________________
૧૮
વિશ્વ અજાયબી :
“ધર્મલાભ!” ગુજ્ઞા થતાં જ સાધુના મુખેથી એવો રણકાર સંભળાય કે, “ભગવનું તત્તિ!” આવો વાણીનો વિવેક, આવો વિનય અને આવી વીરતા કોણ વ્યક્ત કરી શકે? સિવાય જૈન શ્રમણ કે, જેણે “કષ્ટાર્થ દીક્ષા'નો જાપ જપીને કષ્ટને ઇષ્ટ જ નહિ, પણ પરમેષ્ટ ગણ્યું હોય!
સિલાઈ અને ધુલાઈ પાછળ આજે જ્યારે “ઘાટ કરતાં ઘડામણ મોઘી' જેવી ઘેલછાનો ભોગ બનેલો યુગ પાણીની જેમ પૈસા વહાવી રહ્યો છે, કેશ અને વેશની આભૂષા આજે અઢળક સંપત્તિ અને સમયની આહુતિ લઈ રહી છે, ત્યારે શ્રમણનો આ ગણવેશ અને એનો ધારક સાધુ સ્વયં પોતે જ એક આશ્ચર્ય નથી શું! સાધુનો વેશ આજના યુગનું એક આશ્ચર્ય છે, આ વેશને અનુરૂપ જીવન તો વળી મહાઆશ્ચર્ય છે. આ આશ્ચર્યોને અવલોકતાં તો અંતર અહોભાવથી ભરાઈ ગયા વિના ન જ રહે.
પેયાપેયની, ભક્ષ્યાભર્યાની તેમજ સગવડ-શોખની ભેદરેખા જ્યારે ભૂંસાતી ચાલી છે, પ્યાસ બુઝાવવા જ્યારે ઠંડા પીણાંની બોટલો અને ભૂખ શમાવવા જ્યારે હોટલોરેસ્ટોરાંઓનો સહારો ખુલ્લે આમ લેવાતો હોય છે, ત્યારે અચિત્ત પાણી અને માધુકરી દ્વારા લબ્ધ-ભિક્ષા પર જ જીવનયાત્રાને લંબાવતો જૈન શ્રમણ તો આ યુગના આશ્ચર્યોમાંનું એક મહા આશ્ચર્ય ગણાય, એમાં કોઈ નવાઈ નથી !
ગાડાનો પ્રવાસી આજે જ્યારે રોકેટને રહેઠાણ બનાવીને ‘આકાશ-પ્રવાસ' અને “આકાશ-આવાસ' કરવાનાં સ્વપ્ન સેવી રહ્યો છે, પગથી આજે જ્યારે સૌ પંગુપ્રાયઃ બન્યાં છે, ત્યારે ધરતીની ધૂળ સાથે નાતો જીવતો રાખીને, ગામડે-ગામડે વિચરતો સાધુ ખરેખર વર્તમાન યુગ માટે એક એવો વિસામો બની શકે એમ છે, જે વિસામો પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર પણ એક વાર તો થોડીક આસાયેશ માણી શકે અને એવા ઉદ્ગાર એના મોમાંથી સરી પડે કે,
માનવભવ જો મુક્તિનું મંગળદ્વાર છે, તો ચારિત્ર એનું ઉદ્ઘાટન કરાવીને અંદર પ્રવેશ અપાવતી ગુરુચાવી છે અને સાધુ તો એ ચાવી દ્વારા મુક્તિનાં દ્વારને ઉદ્ઘાટિત કરવાનો પુરુષાર્થ કરતો એક ધર્મયાત્રી છે!”
ઓઘો છે અણમૂલો ઓઘો છે અણમૂલો, એનું ખૂબ જતન કરજો, મોંઘી છે મુહપતિ એવું રોજ રટણ કરજો.
ઓઘો છે અણમૂલો.. આ ઉપકરણો આપ્યાં તમને એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો ધર્મારાધન કરજો.
ઓઘો છે અણમૂલો... આ વેશ વિરાગીનો , એનું માન ઘણું જગમાં, માબાપ નમે તમને, પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો.
ઓઘો છે અણમૂલો... આ ટુકડા કાપડના, કદી ઢાલ બની રહેશે, દાવાનળ લાગે તો, દીવાલ બની રહેશે, એના તાણાવાણામાં તપનું સિંચન કરજો.
ઓઘો છે અણમૂલો... આ પાવન વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ, બની જાયે ના જોજો, એ માયાનું ઢાંકણ, ચોખ્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો.
ઓઘો છે અણમૂલો.... મેલા કે ધોયેલા, લીસા કે ખરબચડા, ફાટેલા કે આખા, સૌ સરખા છે કપડા, જ્યારે મોહદશા જાગે ત્યારે આ ચિંતન કરો. -
ઓઘો છે અણમૂલો... આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાક્લ રહે એને, આ વેશ ડૂબાડે છે, ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો.
ઓઘો છે અણમૂલો. દેવો ઝંખે તો પણ જે વેશ નથી મળતો, તમે પુણ્ય થકી પામ્યા, એની કિંમત પારખજો, દેવોથી પણ ઊંચે તમે સ્થાન ગ્રહણ કરશે.
ઓઘો છે અણમૂલો...
-પ્રવીણભાઈ દેસાઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org