતિજ્ઞા લઈ નવ-નવ લાખ જાપ કરે તો પણ તે તે શક્તિ આત્માને તારક બને છે.
Jain Education International
૫૬૩
(૪૪) ચાર-ચાર શાસ્ત્રોના સમન્વય : એક એક લાખ શ્લોક પ્રમાણ આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના સ્થાને એક જ શ્લોકમાં અનુક્રમે આત્રેય પાચન પછી જ ભોજન, કપિલે જીવદયા, તેમ બૃહસ્પતિએ ધનવ્યવહારમાં અવિશ્વાસ અને પાંચાલે સ્ત્રી પ્રતિ મૃદુ વ્યવહાર જણાવ્યો તેમ સાર નવકાર છે.
(૪૫) ચાર અનુયોગમાં શ્રીનવકાર : ૪૫ આગમો ચાર ભાગમાં વહેંચાયા, તેમાં દ્રવ્યાનુયોગ એટલે આત્માની શુદ્ધ દશા અરિહંત સિદ્ધનું ચિંતવન, ચરણકરણાનુયોગ એટલે જાપનાં વિધિ-વિધાન, ગણિતાનુયોગ એટલે અક્ષર સંખ્યા સામે ફળના ગણિત અને છેલ્લે ચમત્કારમાં કથાનુયોગ.
(૪૬) દોષ-Çાસ-ગુણ-વિકાસ : ઈર્ષ્યા, અસૂયા, નિંદા, પરપરિવાદ કે પરાયી તાંત જેવા અનેક દોષનો ક્ષય નવકારથી થઈ જાય છે કારણ કે નવકારનિષ્ઠ આત્મલક્ષી હોય છે, થાય તેટલું બીજાનું ભલું, બાકી પોતાનું ભલું કરતાં રહેવું તે જ તેના લક્ષ્યમાં હોય છે.
(૪૭) જાપ-સાધન બહુમાન : નવકારવાળી, કટાસણું, નવકારના પટ ઉપરાંત અન્ય ઉપકરણો પ્રતિ બહુમાન બુદ્ધિ કે આદરભાવ રાખવાથી પણ જાપની ઊર્જાશક્તિ પ્રવેશે છે, અને આગામી ભવમાં ફરી તે જ ઊર્જા પાછી પોતાને એકતાન બનાવે છે, જે શુભલક્ષણ છે.
(૪૮) શિરમોર મહામંત્ર : અનેક ધર્મોના અનેક મંત્રો અને તંત્રો પુણ્યોદયકાળની અપેક્ષા સાથે ફળે છે, નિષ્ફળ પણ જાય છે, જ્યારે પુણ્યહીણા અમરકુમાર, ભીલ-ભીલડી કે સમડીની જેમ નવકાર તો તેના શરણે જનારને જમા પુણ્ય વિના પણ પરચો આપે છે, દુર્ગતિ અટકાવે છે.
(૪૯) શ્રદ્ધાનો પરચો : અનેક યુક્તિથી ભરપૂર શ્રી નવકાર માટે અનેક તાર્કિકોના તર્ક હાર પામી ગયા, બુદ્ધિ બહેર મારી ગઈ, ચતુરાઈઓ ચલાયમાન થઈ ગઈ પણ જેણે જેણે સંપૂર્ણ શ્રદ્ધાથી તેને ભજ્યો તેના ભય-ભાવઠ અને ભ્રમો દૂર થયાં અને ચમત્કારો સ્વાનુભવ બન્યા છે.
(૫૦) પ્રથમ પદની શક્તિ : ફક્ત “નમો અરિહંતાણં' પદનાં અક્ષરોના બોલમાં પ્રત્યેક અક્ષરના ૭-૭ સાગરોપમ=૪૯ અને તેમાં ફક્ત પૂરા પદના સામૂહિક ઉચ્ચારણનો ૧ સાગરોપમ ઉમેરતાં પૂરા ૫૦ સાગરોપમનાં પાપ ધોવાય છે, તેમાં આશ્ચર્ય ન પામવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org