________________
૫૦૨
શ્રમણ-સંસ્થા વિશે સમજવા જેવું
ચાર ગતિ અને ચોરાસીલાખ જીવાયોનિમાં અત્યંત દુર્લભ તત્ત્વો છે. મનુષ્યભવની પ્રાપ્તિ, આર્યક્ષેત્રમાં જન્મ, જિનેશ્વર પ્રભુનો ધર્મ, જિનવાણીનું શ્રવણ તથા તે પછી શ્રદ્ધા. હજુ છેલ્લી દુર્લભતા જેનું પર્યાયવાચી નામ છે દર્શન, સમ્યક્ત્વ ત્યાં સુધી પહોંચી જવું સુલભ છે પણ તે જ શ્રદ્ધા પછીના સમ્યક્ આચરણ અથવા ચારિત્ર સુધીની ઊંચાઈએ જવું તે અત્યંત દુર્લભ છે.
૪૫ આગમ અથવા સંપૂર્ણ જિનવાણીનો સાર છે કે સારભૂત માનવભવ સંયમની સાધના કરી મુક્તિને વરવા માટે છે, તે માટેનું સચોટ કારણ જિનેશ્વરો અને ગણધરો જણાવે છે કે મનુષ્ય-ભવ વિના દેવ-તિર્યંચ કે નરકગતિથી કોઈ મુક્તિ પામ્યું હોય, મોક્ષ મેળવ્યો હોય તેવું એક પણ વિરલ અને અપવાદી દૃષ્ટાંત પણ બન્યું નથી કે બનતું નથી, તેથી જ તો સત્ય શાસ્ત્રોમાં ચરમભવી આત્માઓ તરીકે માનવીઓનાં જ નામોનો ઉલ્લેખ જોવા મળે છે, કોઈ હાથી-ઘોડા કે દેવ-દાનવોનાં નામ નહીં.
બસ આટલી વાતમાં જ સમસ્ત સાર એ છલકાય છે કે વિવેક-વિનય ભરપૂર એકમાત્ર વિશિષ્ટ શક્તિ સંપન્ન મનુષ્ય ભવની કાયિક-વાચિક અને માનસિક શક્તિઓને પોતાના જ આત્મકલ્યાણ માર્ગે વાળવામાં સ્વનું હિત તો છે, પણ સાથે પરહિત પણ ગર્ભિત રીતે થાય છે.
માટે તો ઉગ્ર અને ઉચ્ચ સંયમી તીર્થંકર-ગણધરોપૂર્વધરો કે મહાત્માઓને વાંદવા દેવલોકના દેવતાઓ દર્શન દે છે, જેની ઝંખના કરી કરી વિબુધો દેવગતિમાં પણ ભાવશુદ્ધિ દ્વારા ચારિત્રમોહનીય કર્મ ખપાવે છે, ચારિત્રવાનોને સહાયક બની સંયમીઓનાં બહુમાન કરાવે છે અને એક અપેક્ષાએ શાશ્વત એવા જિનશાસનનો જયજયકાર થાય છે તેવા જગપૂજ્ય કુદરતને પણ ઝુકાવનાર, અનેકોને મંગલમાર્ગ પ્રદાન કરી સિદ્ધગતિની મહાનતા બક્ષનાર સંયમધર્મ અને સાથે સાથે સંયમીઓ વિષે કંઈક સમજવા જેવું અત્રે સંક્ષેપમાં પીરસાયું છે. તત્ત્વપ્રેમી વર્ગ તો વધાવશે પણ સાથે જિજ્ઞાસુ વર્ગને પણ સંતોષ થશે, તો ચાલો નિમ્નાંકિત વિગતો વાંચી, વિચારી વાગોળીએ.
