________________
જૈન શ્રમણ
૩૭૫
મંવિધાના વિશિષ્ઠ શ્રમણસાધકો
પ. પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા.
એમ કહેવાય છે કે મંત્ર-તંત્ર વિદ્યા જૈન શ્રમણોને સિદ્ધ થયેલી વિદ્યા છે અને તેથી જ જૈન શ્રમણોમાં અપૂર્વ શક્તિનાં દર્શન થાય છે, પણ તેનો ઉપયોગ કરવાનું ઓછું માને છે. શાસનની પ્રભાવનાનો જ જયાં પ્રશ્ન હોય, જયાં શાસનહીલના અટકાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય ત્યાં જ એ વિદ્યાશક્તિનો ઉપયોગ થયાનું જણાય છે. દા. ત. ઉપાધ્યાય શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, વજસ્વામીએ દુષ્કાળમાંથી શ્રી સંઘને સુકાળમાં લઈ જવા માટે આવી શક્તિનો ઉપયોગ કરેલો એ પ્રતીતિ કરાવે છે કે આવી મંત્રશક્તિનો ઉપયોગ માત્ર રક્ષણાત્મક કાર્યોમાં જ થતો.
જૈનોના વિશાળ સાહિત્યસાગરમાં મંત્રવાદ જેવો ગહન વિષય અને તેમાં માત્ર યોગ્ય પથદર્શકની સહાયથી જ એ સિદ્ધ થાય છે. ભૂતકાળમાં અનેક પૂર્વકાલીન મહાપુરુષોએ ભાવભક્તિપૂર્વક, અનન્ય ભાવે કરેલી સ્તુતિઓ સ્તોત્રો કે પ્રભાવશાળી મંત્રોની રચનાઓથી દૂષિત વાતાવરણને શુદ્ધ કર્યું છે. આર્તધ્યાન કરનારને ધર્મધ્યાનમાં સ્થિર કર્યા છે. ભૂતકાળમાં ઘણા સાધુઓ, યતિઓ પાસે આ વિદ્યા હતી જ, પણ આ વિદ્યાઓ કાચા પારા જેવી, પચે તો ઊગી નીકળતી અને ન પચે તો ફૂટી નીકળતી અને તેથી જ એક સમયે પડતો કાળ જોઈને આ વિધાઓનું આદાન-પ્રદાન બંધ થયું. જૈન શાસનમાં આ વિદ્યાના બળે પારાવાર નુકસાન થયું છે તેમ મહાન ઉપકારો પણ થયા છે તેની નોંધ અવશ્ય લેવી રહી. | વિક્રમની ત્રીજી સદીમાં માનદેવસૂરિજી (પહેલા)એ ‘તિજયપહત્ત'ની રચના દ્વારા, ચોથી પાંચમી સદીમાં સિદ્ધસેન દિવાકરજી દ્વારા લોકપ્રિયતા પામેલ “કલ્યાણમંદિર'ની રચના દ્વારા, વિક્રમની છઠ્ઠી સદીમાં શ્રી ભદ્રબાહુસ્વામિએ પ્રાકૃત ભાષાની પાંચ ગાથાની ઉવસગ્ગહર રચના દ્વારા, વિક્રમની સાતમી સદી એ તો મંત્રો અને સ્તોત્રોનો સુવર્ણયુગ હતો. તે સમયમાં માનતુંગસૂરિજીની “ભક્તામર’ની રચના એક અનોખી ભાત પાડે છે. તેમાં આચાર્યશ્રીની કાવ્યકલાનું, ભક્તિભાવનાનું, રચના સૌષ્ઠવનું અને મહાપ્રભાવક ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ તેની સાથે આશ્ચર્યજનક ગુણોનું નિધાન પણ છે. વિક્રમની આઠમી સદીમાં નંદિસજીએ ‘અજિતશાંતિ'ની રચના દ્વારા, વાદીવેતાલ શાંતિસૂરિજીએ વિક્રમની ૧૧મી સદીમાં “મોટીશાંતિ'ની રચના દ્વારા, મુનિસુંદરસૂરિજીએ સોળમી સદીમાં “સંતિકર'ની રચના દ્વારા આવાં અસંખ્ય સ્તોત્રો, સ્મરણોએ જૈન ધર્મનો પ્રભાવ ખૂબ જ વધાર્યો છે એમ જરૂર કહી શકાય, એટલું જ નહીં, યંત્રોનાં દર્શનથી ઘરમાં કાયમ શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ અને સમૃદ્ધિનું અવતરણ થશે. ભક્તામર’ તોત્રમાં એક એક ગાથાની રચના આંતરસ્કુરણાથી થતી જાય અને અંગ ઉપરથી બેડીનાં બંધન સહેલાઈથી તૂટતાં જાય એ નાની સૂની વાત નથી. માનવીને શ્રદ્ધા અને શક્તિનું આલંબન જ કસોટીમાંથી પાર ઉતારી શકે. જિન શાસનની વિશિષ્ટ પ્રભાવના કરનારા પ્રભાવકોના આઠ પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. આમાં મંત્રપ્રભાવકનું પણ સ્થાન છે. પોતાની મંત્રશક્તિ દ્વારા જિન શાસન ઉપર આવતી આફતોનો સફળ પ્રતિકાર કરનારા કેટલાક ઐતિહાસિક મહાપુરુષના લોમહર્ષક પ્રસંગો પ્રાચીન ગ્રંથોમાં, ચરિત્રોમાં, પ્રબંધોમાં મળે છે. અહીં કેટલાક પ્રસંગો ટૂંકમાં આલેખાયા છે. આ લેખમાળા રજૂ કરનાર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. પૂ. બાપજી મહારાજના સમુદાયના એક પ્રભાવક સાહિત્ય સંશોધક, સંપાદક અને અનેક પ્રવાહોના જાણકાર છે. પૂજ્યશ્રી પ્રાચીન વિદ્યાઓના ક્ષેત્રે એક આગવી સૂઝ ધરાવે છે. મંત્રવિદ્યા કે વિદ્યાસિદ્ધ પુરુષોની શ્રેણિ જૈન જગતમાં ઘણી વિશાળ છે. તેમાં પ્રભાવક મહાપુરુષોમાંના કેટલાંક ચરિત્રો ગ્રંથમર્યાદા અનુસાર અહીં રજૂ કરાયા છે ત્યારે તેમાં બે બાબત ઉડીને આંખે વળગે છે. એક તો પૂ. આચાર્યશ્રીની સમ્યક દૃષ્ટિ અને બીજી સાક્ષીપાઠ દ્વારા પ્રતિપાદિત થતી વિદ્વત્તા. આખીયે લેખમાળા વિદ્યાસિદ્ધ મહાત્માઓની ઝાંખી કરાવતી હોવા છતાં વાચક લેશમાત્ર મિથ્યાત્વ તરફ દોરવાઈ ન જાય, કોઈ પોળકલ્પિત કે વર્તમાનમાં વહેતી બનેલી કથિત વિદ્યાસિદ્ધતા કે મંત્રશક્તિની છીછરી વાતો પ્રવેશી ન જાય તેના જાગૃત પુરૂષાર્થનું દર્શન પણ આ લેખમાળામાં જરૂર થાય છે. લેખમાળાને ન્યાય આપવાની સાથે સાથે લોકો માર્ગોત્તર ન કરે તે માટેની પૂ. આચાર્યશ્રીની ચીવટ અને સાવધાની ખરેખર અનુમોદનીય છે.
– સંપાદક
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only