________________
જૈન શ્રમણ
૪૧૩
કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ વર્ધચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધચંદ પર પડ્યા. દર પૂનમે નાનકડો વર્ધચંદ માતાની સાથે ભીલડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય ખડેપગે તૈયાર રહેતો.
- વર્ધીચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. એ તસ્વીરને જોઈને વર્ધીચંદનું અંતર ઝંકૃત બની જતું મનમાં કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો.
પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી.
પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો.
પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓ વિનમ્ર શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગર મહારાજ તરીકે ઘોષિત થયા. હવે તો હાથ લાગ્યો હતો એક જ માર્ગ, તપનો. એક જ માર્ગ, જ્ઞાનનો. સાધુ માટે તો સ્વાધ્યાય એ જ સૌથી મોટી કિંમતી ચીજ છે અને સ્વાધ્યાયમાં સહેજ પણ પ્રમાદ ન હોય. આળસ ત્યજે તે આગળ વધે. એમાં પાછું મળ્યું ગુરુવર્ય આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રોત્સાહન અને માર્ગદર્શન.
પહેલા જ વર્ષે મુનિશ્રી સુબોધસાગરજીએ ચાતુર્માસ દરમ્યાન ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાસ્ત્રો શીખવાં હોય તો સંસ્કૃતના જ્ઞાન વગર શી રીતે ચાલે? એમણે તત્કાળ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. તેમના ચિત્તમાં પૂ. આ. ભ. શ્રી બુદ્ધિસાગરજી મ.સા.ની પંક્તિઓ ગુંજવા લાગી.
પછી તો એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની
યોગ્યતા જાણીને સંવત ૨૦૧૦ના માગશર સુદ ત્રીજને દિવસે જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદ પ્રદાન કર્યું. પૂ. આ. શ્રી સુબોધસાગરજીએ અનેક ગામો અને નગરોમાં પ્રભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનાલયોનો જીર્ણોદ્ધાર કર્યો. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, છ'રીપાલિત સંઘો, શ્રી જિનભક્તિ મહોત્સવો તથા નૂતન જિનાલયોનાં નિર્માણ કર્યા.
શ્રી સુબોધસાગરજી મ.સા.ની વ્યાખ્યાન શૈલી અને છટાની સહુ મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. એમનો ઘોરગંભીર પહાડી અવાજ, વાત કે વિષયના ઊંડાણને સ્પર્શવાની એમની શૈલી સાચે જ પ્રશંસાને પાત્ર હતી.
તેઓશ્રીના પૂજ્ય દાદાગુરુદેવ પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજાની વિજાપુર જ એમની જન્મભૂમિ અને એ જ એમની નિર્વાણભૂમિ. ત્યાં એમની સમાધિ રચાઈ. કાળની થપાટથી જીર્ણ બનેલ આ સમાધિમંદિરનો જીર્ણોદ્ધાર કરી જંગલમાં મંગલની રચના કરવા માટે જ આચાર્ય ભગવંત પૂ. સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજને વિજાપુરના સંઘે વિ.સં. ૨૦૨૯ના ચાતુર્માસ માટે વિનંતી કરી. પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. એમનાં ભગવતી સૂત્ર પરનાં પ્રવચનોએ લોકોને ઘેલું લગાડ્યું હતું. કોઈ અકળ અગમ્ય કારણસર પૂજ્યશ્રીનાં હૃદયમાં એક વાત સતત ગુંજયા કરતી. હતી. આ સમાધિ મંદિરની પુણ્યવંતી ભૂમિ પર અલૌકિક તીર્થધામનું સર્જન થાય, હજારો ભાવિકો આ તીર્થ ભૂમિની સ્પર્શના કરે અને આધ્યાત્મિક વિકાસની પ્રેરણા મેળવે.
અને આજે તો આ સ્થાન એક દિવ્ય તીર્થભૂમિ બની ગયું છે. કામ કરી ગઈ પૂજ્યશ્રીની અંતઃ પ્રેરણા.
એક પુણ્યવંતુ તીર્થ બન્યું. પૂજ્યશ્રીનાં પાવન પગલાં ઠેરઠેર પડ્યાં. પગલાં પડ્યાં ને ભૂમિ પાવન થઈ. જ્યાં પગ માંડ્યા, ત્યાં મંદિર બન્યાં. અનેક જિનાલયોનો જિર્ણોદ્ધાર થયો. અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું.
મુંબઈમાં ગોરેગાંવના જવાહરનગરના શ્રીસંઘને આંગણે પૂજ્યશ્રી પ્રતિષ્ઠા કરવા પધાર્યા. જવાહરનગરમાં પ્રભુના કલ્યાણકોની ઉજવણી થતી હતી ત્યારે પુનઃ એકવાર સૌએ ગચ્છાધિપતિપદ સ્વીકારવાની પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી. શ્રી સંઘની વિનંતી પર ચિંતન-મનન કર્યા બાદ એમણે કરી : તે પણ પદવીની નહીં, પણ આસપાસની ભીષણ અને વિષમ એવી દુષ્કાળની પરિસ્થિતિની.
ગાંવના જવાહરનગરમાં 3.5
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org