________________
૪૭૪
યુગ (ગોલ્ડન પિરિયડ)માં તનતોડ પુરુષાર્થથી શાસનઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે.
* પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈંટ રૂપે બનેલી ‘શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષનાં પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જ્વલંત રાખવા શાસનરૂપી કોડિયામાં ‘તેલ’ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે.
* શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી : જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રી સંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમ જ છ’રીપાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે.
* અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમ જ જીવદયાનાં અનેકવિધ કાર્યોનાં દિગંતવ્યાપી તોરણો બંધાયાં છે. પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા તેના બે દિવસ અગાઉ જ સ્વયં એ માંડલ શ્રી સંઘને માતબાર રકમ જીવદયી ખાતે જાહેર કરેલ. કેવા જીવદયાપ્રેમી ગુરુદેવ! !.
સાધર્મિકોના સહોદર અને ગરીબોના બેલી પૂ. ગુરુદેવશ્રી : પૂજ્યશ્રી પાસે આવેલ સાધર્મિક પ્રાયઃ ખાલી હાથે પાછો ન જ જાય. ગુપ્ત સહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું છે. લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સારામાં સારી રકમનું અનાજ, રેશનીંગ, વ. પણ સાધર્મિકોને, ગરીબોને અપાવતા.
માનવકલ્યાણ અને શાસનસેવાની જ્વલંત જ્યોતિરૂપ પૂજ્યશ્રી : જીવનમાં સરલતા, હૃદયમાં પ્રમોદભાવ, મનમાં સર્વજીવપ્રતિ મૈત્રીભાવનાથી અનેકોના જીવનમાં શાંતિ, તુષ્ટિ અને પ્રસન્નતાનો પરિમલ પ્રગટાવ્યો છે. હજારો, લાખો જીવનનૈયાઓને પૂજ્યશ્રીએ સરળશૈલીમાં હૃદયસ્પર્શી સચોટ અમૃતવર્ષા સમી પાવનવાણી દ્વારા ઈપ્સિત સ્થાને પહોંચાડેલ છે.
ધ્યાનરમણતામાં મગ્ન પૂજ્યશ્રી : આત્મદર્શનાર્થે કલાકો સુધી પૂજ્યશ્રી ધ્યાનમાં–જાપમાં લયલીન બની જતા
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
અને અધ્યાત્મવિદ્યાના તેજપુંજ પ્રસારી લાખો શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકાઓને પ્રેરક માર્ગદર્શન આપતા.
નિખાલસતાના નિધિ પૂજ્યશ્રી : પ્રભુભક્તિગુરુભક્તિથી પ્રગટેલ લઘુતા, કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ વગેરેથી સાધનાનાક્ષેત્રની સંખ્યાતીત ઝળહળતી સિદ્ધિઓ પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરેલ.
જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રી જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત હતા. અન્ય સમુદાયવર્તી મહાન આચાર્ય ભગવંતો પણ પૂજ્યશ્રી પાસે અંજનશલાકા-પ્રતિષ્ઠાદિનાં મુહૂર્તો મંગાવતા. પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત આરંભસિદ્ધિ મહાગ્રંથ ખૂબ પ્રસિદ્ધિ પામેલ.
જ્ઞાનપિપાસુ પૂ. ગુરુદેવશ્રી : જૈનશાસનની પ્રભાવના થાય અને જૈનશાસનની પ્રાચીન પરંપરાનો ઇતિહાસ જળવાઈ રહે તે માટે ભાવિ પેઢી ગૌરવ લે તેવા દળદાર સચિત્ર ગ્રંથો પ્રકાશન કરેલ છે. ષગ્દર્શન સુબોધિકા વ. તત્ત્વચિંતનપુસ્તિકાઓ પણ ઘણા પુરુષાર્થથી તૈયાર કરી પ્રકાશિત કરાવેલ છે.
શ્રી લબ્ધિધામ તીર્થના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : પ્રભુમંદિરો બનાવી ધર્મભાવના ટકાવવા અને વિરમગામ અને માંડલ વચ્ચે ૨૪ કિ.મી. સુધી જ્યાં કોઈ પણ વિરામસ્થાન નહીં હોવાથી શેષકાળમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કોઈપણ સમુદાયના સાધુસાધ્વીજી મ. આદિને વિહારમાં અનુકૂળતા રહે તે અર્થે લબ્ધિધામ તીર્થનું નિર્માણ કાર્ય આરંભ્યું. પૂ. ગુરુદેવની શુભ ભાવનામાં ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું.
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પ્રેરણાથી યોગેશભાઈ જયસુખભાઈ સંઘવી (હાલ મદ્રાસ) તરફથી સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી
મહારાજ
જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અનેરો આનંદ પામી રહ્યા છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org