________________
૪૧૪
વિશ્વ અજાયબી :
ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ પડતા હતા. માણસો તરફડતા હતા. ઘાસચારા વિના અબોલ પશુઓ બાંગરતાં હતાં.
તે સમયે તેમના પટ્ટધર શિષ્ય પૂ. આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાહેબે વિશાળ માનવમહેરામણને પડકાર ફેંકતા કહ્યું :
આજના આ સમયે એક નમ્રાતિનમ્ર અપીલ છે કે પૂજ્યપાદશ્રીને ૬૬ વર્ષ થયાં છે તેથી જીવદયા ફંડમાં પણ ૬૬ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવામાં આવે તો મને અવશ્ય ખાતરી છે કે આપણા સહુની વિનંતીનો સ્વીકાર કરીને પૂજયપાદશ્રી ગચ્છાધિપતિપદનો જરૂર સ્વીકાર કરશે.”
સાંભળીને મેદનીએ શાસનદેવની જય બોલાવી. સૌએ જીવદયાનું ફંડ એકત્રિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.
કરુણાભર્યું પૂજ્યપાદશ્રીનું હૈયું. અબોલ જીવો માટે કરુણાની પ્રેરણા વહી નીકળી. સૌનાં હદય ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયાં. “જવાહરનગરની ધન્ય ધરા પર સકળ સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ પદની માંગલિક વિધિ કરવામાં આવશે.”
સમય હવે ઓછો હતો. ૬૦ કલાકથી પણ ઓછો. ને ત્યાં સુધીમાં ૬૬ લાખનું માતબર ફંડ એકઠું કરવાનું હતું. પરિણામ ચમત્કારિક આવ્યું. માત્ર ૪૮ કલાકમાં જ ૬૬ લાખ જેવી માતબર રકમનો ફાળો નોંધાઈ ગયો. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. વિક્રમ સંવતુ ૨૦૪૪ના મહાવદ પાંચમને સોમવારનો એ દિવસ.
એ જ શામિયાણામાં અનુપમ શાસનપ્રભાવક, ભગવતીસૂત્રના માસ્ટર માઇન્ડ સમા, નિખાલસહૃદયી પૂ. આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા.ને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ તરીકે અલંકૃત કરવાનો એ ઐતિહાસિક અવસર હતો.
પૂજયપાદશ્રીનાં ચાતુર્માસો ભવ્ય રીતે ઠેરઠેર થયાં છે. પાલનપુર, આંબલીપોળ (અમદાવાદ), પાદરા, નવસારી, ગોડીજી (મુંબઈ), પૂના, ડીસા, વિજાપુર, રાજકોટ, ભાવનગર, મલાડ (મુંબઈ), પુંધરા, સાબરમતી, નવસારી, વાલકેશ્વર, ગોરેગાંવ, મહુડી એમ વિવિધ સ્થળોએ પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસ સંપન્ન થયાં છે.
પૂજ્યપાદશ્રીના હસ્તે નિર્માણ પામ્યાં છે અનેક ઉપાશ્રય જેવા કે, નવસારી મહાવીર સોસાયટી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ,
શ્રી વિજાપુરતીર્થ સોસાયટી-વિજાપુર, ધાનેરા, જૂના ડીસા, કુંભાસણ, સુરત–સૈફી સોસાયટી, ધનાલી, સુરત-મગદલ્લા શ્રી નાગેશ્વરતીર્થ, સીરસાડ, લોદરા, આજોલ, ગવાડા, પુંધરા, મિરામ્બિકા (અમદાવાદ), સોલા રોડ (અમદાવાદ), સુપાર્શ્વનાથ-વાલકેશ્વર-મુંબઈ, વસઈ-દહીંસર, ભાવનગર આયોજનનગર, ગોદાવરી વાસણા (અમદાવાદ)-એમ સંખ્યાબંધ ઉપાશ્રયો તથા તીર્થ નિર્માણ થયેલ છે.
પૂજ્યપાદશ્રીનો શિષ્યગણ : પૂ. આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ.પંન્યાસ શ્રી સુદર્શન કીર્તિસાગર મ.સા., પૂ. પ્રવર્તક શ્રી યશકીર્તિસાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી ઉદયકીર્તિ સાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી રાજકીર્તિસાગર મ.સા., મુનિરાજ શ્રી પ્રસનકીર્તિ સાગર મ.સા., મુનિરાજ શ્રી જયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી અનંતકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિશ્વોદયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિદ્યોદયકીર્તિસાગર મ.સા. પૂજ્યપાદશ્રીના હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓની સંખ્યા ૮૬ જેટલી છે, જેમાંની મુખ્ય તે પાલનપુર, ગોરેગાંવ (મુંબઈ), અંધેરી, ગાંભ, મહુડી (અંજનશલાકા), માણસા, ભીલડિયાજી તીર્થ, જૂના ડીસા, ખીમત, ધાનેરા, નવસારી, ગવાડા, આજોલ, વિજાપુર, ધરણીધર સોસાયટી (અમદાવાદ), મિરામ્બિકાઅમદાવાદ, સુરત, પ્રાંતિજ, સોલારોડ, આબુનગર, ઝવેરીપાર્કઅમદાવાદ, સાબરમતી, સીરસાડ વગેરે છે. એવા પૂજ્યપાદ અજોડ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ.ભ.શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજા ૮૬ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સંવત ૨૦૬૩ અષાડ વદ-૫ના રોજ સવારે ૭૦૨ મિનિટે અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા હતા. જેઓની અષાડ વદ-૬ના દિવસે વિજાપુર મુકામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિમંદિર શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ જૈન તીર્થધામ મધ્યે લાખો ભાવિકોની માનવ મેદની વચ્ચે જયજય નંદા, જય જય ભદ્દાના બુલંદ ઉઘોષણા સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જે સમયે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કલખાના બંધ રાખવામાં આવ્યા હતા. જે જૈન સમાજ માટે ઐતિહાસિક ઘટના હતી જે અતિ નોંધનીય છે. હમણાં જ તા. ૩-૮-૦૭ના સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ટી.વી. ચેનલ અને દૈનિકપત્રો દ્વારા આ સમાચાર વિસ્તારથી પ્રગટ થયેલા. સૌજન્ય : પ. પૂ.આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાની પ્રેરણાથી વૈશાલી ટી સેન્ટર-બારડોલી હ. સંજયભાઈ આર. શાહ તરફથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org