Jain Education International
વિશ્વ અજાયબી :
(૧) અઢીદ્વીપમાં જ વિચરણ : જંબૂદ્દીપ, ધાતકીખંડ અને અડધા પુષ્કરાવર્તદ્વીપના ભૂ તથા સમુદ્ર વિસ્તારને અઢીદ્વીપ ગણ્યા છે. તેમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયોમાં એમ કુલ મળી ૧૭૦ પૃથ્વીવિસ્તારમાં તીર્થંકરોનાં જન્માદિ કલ્યાણકો થતાં હોવાથી જૈન સાધુ-સાધ્વી ભગવંતો પણ તિÁલોકના અત્યલ્પ ભાગમાં વિચરણ કરતાં જોવા મળશે. તેમાંય મુખ્ય વિચરણ તો પાછાં આર્યભૂમિમાં જ સવિશેષ, તેમાંય પાછાં ભારતક્ષેત્રોમાં અથવા જૈનોની વસ્તીવાળાં મથકોમાં, બાકી તો ૧૫ કર્મભૂમિમાં પણ બધેય સાધુ-સંતો ઉપલબ્ધ ન હોવાથી ધર્મ અને ધર્મીઓવાળા ભૂવિસ્તાર બહુ ઓછા છે, જેમકે અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયા જેવા મહાખંડોમાં પણ ફક્ત ભારતવર્ષનાં પણ અમુક ક્ષેત્રોમાં વર્તમાનકાળનાં સંયમીઓનું વિચરણ છે, બાકી તો અનેકોને સાધુઓનાં દર્શન પણ દુર્લભ છે.
(૨) વિધાચારણ અને જંઘાચારણ મુનિવરો : તીર્થંકરોના સામ્રાજ્યમાં તપ અને ત્યાગથી તથા સ્વાધ્યાય અને વિદ્યાભ્યાસથી વિશિષ્ટ સંયમીઓને અનુપમ શક્તિઓ ઉત્પન્ન થાય છે, જેમકે આમોસહિ લબ્ધિવાનના શરીરના સ્પર્શમાત્રથી રોગ મટી જાય, સંભિન્નશ્રોત્ર લબ્ધિવાળાં નાક, આંખ એમ પાંચેય ઇન્દ્રિયોથી સાંભળી શકે, ચારણ લબ્ધિવાન ગૌતમસ્વામીની જેમ સૂર્યનાં કિરણોને અવધારી ગગનગમન કરી શકે, પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામી જેમ વિશિષ્ટ જ્ઞાની બને. બીજબુદ્ધિ, અક્ષીણમહાનસી, વૈક્રિય, પુલાક, તેજોલેશ્યા, શીતલેશ્યા વગેરે લબ્ધિઓ સવિશેષ સાધના થકી ઉત્પન્ન થાય છે, પણ મન:પર્યયજ્ઞાન, આહારકલબ્ધિ, કેવળજ્ઞાન વગેરે તો ફક્ત સંયમી સાધુઓને જ સંપ્રાપ્ત થાય, ગૃહસ્થોને નહીં. મુખ્ય શક્તિઓ (લબ્ધિઓ) ૨૮ પ્રકારની પણ અવાંતરે ૪૮ પ્રકાર પણ જણાવાય છે, તે શક્તિઓના સ્વામી તેનો ઉપયોગ શાસનરક્ષા કે પ્રભાવના માટે પ્રયોજે ત્યારે ચમત્કાર સર્જાય અને દુનિયા તે દેખી લબ્ધિધારીઓને નમસ્કાર કરે છે, જે સત્ય છે.
(૩) તીર્થંકર ભગવાનનું શાસન : વર્તમાન અવસર્પિણીમાં અત્રેના ભરતક્ષેત્રમાં ત્રીજા આરામાં ઋષભદેવ ભગવાન થયા અને તેઓનું નિર્વાણ થયું ત્યારે ત્રીજા આરાના ફક્ત ૮૯ પક્ષો બાકી હતા. તે પછી અજિતનાથ, સંભવનાથ વગેરે ચોવીસ તીર્થંકરો થયા. ચોવીસમા તીર્થાધિપતિ ભગવાન
For Private & Personal Use Only
www.jainelibrary.org