________________
૪૨૪
જૈન ધર્મ-દર્શનનું પ્રાચીનતમ નામ છે શ્રમણપરંપરા. ભારતીય સંસ્કૃતિની ધાર્મિક–દાર્શનિક ધારા મુખ્યત્વે બે પરંપરાઓમાં વિભક્ત છે : શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા (વૈદિક પરંપરા). શ્રમણપરંપરામાં મુખ્યત્વે જૈન અને બૌદ્ધ એ બે ધર્મોનો સમાવેશ થાય છે. ‘શ્રમણ' શબ્દનો અર્થ જૈન કે બૌદ્ધ સાધુ–એવો પણ થાય છે.૧
‘શ્રમણ’ શબ્દના મૂળમાં ‘સમ’ કે ‘શ્રમ’ કે ‘શમ’ જેવા શબ્દો છે. એમાંથી ‘શ્રમણ’ શબ્દ નિષ્પન્ન થયો છે. ‘સમતા’ના ઉપાસકો ‘સમન’, ‘સમણ', ‘શ્રમણ’ કહેવાયા. પ્રાચીન જૈન ગ્રંથોમાં ‘સમ' અને ‘સમતા’ શબ્દોનો ઘણા અર્થોમાં પ્રયોગ થયો છે. જેમકે— ‘પાઈઅસદ્દમહષ્ણવો’માં નીચેના જેવા પ્રયોગો થયા છે.
સમ (શમ્)=શાન્ત થવું, ઉપશાન્ત થવું, નષ્ટ થવું. સમ (શમય)=ઉપશાન્ત કરવું, નાશ કરવો, દબાવવું. સમ (શ્રમ)=પરિશ્રમ, આયાસ, ખેદ, થાક. સમ (શમ)=શાન્ત, પ્રશમ, ક્રોધ વગેરેનો નિગ્રહ. સમ(સમ)=સમાન, તુલ્ય, સરખું, તટસ્થ, મધ્યસ્થ, ઉદાસીન, રાગ-દ્વેષરહિત.
સમતા (સમયા)=રાગદ્વેષનો અભાવ, મધ્યસ્થતા. સામ્ય-ભાવના તો શ્રમણ-પરંપરામાં પ્રતિષ્ઠિત જૈનધર્મના પ્રાણસ્વરૂપ છે. શ્રમણ-પરંપરા ત્યાગ અને નિવૃત્તિપ્રધાન રહી છે, જ્યારે બ્રાહ્મણ-પરંપરા પ્રવૃત્તિપ્રધાન છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણવૈદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણપરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. શ્રમણ-સંસ્કૃતિ એટલે સંન્યાસપ્રધાન સંસ્કૃતિ.
‘શ્રમણ'ની વિભિન્ન શાખાઓને આધારે, એના અનેક પર્યાયવાચી અર્થો કરી શકાય; એટલું જ નહીં, એ શાખાઓને આધારે શ્રમણ-ધર્મના ઉદ્ભવ–વિકાસનો ખ્યાલ પણ મેળવી શકાય છે.
જૈનાગમો કે અંગ-ગ્રંથોમાં સ્પષ્ટ નિર્દેશ છે કે
Jain Education International
સમણ-શ્રમણ (અવૈદિક) અને
વિશ્વ અજાયબી : પ્રાચીન ભારતમાં કે વેદકાળમાં બે મોટા સંપ્રદાયો હતા : બ્રાહ્મણ(વેદિક)૨. સમણોના પાંચ સંપ્રદાયો કે પાંચ શાખાઓ કે પ્રકારોના ઉલ્લેખો થયા છે. એ પાંચનાં નામ આ પ્રમાણે છે : ણિગ્રંથ, સક્ક, તાવસ, ગેરુય (પરિાયગ) અને આજીવિય (આજીવિક)ૐ આ પાંચેય પ્રકારનાં તપસ્યાપ્રાયશ્ચિત્ત કરતા તેથી ‘સમણ' કહેવાય છે.” ‘સમણ’ (શ્રમણ) શબ્દ વિવિધ રીતે સમજાવાય છે,' પરંતુ આ વિભિન્ન અર્થોના પરિશીલનથી સ્પષ્ટ થાય છે કે ‘સમણ’માં રાગદ્વેષ-રહિતતા કે સામ્યભાવના મહત્ત્વપૂર્ણ ગુણ છે. ચોવીસમા તીર્થંકર મહાવીરનાં ત્રણ મહત્ત્વપૂર્ણ નામો પૈકી એક સમણ પણ છે.
શ્રમણ-સંપ્રદાયનાં મૂળભૂત તત્ત્વોને સમજવા ‘શ્રમણ’ની પાંચેય શાખાઓનો પરિચય મેળવવો આવશ્યક છે. વિભિન્ન જૈન અંગ-ગ્રંથોમાં એમના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે.
૧. ણિગંથ (નિગ્રંથ) :
પાંચ સમણ(શ્રમણ) સંપ્રદાયોમાંનો એક ણિગ્રંથ કે નિગ્રંથ છે.° ણિગ્રંથ એટલે સાધુ કે તીર્થંકર મહાવીર સ્વામીનો શિષ્ય ́. ણિગ્રંથ વિચાર અને વસ્તુનાં બંધનોથી મુક્ત હોય છે : મુત્તદ્રવ્યમાવપ્રન્થ અથવા તો તે આંતરિક અને બાહ્ય અશુદ્ધિઓ (ગ્રન્થ)થી રહિત હોય છે, એટલે કે Passions અને Possessionsનાં બંધનોથી તે રહિત હોય છે. ણિગંથનો અર્થ ઉપદેશ પણ થાયછે. ઉપદેશ એટલે મહાવીર અથવા અન્ય ૨૩ તીર્થંકરોનો ઉપદેશ; તેથી ણિગ્રંથ મહાવીર અને અન્ય તીર્થંકરોના સંપ્રદાય સાથે સંબદ્ધ છે અથવા તો તેનો સંબંધ સંપૂર્ણ જૈન-શાસન સાથે છે.૧૦
2. 2455 (215)
સક્કની ગણના પાંચ સમણ-સંપ્રદાયોમાં થઈ છે. તેઓ લાલ ઝભ્ભો ધારણ કરતા.૧૧ સક્કનો અર્થ શક્ર (ઇન્દ્ર) પણ કરાયો છે અને ઇન્દ્રનો સંબંધ તીર્થંકર મહાવીર સાથે બતાવ્યો છે. ભગવાન બુદ્ધનું પણ એક નામ સક્ક કે શાક્ય છે. સક્ક (શાક્ય)નો અનુયાયી તે સક્ક. તેનો ઉલ્લેખ નાસ્તિક તરીકે પણ થયો છે.૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org