________________
૪૭૦
વિશ્વ અજાયબી :
"શ્રી સીમંધરસ્વામી જિનમંદિરકાયલિ,
૧ ૮, ગામ, જે બીજા કયા નઈ Tolki ; billiotiyani :. Buturl.itbandhયાક એવા જનાર .
ગણિ : ૧૮-૧-૧૯૭૨ પંન્યાસ : ૨૮-૨-૧૯૭૫ આચાર્ય : ૮-૩-૧૯૭૬
વલસાડ જિલ્લાના અણગામ ગામની ભોમકા એ દિવસે ધન્ય બની ગઈ, કારણ કે એ દિવસે આ ગામે સમસ્ત જૈન આલમને આત્મપ્રભા થકી અજવાળનાર એક તેજસ્વી તારકનો જન્મ થયો હતો. પિતા ગણેશમલજી અને માતા ચંદનાબાઈનું એ ત્રીજું સંતાન કસ્તૂરીની સુગંધ જેવું જ નામ કસ્તુરચંદ. સંવત ૧૯૮૧ની એ તારીખ એટલે તા. ૯-૧૦-૧૯૨૫નો એ મહિમાવંત દિવસ અને તેજસ્વી બાળક એ જ જિન શાસનને જયવંતુ બનાવનાર આપણા સહુના આદરણીય આચાર્ય ભગવંત પૂ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ. શૈશવકાળથી જ સંસારમાં રહ્યું છતે એમનું મનપંખી વીતરાગની વાટે ઉડ્ડયન કરવા માટે ઉત્સુક હતું. સંસારમાં તો હોય મોહ અને માયા, રાગ અને ભોગ, પણ એમનું હૃદય તો વૈરાગ્ય ભાવ તરફ અભિમુખ બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજનના ઊંડાણમાં ડૂબકી લગાડવી....... આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મન માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ.
સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.૨00૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગજવેલ જેવી હતી. સંકલ્પ લોહ સમો દઢ હતો ને સંયમ ગ્રહણની ચિરમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨૦૦૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫-૧૯૪૯નો એ ધન્ય
દિવસ હતો અને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી. શિક્ષિત હતા. હવે દીક્ષિત થયા. છૂટી ગયાં સંસારનાં સંબંધો, છૂટી ગયું સંસારી નામ ને હવે બન્યા મુનિ શ્રી કલ્યાણસાગરજી. સર્વેનું કલ્યાણ થાય તેવી ભાવના અને સાગર જેવી જ્ઞાનની ગહનતા એટલે જ કલ્યાણસાગર'.
સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. દિવસે જિન આગમનું અધ્યયન અને રાત્રે સીમધર સ્વામીનો જન્મ.
ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૧૮ની સાલમાં તા. ૧૮-૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પચાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના સ્વપ્નદૃષ્ટા અને વિકાસમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પ.પૂ. ગુરુદેવ આ.શ્રી કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org