________________
જૈન શ્રમણ
जवोनजी ?.... ठीक ठीक उपधोन किकण हालेरीयु हे ? આપરી થયા છે વાવની....તપસ્યા તો ખોર દાતે હૈ પળ મેં एक संकट अबवु है। गोम में पिवान पोणी नी हा । तपस्वीओ ને અશાતા વૈ। વાવની અળ સાત મેં' મ વુઆ હૈ ખળથી पोणी कम है। ज्यु त्यु करने अतरा दन काढीया... हमें नि નિતે
कोई वात करो अतरादन वात क्यु नी રળી'તિ વોર્ડ ની મેં
बावसी..! हमें करपा करो... आप को तो बावजी पोणीरे जगा घी पीरावुं पण माथी पोणी री वेवस्था नी वै । पेसका में एक टपु पोणी नी है। हमें हेंग आपरा माथे हैं। एडा फसियाँ हो न बावजी... कोई बात करो...
50
थे.... गोम एं पीवान पोणी नी ? किदी ? थोरा आ वात व्हेलाइस છોડું રો હોર્ફ લાખ રો હિ।
વાત એમ હતી કે વાંકલીમાં ઉપધન ચાલુ હતા. તે વખતે દુકાળના કારણે પાણીની ખૂબ જ તંગી હતી. અને તેમાંય એક સાથે ૬૦૦ માણસ ઉપધાન કરવા આવ્યા એટલે વિશેષ પ્રતિકૂળતા શરૂ થઈ. થોડા દિવસ તો ચલાવ્યું. પછી સાવ જ ચાલે તેમ ન લાગતા જવાનમલજી પૂ. ગુરુદેવશ્રી પાસે આવીને પરિસ્થિતિની જાણ કરી. એમનું કહેવું એમ હતું કે ગુરુદેવ! આપ કહો તો પાણીને બદલે ઘી વાપરી શકું પરંતુ પાણીની વ્યવસ્થા મારાથી નહીં થઈ શકે. ત્યારે ગુરુદેવે તેમને શાંત્વના આપતા કહ્યું.
જવાનમલજી! ચિંતા ન કરો. શાસનદેવો સહાય કરશે. આપણે આપણી આરાધનાને વિશેષ દૃઢ બનાવીએ. તમે આરાધકોને કઈ દો સૌ શ્રી નમસ્કાર મહામંત્રના જાપમાં બેસી જાય. શાસનદેવને અરજ કરે કે—
અમારી આ આરાધનામાં આવેલું વિઘ્ન જલ્દી દૂર
થાઓ.’
તે પછી પૂજ્યશ્રીએ જવાનલમજીને ચપટીએક વાસક્ષેપ આપ્યો અને કહ્યું જાઓ પેચકા ઉપર જાઓ (પેચકો એટલે ગામનો કુવા. જ્યાંથી આખું ગામ પાણી ભરવા આવે તે પનઘટ) અને કુવામાં વાસક્ષેપ નાખી દેશો. સૌ સારાવાના થશે.
અત્યંત શ્રદ્ધાપૂર્વક જવાનમલજી બીજા બે-ચાર માણસોને સાથે લઈને પેચકા ઉપર ગયા અને ગુરુ મ.એ કહેલી વિધિ મુજબ વાસક્ષેપ નાખ્યો ત્યાંજ સૌના આશ્ચર્ય વચ્ચે પાણીની
Jain Education International
૩૯૩
સપાટી વધવા લાગી. ધીરે ધીરે પાણી ઊંચું આવવા લાગ્યું. તેની સાથે જ ગામલોકો હરખથી નાચી ઊઠ્યા. કુવાના કાંઠા સુધી પાણી ભરાઈ ગયું. આવો આશ્ચર્યજનક પ્રસંગ જોઈને સૌ ગુરુદેવ પર ઓવારી ગયા. જવાનલમલજી અને આખું ગામ ઉપાશ્રયમાં આવી પહોંચ્યું. આજ તો સૌનું દળદર ફીટી ગયું. ગુરુદેવની સાક્ષાત્ કૃપાવર્ષાનો આ પ્રસંગ સૌના હ્રદય સરોવરમાં એક આનંદની અનેરી હેરી વહાવી રહ્યો હતો. સૌ ગુરુદેવને અભિનંદન આપવા લાગ્યા. ગુણ ગાવા લાગ્યા... ત્યારે ગુરુદેવે ફરમાવ્યું ભાગ્યવાનો! આ બધો પ્રભાવ જિનશાસનનો છે. સર્વજ્ઞ શાસનની આરાધના કરતા જીવોને અનુકૂળતાઓ આપવા માટે શાસનદેવો હરપલ તૈયાર હોય છે. દેવ-ગુરુની કૃપાથી આરાધકોને ક્યારેય વિઘ્નો આવતા નથી. તમે પણ આરાધનામાં વિશેષ આગળ વધો અને દેવ-ગુરુની કૃપાને પ્રાપ્ત કરો એજ મંગલ આશીર્વાદ.’’
આ પ્રમાણે ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌ વિખરાયા. જવાનમલજીનાં દિલમાં ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધાનો દીવડો જ્વલંત ઉજાસ વેરવા લાગ્યો. તે પછી તો તે આરાધકોની ભક્તિમાં પરોવાઈ ગયા...ઓતપ્રોત બની ગયા.
આ પ્રસંગ પૂજ્ય ગુરુદેવશ્રીના તપ-જપ અને સંયમબળની સાક્ષી પૂરે છે. સાંસારિક કાર્યોથી સદા અલિપ્ત એવા મહાત્મા પણ જ્યારે સંઘ પર આપત્તિના વાદળા ઘેરાય અને તે કારણે આરાધનાઓ, સાધનાઓ, ઉપાસનાઓ મંદ થતી જણાય ત્યારે તે આપત્તિને દૂર કરવા માટે પોતાની સાધનાનો અંશ પ્રગટ કરે છે. તે વખતે દુનિયાની આંખે એક ચમત્કાર સર્જાય છે. પરંતુ મહાત્માને તો તેમાં માત્ર એક અદના સંઘ સેવક તરીકેનું કર્તવ્ય જ જણાતું હોય છે. ધન્ય હો આવા મહાપુરુષોને...
સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ, લુણાવા મંગલ ભવન, તળેટી રોડ, પાલિતાણા તરફથી
પૂ. આ. શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ.
જૈનસમાજના શ્રમણોધાનમાં અનેક, પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે અને એ ફૂલોના મઘમઘાટે વિશ્વ સુરભિત બન્યું છે. આવાં અનેક ફૂલડાંઓનું અનેરી ફોરમ ફોરતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરિજી! ઓમકારજાપના પૂરેપૂરા રસિયા, યોગવિદ્યાના અભ્યાસી તેમ જ ગઈકાલના અને આજના યુગની માર્ગદર્શક થઈ પડે તેવી સાહિત્યશ્રેણીના સર્જક
For Private & Personal Use Only
www.jainelibrary.org