________________
જૈન શ્રમણ
૪૫૫
શ્રવમાં શિરોમણિ : પાંડિત્યમાં પારસમણિ
મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.
શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન, હૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશસમાં દ્વાદશાર નયચક્રની રચના કરી, શ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેધાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની વલ્લભીવાચના' અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, દેવવાચક અને ક્ષમાશ્રમણવાચનાના પાઠાંતરને પણ પરમાદર દૃષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના
દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે” એવા ભાવી કથનને સંપૂર્ણ સાર્થક કર્યું.
શ્રીમદ્ પૂજ્ય ચરણ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણમંદિર સ્તોત્ર', બત્રીસી બત્રીસી' “ન્યાયાવતાર” અને “સન્મતિતર્ક' જેવા અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યા. આચાર્ય સમન્તભદ્રસૂરિજી અને પાદલિપ્તસૂરિજી, માનદેવસૂરિજી, બપ્પભટ્ટસૂરિજી વગેરે જિનપરંપરાનાં ખરેખર તો આર્યરત્નો કહેવાયા.
આ લેખમાળાનું સંકલન કરનાર પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભ સાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મરુઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ, જે નગરમાં આજ સુધીમાં પચાસથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે. માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા સુદ દના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં “રત્નસંચય ભાગ૧-૨-૩-૪-૫ તથા “સાગરમાં મીઠી વીરડી’ (પ્રાચીન સઝાય), પાર્શ્વનાથચરિત્ર' (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પ'નું ગુજરાતી ભાષાંતર તથા વિવિધ વિષય વિચારમાળા' ભા. ૧થી ૯ ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે.
જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ, ગુરુકુલ વ. ચાલતાં હોય ત્યાં ખાસ પ્રભાવના, યુનિફોર્મ વ. અર્પણ કરી બાળકોનો ઉત્સાહ વધારે છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન' ઉપર સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જૈન સમાજની નવી પેઢીને ધર્મમાર્ગે વાળવા પૂજ્યશ્રીના યોજનાબદ્ધ કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીની ચીવટ અને ધગશ ખરેખર અનુમોદનીય છે. પૂજ્યશ્રીની આત્મિક ચેતના ગજબની છે.
– સંપાદક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org