________________
2
જૈન શ્રમણ
પ્રગટી હતી અને તે માટે સ્થાનકવાસી સંપ્રદાયના છોટેલાલજી પાસે અવારનવાર જઈ તે અંગેની ઇચ્છા પ્રગટ પણ કરતા અને ચારિત્ર આપવા માટે વિનંતિ પણ કરતા ત્યારે છોટેલાલજી મ. કહેતા કે તારા પિતાશ્રી કેવા છે તેને તને ખ્યાલ છે ને હું તને સાધુ બનાવું તો તે મને પંજાબ છોડાવી દે તેથી હું તને દીક્ષા ન આપી શકું. જો તારે દીક્ષા લેવી જ હોય તો ગુજરાત જા ત્યાં તને સુયોગ્ય મુનિ ચારિત્ર પ્રદાન કરી શકશે.
મહાનુભાવ કાશીરામ તારો પરિવાર સ્થાનકવાસી સંપ્રદાયનો અનુયાયી છે જ્યારે ગુજરાતમાં મૂર્તિપૂજક સંપ્રદાયના
સાધુઓ વધારે પ્રમાણમાં છે છતા પણ એક વાત ધ્યાનમાં રાખજે કે મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ પાસે તું ચારિત્ર ગ્રહણ કરીશ તો પણ કોઈ પ્રકારનો વાંધો નથી. કારણ કે સાધુ બન્યા પછી તારે પૂજા કરવાની રહેતી નથી. મારા તને અંતરના શુભ આશીર્વાદ છે.
પંજાબને છેલ્લી સલામ આપી સીધા જ ગુજરાતની ધરા ઉપર પગ મૂકી તેને પ્રણામ કરી ગુરુની શોધ પ્રારંભી. અમદાવાદ-મુંબઈ આદિ અનેક શહેરોમાં પ્રવાસ ખેડ્યો. છેલ્લે પાલિતાણા જઈ આવ્યા. પણ મન ક્યાંય ઠર્યું નહીં. તેથી કોઈએ સલાહ આપી કે મહેસાણા પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરો પછી દીક્ષાની વાત કરજો.
પાલિતાણાથી મહેસાણાનો પ્રવાસ ખેડી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની મુલાકાતે પધાર્યા. પાઠશાળામાં જઈ અભ્યાસ અંગે પ્રવેશ માટે મુખ્ય અધ્યાપકશ્રીની સાથે ચર્ચા વિચારમાં અને સ્વની ભાવના દર્શાવી પણ અધ્યાપકશ્રીએ કહ્યું કે કોઈની ઓળખાણ લાવવી પડે. એટલે હતાશ બની સંઘના ઉપાશ્રયે બિરાજમાન સાધુ ભગવંતશ્રીને વંદન-દર્શન કરવા પધાર્યા.
સંઘના ઉપાશ્રયે પ.પૂ. તપસ્વી મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ બિરાજમાન હતા અને. તેઓ પણ મહેસાણાના જ વતની હતા અને એકલા જ હતા. ભાઈ કાશીરામ ઉપાશ્રયમાં આવ્યા ને વંદન કરીને પુરિમુદ્દે એકાસણાનું પચ્ચખાણ માંગ્યું. ચરિત્રનાયકશ્રીએ ઘરછોડ્યું ત્યારથી જ એક પ્રકારનો મનમાં સંકલ્પ કરેલો કે જ્યાં સુધી ચારિત્ર ઉદયમાં ન આવે ત્યાં સુધી પુરિમુટ્ટ એકાસણાથી ઓછું પચ્ચખાણ કરવું નહીં. જેને આજકાલ કરતા બે મહિના વ્યતીત થઈ ગયા.
Jain Education Intemational
૪૦૯
મુનિરાજશ્રી જિતેન્દ્રસાગરજીએ પચ્ચક્ખાણ આપ્યા બાદ પૂછ્યું કે કોને ત્યાં મહેમાન તરીકે પધાર્યા છો. કારણ એક તો અજાણ્યો ચહેરો તથા હિન્દીભાષી અને પંજાબી જેવી પડછંદ કાયા જોઈને મુનિવર વિચારવા લાગ્યા.
કાશીરામે જે સત્યવાત હતી તે દર્શાવી દીધી ને કહ્યું કે મારે તો દીક્ષાની ભાવના છે કોઈ મને દીક્ષા આપવા તૈયાર થતું નથી. અભ્યાસ માટે પાઠશાળામાં આવ્યો તો ત્યાં પણ નકારો ભણવામાં આવ્યો.
મારે ચારિત્ર લેવું જ છે. આપ મને ચારિત્ર આપશો ત્યાં મુનિ શ્રી જિતેન્દ્રસાગરજીએ હા પાડી દીધી ને કાશીરામને એકાસણું કરવાની એક શ્રાવકને ત્યાં વ્યવસ્થા કરાવી આપી એકાસણું કરીને ઉપાશ્રયમાં આવી મુનિરાજના સાંનિધ્યમાં ઉપસ્થિત થઈ ગયા ને દીક્ષા માટે પુનઃ મુનિરાજને વિનંતી કરી.
રાત્રિના સમયે મુનિરાજે શ્રીસંઘને તથા સ્વના પરિચિતોને ભેગા કર્યા ને દીક્ષા આપવા અંગે ચર્ચા-વિચારણા કરી ત્યારે સર્વેએ એક જ સૂરે દીક્ષા આપવા માટે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. કારણ તે સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી ને પંજાબ પ્રાંતે આ ચળવળમાં ખૂબ જ રસ લીધો હતો. તેથી આઝાદી મેળવવા ક્રાતિ પંજાબે ઉઠાવી હતી. કાશીરામ એક તો એકલ-દોકલ હતા કોઈપણ પરિચિત હતું નહીં અને સાથે સાથે પંજાબી હતા તેથી મહેસાણા શ્રી સંઘે મુ. શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા.ને કાશીરામને દીક્ષા આપવાની ના પાડી દીધી અને મુ. શ્રીને કહ્યું કે આ પંજાબી ઉપર વિશ્વાસ ન રાખતા કોઈનું ખૂન કરીને આવ્યો હશે તો પોલીસ તેને શોધતી હશે તેથી આપણે લફડામાં પડવાની ક્યાં જરૂર છે.
શ્રી સંઘના બધા જ સભ્યો વિદાય થયા પછી મુ.શ્રીએ કાશીરામને બધી વાત કરી પણ તેની મક્કમતા જોઈને મુ.શ્રીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર અહિંયા નહીં તો બીજા ગામમાં જઈને તને દીક્ષા આપી તારી ભાવના હું પૂર્ણ કરીશ.
કર્મની કઠિનાઈ કેવી વિચિત્ર છે જે ગામના શ્રી સંઘે દીક્ષા આપવાની ના પાડી તે ભૂમિને ચરિત્રનાયકશ્રીએ કર્મભૂમિ બનાવીને શ્રી સીમંધરસ્વામી પરમાત્માનું ભવ્ય તીર્થ નિર્માણ કરાવી વિશ્વની ભૂગોળમાં મહેસાણાનું નામ અમર બનાવી દીધું.
બીજે દિવસે કાશીરામને સાથે લઈને મુ.શ્રીએ મહેસાણાથી વિહાર આદરી ખેરવા ગામે પધાર્યા ને ત્યાં પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org