________________
૪૮૬
તલીયા દેરાસરજી, તલીયા (કચ્છ)
ન થયાં, પણ ગોપાળભાઈ પણ ક્યાં ઓછા હતા? ગમે તેમ થઈ જાય પણ આ જિંદગીમાં દીક્ષા તો લેવી જ લેવી. એમના અંતરાત્માનો આ દૃઢ સંકલ્પ હતો, પણ માને તરછોડીને તે દીક્ષા લેવા માંગતા ન હતા. આથી માતાની સમ્મેતશિખર આદિની તીર્થયાત્રા કરવાની ભાવના હતી તે પૂર્ણ કરાવી. માતાની અનુમતિની રાહ જોવાથી ૩૬ વર્ષની ઉંમર થઈ ગઈ. ત્યાં સુધી તેમણે આધોઈ, મનફરા, સામખિયારી આદિ સ્થળે પાઠશાળાઓ ચલાવી જૈન ઓશવાળ ભાઈઓમાં ધર્મના સંસ્કારો રોપ્યા. આજે પણ ઓશવાળ ભાઈઓ તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞ છે. એક દિવસ આધોઈ મુકામે કોઈ બાઈનું મહેણું સાંભળી દીક્ષા માટે કૂદી પડ્યા.
વિ.સં. ૧૯૮૩માં લાકડીઆ મુકામે દીક્ષા સ્વીકારી પૂ. કનકસૂરિજી મ.સા.ના શિષ્ય થયા. નામ પડ્યું : મુનિ શ્રી દીપવિજયજી. વિ.સં. ૨૦૦૪માં પૂજ્ય ગુરુદેવે યોગ્યતા જોઈ પંન્યાસ પદથી વિભૂષિત કર્યાં. પૂજ્ય કનકસૂરિજી મ.સા.ના સ્વર્ગવાસ પછી વિ.સં. ૨૦૨૦માં (વૈ.સુ. ૧૧) કટારીઆ મુકામે આચાર્યપદથી અલંકૃત થયા ને વાગડ સમુદાયના નાયક
બન્યા.
પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણશક્તિ, બુલંદ અને મધુર અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાનશક્તિના સ્વામી હતા. તેમનાં વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સજ્ઝાયો વગેરે સાંભળવાં
Jain Education International
વિશ્વ અજાયબી :
તે જીવનનો લહાવો ગણાતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ ખીચોખીચ ભરાઈ જતો.
વિ.સં. ૨૦૨૬માં નવસારી મુકામે પૂજ્યશ્રીને ફ્રેક્ચર થતાં તથા વૃદ્ધાવસ્થા થઈ જતાં હાલવા-ચાલવાનું બંધ થઈ ગયું. શરીર વ્યાધિગ્રસ્ત થયું પણ મન સમાધિમસ્ત જ હતું. વિ.સં. ૨૦૨૯માં પૂ. કલાપૂર્ણવિજયજી મ.સા.ને આચાર્યપદવી આપી ઉત્તરાધિકારી જાહેર કર્યા. એજ વર્ષે આધોઈ મુકામે ચૈત્ર સુદ ૧૪ના દિવસે ઉપવાસના પચ્ચક્ખાણ પૂર્વક સાંજે ૫૦૦ વાગે કાળધર્મ પામ્યા. એમના જવાથી ખરેખર જૈન સંઘને મહાન શાસનપ્રભાવક એક આત્માની ખોટ પડી.
સૌજન્ય : અધ્યાત્મયોગી આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ના શિષ્ય આ. કલાપ્રભસૂરિજીમ.ના આજ્ઞાવર્તિ પૂ.સા.શ્રી વિરતિયશાશ્રીજી મ.ના ૨૫મા સંયમપર્યાય તથા પૂ.સા.શ્રી વિનયમાલાશ્રીજીના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. મુનિશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રીમતી લક્ષ્મીબહેન અમરશી ભારમલ કારીઆ-આધોઈ (કચ્છ-વાગડ) તરફથી જ્યોતિર્વેત્તા પૂજ્ય મુનિરાજશ્રી કંચનવિજયજી
[પૂ. કલાપૂર્ણસૂરિજીના ગુરુદેવ]
લોદી (રાજ.)માં જન્મેલા લક્ષ્મીચંદભાઈ વ્યવસાયાર્થે મદ્રાસ ગયા. ત્યાં વૈરાગ્ય જાગતાં દીક્ષા માટેનો દૃઢ સંકલ્પ કર્યો. સદ્ગુરુની શોધ માટે પાલિતાણા રહ્યા. અનેક સૂરિભગવંતોના પરિચય પછી તેમણે કચ્છવાગડદેશોદ્ધારક પૂ. કનકસૂરિજીને સદ્ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રથમ પોતાની સાળી તથા પત્નીને દીક્ષા અપાવી. પછી પોતે દીક્ષા લીધી.
દીક્ષા પછી તેમનું નામ પડ્યું : મુનિશ્રી કંચનવિજયજી. અત્યંત ફક્કડ આ મુનિશ્રી જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હતા તથા સુંદર પ્રવચનકળા પણ તેમને વરેલી હતી. વિ.સં. ૨૦૨૮માં એમને જણાઈ આવ્યું કે હવે મારું આયુષ્ય અલ્પ છે. એટલે તેમણે ચોવિહાર ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ લીધાં. ૧૧મા ઉપવાસે કા.વ. ૨ ના ભચાઉ (કચ્છ) મુકામે સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા.
એ નિઃસ્પૃહ મહાત્માને હાર્દિક વંદન!
For Private & Personal Use Only
પૂ.પં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રાવકભક્તોના સૌજન્યથી
www.jainelibrary.org