________________
જૈન શ્રમણ
(ચૌદમાં શતકના પૂર્વાર્ધમાં જૂની ગુજરાતીમાં પણ જૈનગુર્જરકવિઓએ સુંદર કાવ્યરચનાઓ કરેલી.)
સં. ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરુનુંગસૂરિએ વર્ધમાનપુર(=વઢવાણ)માં પાંચ સર્ગમાં ‘પ્રબંધ ચિંતામણી' નામે સુપ્રસિદ્ધ ગ્રન્થ લખેલો.
(૨) સં. ૧૪૦૦ની તેજસ્વી શ્રમણ પરંપરા :
સં. ૧૪૦૦માં જૈન શ્રમણો ધારા અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓ થઈ. આ સમયમાં તપાગચ્છ દેવસુંદરસૂરિ નામના પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે અનેક પુસ્તકોને તાડપત્ર ઉપરથી કાગળ ઉપર ઉતાર્યા. તેમને અનેક વિદ્વાન આચાર્યો શિષ્યોરૂપે હતા. તેમાં જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદરસૂરિનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક આચાર્યે વિશિષ્ટ ગ્રન્થરચનાઓ દ્વારા જૈનસાહિત્યને સુસમૃદ્ધ બનાવ્યું છે.
આ શતકમાં સં. ૧૪૪૦ આસપાસ ‘કુમારપાલ ચરિત્ર’ના કર્તા કૃષ્ણર્ષિ ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય નયનચંદ્રસૂરિએ ૧૪ સર્ગનું ‘વીરાંક' હમ્મીર મહાકાવ્ય અને રંભામંજરી નાટિકા રચ્યા. આ સૂરિ ગ્વાલિયરના તોમર (તંવર)
વંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા.
આ અરસામાં જૈન ગુજરાતી સાહિત્ય પણ રચાયું.૧૩ આ શતકમાં સોમસુંદરસુરિ નામે પ્રસિદ્ધ જૈનાચાર્ય થઈ ગયા. તેમનો સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે.
સોમસુંદરસૂરિ
ગુજરાતના પ્રલ્હાદનપુર (=પાલનપુર)માં સજ્જન શ્રેષ્ઠી અને માલ્હણદેવીને ત્યાં સં. ૧૪૩૦માં આ સૂરિનો જન્મ થયો. સં. ૧૪૩૭માં માત્ર સાત વર્ષની વયે માતાપિતાની સંમતિથી તપાગચ્છના જયાનંદસૂરિ પાસેથી દીક્ષા લઈ સોમસુંદર નામ રાખ્યું. સખત પરિશ્રમ કરી એક વિખ્યાત વિદ્વાન બન્યા. સં. ૧૪૫૦માં વાચક-ઉપાધ્યાયપદ મેળવ્યા પછી તુરતમાં દેવકુલપાટકમાં ગયા હતા તે વખતે લાખા રાણાના મંત્રી રામદેવ અને ચુંડે સામા જઈ પ્રવેશોત્સવ કર્યો હતો. તેમણે જૈનધર્મની મંદિરનિર્માણથી આચાર્યપદ અને વાચકપદના કરાવેલા ઉત્સવોથી પુસ્તકોના ઉદ્ધારથી અને લોકભાષામાં ગદ્ય ગ્રન્થો રચવાથી—એમ અનેકપ્રકારે સેવા કરવાથી આ અર્ધશતકને
Jain Education Intemational
૪૪૭
‘સોમસુંદરયુગ’ એવું નામ આપી શકાય. આ સૂરિના અનેક વિદ્વાન સમૃદ્ધ શ્રાવકો હતા. તેઓ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા.
આ અરસામાં (એટલે કે ૧૪માં શતકમાં) ખાસ ભવ્ય અને કલા કૌશલ્યના મંદિરો માટેનાં સ્થળો ગુજરાતની સીમા પાર અને આસપાસ પણ શોધાયા.
સોમસુંદરસૂરિના પટ્ટધર મુનિસુંદરસૂરિ (આચાર્યપદ સં. ૧૪૭૮, સ્વ. ૧૫૦૩) સહસ્રાવધાની હતા. તેમની સૂરિમંત્રના સ્મરણની વિશેષ શક્તિ હતી. તેથી અને ષષ્ઠ, અષ્ટમ આદિ ઉપવાસોના તવિશેષથી પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થતી. દેવકુલપાટક–દેલવાડામાં શાંતિકરસ્તવ (નવીન) રચી તેનાથી મહામારિનો ઉપદ્રવ નિવાર્યો હતો. રોહિણી (શિરોહી) નામના નગરમાં (તીડના) ઉપદ્રવનો નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયાનો નિષેધ કર્યો અને દેશમાં અમારિ’પ્રવર્તાવી. (સોમસૌભાગ્ય સર્ગ-૧૦, ગુરુ ગુણરત્નાકર શ્લોક ૬૭-૭૧)
તેઓ સિદ્ધસારસ્વત કવિ હતા. તેમણે ૧૨-૧૪ વર્ષની ઉંમરમાં સં. ૧૪૫૫માં ‘ત્રૈવિદ્યગોષ્ઠી' નામનો ગ્રંથ રચ્યો. તેમાં ન્યાય, વ્યાકરણ અને કાવ્ય—એ ત્રણ વિદ્યાના વિષયોનો પરિચય આપ્યો છે. સં. ૧૪૬૬માં તેમણે એક વિજ્ઞપ્તિ ગ્રંથ પોતાના ગુરુ (આચાર્ય) દેવસુંદરસૂરિની સેવામાં મોકલ્યો હતો. તેનું નામ ‘ત્રિદશતરંગિણી' છે. તેનું વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વિશેષ મહત્વ છે, તેના જેટલો મોટો અને પ્રૌઢ પત્ર કોઈએ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો, વિચિત્ર અને અનુપમ એવાં સેંકડો ચિત્ર અને હજાર કાવ્યવાળો ગ્રન્થ હતો. તેમાં ૩ સ્તોત્ર અને ૬૧ તરંગ હતા. અધુના તે સંપૂર્ણ મળતો નથી. માત્ર ત્રીજા સ્તોત્રનો ‘ગુર્ગાવલી' નામનો એક વિભાગ અને પ્રસાદાદિ ચિત્રબંધ તથા થોડાંક સ્તોત્રો મળે છે. ‘ગુર્ગાવલી’માં ૫૦૦ પદ્ય છે. તેમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરથી લઈ લેખક સુધીના તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત પરંતુ વિશ્વસ્ત ઇતિહાસ છે. આ સૂરિને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દફરખાને (જફરખાં. જુઓ. રા.ઈ., ઓઝાજી, પૃ.૫૬૬, ટિ. ૨) ‘વાદિગોકુલસંકટ' એ નામે બિરુદ આપ્યું હતું.
સં. ૧૪૯૨માં સોમસુંદરસૂરિના શિષ્ય જિનમંડને ‘કુમારપાલ પ્રબંધ’ રચ્યો અને તેમાં તેણે કુમારપાલ આદિની હકીકતો ખૂબ કાળજી રાખી સંગૃહીત કરી છે.
જિનભદ્રસૂરિ :
તેઓ ખરતરગચ્છના અધિપતિ હતા. તેઓ એક
For Private & Personal Use Only
www.jainelibrary.org