________________
જૈન શ્રમણ
૩૭૯
સત્સંગથી ચૈત્યવાસ છોડી સંવેગી બન્યા. વૃદ્ધદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા.
આ વૃદ્ધદેવસૂરિના પટ્ટધર આ. પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં નાડોલ પધાર્યા.
નાડોલમાં શ્રેષ્ઠી ધનેશ્વર અને ધારણીનો પુત્ર માનદેવ આચાર્યશ્રીના ઉપદેશથી વૈરાગી બન્યો. દીક્ષા લઈ મુનિ માનદેવ બન્યા. સૂત્ર-અર્થનો અભ્યાસ કર્યો. તેમને આચાર્યપદે આરૂઢ કરવાનો ગુરુએ નિર્ણય કર્યો. પદ-પ્રદાન વખતે માનદેવજીના ખભા ઉપર સાક્ષાત્ સરસ્વતી અને લક્ષ્મીને બેઠેલાં જોઈ આ. પ્રદ્યોતનસૂરિ ચિંતામાં પડી ગયા. દેવીઓનું આગમન, વિશાળ ભક્તવર્ગ અને આચાર્યપદ....આ બધું આને નુકશાનકારક તો નહીં બનેને?
માનદેવજીને જેવી ગુરુની ચિંતા સમજાઈ કે હૃદયથી આનંદિત થયા કે ખરેખર ગુરુ મારા હિતની કેવી ચિંતા કરે છે!... સંશનિવારણ માટે તે જ વખતે આજીવન છે વિગઈના ત્યાગની અને ભક્તોના ઘરના આહારત્યાગની ભાવના ગુરુ પાસે વ્યક્ત કરી. સંશય ટળી ગયો. આચાર્યપદ પ્રદાન ઉલ્લાસ ભેર થયું.
આ સમયે તક્ષશિલામાં મહામારી ફાટી નીકળી. ટપોટપ માણસોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો. જૈનસંઘ ભેગો થયો. ૫00 જિનાલયોથી શોભતા નગરની આ અવદશા! શાસનદેવો ક્યાં ગયા?
ત્યાં શાસનદેવી પ્રગટ થયા. દેવીએ કહ્યું : “આ પ્લેચ્છોના બળવાન દેવોનો ઉપદ્રવ છે. આની શાન્તિ માત્ર આ. માનદેવસૂરિ જ કરી શકે.”
- તક્ષશિલાથી વીરચન્દ્ર આ. માનદેવસૂરિ પાસે નાડોલ પહોંચ્યો. ત્યારે આ. માનદેવસૂરિને વંદન કરવા જયા અને વિજયા દેવીઓ આવેલી. વીરચન્દ્રને આવી રસીઓ જોડે વાતચીત કરતાં સૂરિજીના ચારિત્ર વિષે સંદેહ થયો. એ અવજ્ઞા પૂર્વક બેસી ગયો. દેવીઓએ જ્ઞાનથી એનો અભિપ્રાય જાણ્યો. વીરચન્દ્રને આવા મહાન આચાર્યશ્રી વિષે શંકા કરવા માટે ખખડાવી નાખ્યો. આ દેવીઓ છે જાણ્યા પછી તીરચન્દ્ર ઘણું પસ્તાયો. એણે મહામારીથી તક્ષશિલાને બચાવવા ક્ષશિલા પધારવા વિનંતી કરી.
સ્થાનિક સંઘ અને દેવીઓએ આચાર્યશ્રીને જવા રજા ન આપી.
આચાર્ય માનદેવસૂરિ કહે : હું આ શાન્તિસ્તવ રચીને આપું છું તે લઈ જા. આના પાઠથી શાન્તિ થશે.
આ શાન્તિસ્તવના પાઠથી મરકીનો ઉપદ્રવ શાંત થયો. એ પછી ત્રણ વર્ષ બાદ તુરુષ્કોએ તક્ષશિલાનો ભંગ કર્યો. લોકો અન્યત્ર ચાલ્યા ગયા.
આ. માનદેવસૂરિએ શાંતિસ્તવ (લઘુશાંતિ) ઉપરાંત ‘તિજયપહુત્તથી પ્રારંભ થતું સ્તોત્ર પણ રચ્યું છે. વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરજી
આ. સ્કંદિલસૂરિ પાસે મોટી ઉમરે મુકુંદ બ્રાહ્મણે દીક્ષા લીધી. મોટેથી ગોખતાં વૃદ્ધમુનિને કોઈએ ટોક્યા : “હવે ઘરડે ઘડપણ ક્યાં સાંબેલા પર ફૂલ ઊગવાનાં છે?
વૃદ્ધમુનિને ચાનક ચડી. ભરૂચ નાલિકેર–વસ્તીમાં સરસ્વતીદેવી પાસે બેસી જાપમાં મગ્ન બની ગયા. ૨૧મા દિવસે સરસ્વતી પ્રસન્ન થયાં.
સરસ્વતીની કૃપા મેળવી મુકુન્દ મુનિ ધન્ય બની ગયા! આચાર્યપદને પ્રાપ્ત કરી વૃદ્ધવાદીસૂરિ તરીકે વિખ્યાત બન્યા.
આ બાજુ સિદ્ધસેન નામનો વિખ્યાત બ્રાહ્મણ વાદ કરવામાં નિપુણ હતો. તેને વૃદ્ધવાદીસૂરિ વિષે સમાચાર મળતાં વાદ કરવા આવ્યો. વાદમાં હારી જતાં પંડિત વૃદ્ધવાદીસૂરિનો શિષ્ય બન્યો અને થોડા સમય પછી આચાર્ય સિદ્ધસેનસૂરિ બન્યા.
બંગાળના રાજા દેવપાલને જ્યારે કામરૂ દેશના વિજયવર્માએ ઘેરી લીધો ત્યારે સર્ષપપ્રયોગ દ્વારા સૈન્ય બનાવી સિદ્ધસેનસૂરિજીએ ઉગાર્યો હતો. ત્યારથી દિવાકર તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. સુવર્ણસિદ્ધિ દ્વારા એ રાજાને આર્થિક સંકટમાંથી પણ ઉગાર્યો હતો.
આમ રાજાના આગ્રહથી પછી સિદ્ધસેન દિવાકરજી પાલખીમાં બેસી રાજસભામાં જવા લાગ્યા હતા. વૃદ્ધવાદીસૂરિને સમાચાર મળતાં ત્યાં આવ્યા. ઠપકો આપી આચારમાં સ્થિર કર્યા.
આવશ્યક સૂત્રોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરવાના એમના વિચાર સાથે વડીલોએ અસમ્મતિ બતાવી અને ભવિષ્યમાં બીજા કોઈ આવું ન કરે માટે પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું. આ પ્રાયશ્ચિત્તના અનુકરણે તેઓ અવધૂતના વેષમાં થોડા વર્ષ વિચર્યા.
એકવાર સિદ્ધસેન (અવધૂત)ને રાજા વિક્રમાદિત્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org