________________
૫૨૮
વ્યાખ્યાનો પ્રકાશિત કરનાર ‘જૈનપ્રવચનો’ વાંચવામાં ચાલું હતું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયો. તેમજ મહાન પુણ્યયોગે લાલબાગના કલ્યાણમિત્ર એવા કેશવલાલ ગૌતમભાઈની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી વૈરાગ્યભાવ અતિ પ્રબળ બનતો ગયો અને તેમના સાથ, સહકાર, લાગણીથી પૂ. ગુરુભગવંતશ્રીના શ્રીમુખેથી દીક્ષાનું મુહૂર્ત જલ્દીથી મળી ગયું. પૂર્વભવે કરેલ સામુદાયિક રત્નત્રયની સુવિશુદ્ધ આરાધના દ્વારા સંચિત કરેલ શુભ અનુબંધના પ્રભાવે આ ભવમાં પણ મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધવા માટે જ પૂર્વભવોના ઋણાનુબંધથી પોતાને ત્યાં જન્મેલ સુસંસ્કારી સંતાનોને પરમાત્માના ત્યાગ માર્ગે મોકલવાની ભાવનાથી શ્રમણ ભગવંતોના સમાગમમાં જ રાખ્યા. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે ૨૫ વર્ષની યુવાન વયે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણુ સુધી વિહાર કર્યો. પણ સમસ્ત કુટુંબને તરવાની ભાવનાથી પોતાની ધર્મપત્ની તથા પુત્રીઓ શાંતિકુમારી (ઉ. વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ૯) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી, અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓનો દીક્ષાર્થીસમ્માન– સમારોહ ગોઠવાયો. વર્ષીદાનનો વરઘોડો પણ નીકળી ગયો. પરંતુ ‘શ્રેયાંતિ વધુ વિનિ' એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી અને મોહને આધીન થઈ કુટુંબીઓએ કોર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયનો વિલંબ થવાથી મોટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા માટેની તૈયારી કરવી પડી, પરંતુ અંતરના દૃઢ વૈરાગ્ય ભાવથી ભવભીરૂ એવા ચંદનમલજીએ વૈરાગ્યવશ બીજા સંતાનને પણ પાપથી બચાવવા લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૌષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા, પરંતુ અંતરમાં દુઃખની સાથોસાથ એક જ અભિલાષા હતી કે મારી લાડલી દીકરી ભવિતવ્યતાના યોગે કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના અંતરાયના ઉદયે મોક્ષમાર્ગને બદલે ખૂબ જ દુઃખાતા દિલે સંસારમાર્ગે જઈ રહી છે, પરંતુ હવે બીજી પુત્રી વસંતી સુંદર આરાધના કરીને સંસારની મોહમાયા જાળમાં ફસાવાને બદલે અધિકાધિક પુણ્ય બાંધીને ચારિત્ર મોહનીય કર્મ અંતરાય તોડીને ભવાંતરમાં જલ્દીમાં જલ્દી સંયમ પામી શાશ્વતસુખ પામે તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા.શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ ચાર વર્ષની વયે પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૧૧ના માગસર સુદ ૬ના સંયમ અપાવ્યું અને પૂ. સા.શ્રી દિનમણિશ્રીજી બન્યાં.
ત્યાર બાદ ચંદનમલજી પોતે પણ પોતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજયજી બન્યા. દીક્ષાના પ્રારંભ કાળમાં પૂ. ગુરુવર્યોની સેવા–વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગામ-નગરોમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયનો અનુમોદનીય રસ છે. સં. ૨૦૩૨માં તપનો ઉલ્લાસ વધતાં છઠ્ઠથી વરસીતપ કર્યું હતું. છઠ્ઠને પારણે આયંબિલ કરીને આસો- ચૈત્ર બન્ને નવપદજીની આરાધના પણ ચાલુ રાખી. સં. ૨૦૪૨માં ગિણ પદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસ પદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ધ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ યોગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્વિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ– ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને આચાર્યશ્રી વિજયચંદ્રોદય-સૂરીશ્વરજી મહારાજ નામે ઉદ્ઘોષિત થયા.
૨૦૫૪માં વર્ષીતપ કરેલ તે વખતે નાનાં નાનાં બે ઓપરેશન કરાવવાં પડ્યાં. ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા અને તપ પ્રત્યેના તીવ્ર અનુરાગને પ્રભાવે જ ધર્મનિષ્ઠ સુશ્રાવક ડો. પત્રાવાલાની સેવાભક્તિથી તપ નિર્વિઘ્ને પૂર્ણ કરેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org