________________
જૈન શ્રમણ
૪૪૫
શ્રમણ પutળા વેસ્થી શ્રમણો :
એક પરિચય
(વિ.સં. ૧૩૦૦ થી ૧૦૦૦)
–પ્રા. ડૉ. મહાકાત્ત જયંતિલાલ જોશી, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ
ભારતના આર્યધર્મની ત્રણ શાખાઓ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ. આ ત્રણે મળીને પ્રાચીનધર્મનું પૂર્ણ સ્વરૂપ બને છે. જેમણે પોતાના મન, વાણી અને કાયાને સંપૂર્ણ રીતે પોતાના વશમાં કરી લીધાં, જીતી લીધા હતાં તેઓ ગુણની દૃષ્ટિએ “જિન” અને “અહંત' કહેવાયા. જિન શબ્દ ‘નિ () જીતવું એ પરથી “જિન એટલે જીતનાર એ રીતે બન્યો છે. આમ “જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બન્યો છે.
આ જિનોએ પોતાના સ્વજીવનથી અને યથાર્થ ઉપદેશથી અસંખ્ય જીવોને આ સંસારમાંથી મુક્તિમાર્ગે દર્શાવ્યો, માટે તેઓ “તીર્થકર તરીકે ઓળખાય છે, વર્તમાન કાળખંડમાં આવા ૨૪ તીર્થકરો થયાનું જૈન પરંપરા સ્વીકારે છે. તેમાં સૌથી પહેલા ઋષભદેવ અને છેલ્લા વર્ધમાન અર્થાત્ મહાવીર સ્વામી આ મહાવીરસ્વામીના અનેક અનુયાયીઓ થઈ ગયા. જેમણે જૈનધર્મનો વ્યાપક પ્રચાર પ્રસાર કર્યો. આ જૈન શબ્દ પોતે જ સાર્થક છે. કેમકે “જિન”નો અર્થ “જીતવું' હોવાથી જેન’ શબ્દનો અર્થ “વિજેતા' થાય છે. આ વિજેતા એટલે પોતાના અન્તઃ શત્રુઓ-વિકારો-રાગ-દ્વેષ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરનાર આત્મા.
આ લેખમાળાનું પ્રસ્તુત પુષ્પ રજૂ કરે છે સંસ્કૃત ભાષાના સ્વાધ્યાયી ડૉ. મહાકાન્તભાઈ જયંતિલાલ જોશી જેઓ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે મહેસાણાના કડી મુકામે પ્રમુખસ્વામી સાયન્સ-આર્ટ્સ કોલેજમાં તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે.
તા. ૨૫-૫-૧૯૬૯ તેમની જન્મ તારીખ છે. અત્યાર સુધીમાં પચાસથી વધારે સ્થાનિક, રાષ્ટ્રીય અને ત્રણેક આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ કોન્ફરન્સોમાં ભાગ લઈ પેપર રીડિંગ કર્યું છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના વાર્ષિક સંસ્કૃત અધિવેશનોમાં ૧ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવનારા અધ્યાપકોમાં સતત દસ વર્ષ સુધી તેઓ વિજેતા બન્યા છે.
લખવું-વાંચવું, પ્રવાસ, મનન, ચિંતન ગીત-સંગીત એમના શોખના વિષયો છે. કડી કોલેજની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પણ તેઓએ પણ સારી કામગીરી કરી છે. ગીત, સંગીત, વકતૃત્વ વગેરે સ્થાનિક અને તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેઓ રહ્યા છે. તદુપરાંત “વહીલ સ્માર્ટ શ્રીમતી'ના ૨૦માં એપિસોડમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું એક ગુજરાતી દંપતી તરીકે તેમણે પત્ની પારુલ જોશી સાથે પ્રતિનિધિત્વ કરેલું. જૈન સાહિત્યના પણ તેઓ અનુરાગી છે. ધન્યવાદ.
-સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org