________________
૩૬૦
F ‘સાહિત્ય-કલારત્ન' :
પૂ. આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, સાહિત્ય કૃતિઓના સર્જક-સંપાદક શાસન પ્રભાવક તરીકેનું અજોડ અને બહુમુખી વ્યક્તિત્વ. જન્મ સં. ૧૯૭૨માં. બચપણનું નામ જીવણલાલ. પિતા વીશાશ્રીમાળી જ્ઞાતિના નાથાલાલ વીરચંદ, માતા રાધિકાબહેન. જન્મ પહેલાં પિતાની અને પાંચમા વર્ષે માતાની છત્રછાયા ગુમાવેલી. ડભોઈની સંગીતશાળામાં જોડાઈને ક્લિષ્ટ રાગ-રાગિણીઓની સ્વરલિલિપ શીખ્યા. સુંદરકંઠ સાથે જૈનસંઘના પ્રોત્સાહનથી નૃત્યકલા શીખ્યા. દીક્ષા લેવા ૧૭ વખત નાસભાગ કરવી પડેલી છેવટે પાલિતાણા પહોંચ્યા. સં. ૧૯૮૭માં કદમ્બગિરિ તીર્થની પવિત્ર છાયામાં પૂ. આ. શ્રી વિજયમોહનસૂરીશ્વરજી પાસે દીક્ષા લઈ તેમના પ્રશિષ્ય મુનિ શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી યશોવિજયજી નામ ધારણ કરી પૂ. ગુરુદેવની છાયામાં શાસ્ત્રાભ્યાસથી વિરલ પ્રતિભા બન્યા. ૧૮ વર્ષની ઉંમરે ‘સંગ્રહણીસૂત્ર' જેવા દળદારગ્રંથનો અનુવાદ કર્યો. ૧૨૫ અવધાનો કર્યાં. પ્રારંભમાં જ ૬૦ અવધાન કર્યાં હોય તેવા તે પ્રથમ મુનિ છે! શિલ્પ-જ્યોતિષ-સ્થાપત્ય-ઇતિહાસ-મંત્રશાસ્ત્ર વ.માં તેમની વિદ્વતા સર્વતોમુખી રહી, રાષ્ટ્રના અગ્રણીઓ તેમની મુલાકાત લેતા, જૈનસમાજના આચાર્યો અને મુનિરાજો, શ્રાવકો, સંગીતકલાના મહારથીઓ જોડેના સંબંધો ભાવપૂર્ણ રહ્યા. આગમમંદિરના આયોજનમાં માર્ગદર્શક બન્યા; વિશ્વશાંતિઆરાધના સત્ર, વડાપ્રધાન શાસ્ત્રીજીના વખતમાં પોતે જાહેર ભાષણો દ્વારા ૧૭ લાખનું સોનું ‘સુવર્ણબોન્ડ' માટે એકત્ર કરાવેલ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથોના પ્રકાશન માટે ‘યશોભારતી જૈન પ્રકાશન સમિતિ’ તથા ‘ચિત્રકલા નિદર્શન' વ. સ્થાપ્યાં. ભગવાન શ્રી મહાવીર સ્વામીની શાસ્ત્રીય
કથાને ૩૫ સુંદર ચિત્રોમાં ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને માર્ગદર્શન આપી તૈયાર કરાવ્યાં ને ગુજરાતી-હિંદી-અંગ્રેજીમાં ત્રણે ભાષામાં તેનો પરિચય આપ્યો. આવું કામ પહેલી વખત જ થયું છે જેનો લાભ વિશ્વકક્ષાએ લેવાયેલ છે. રાષ્ટ્રપતિ ગિરિજીના હસ્તે સન્માન/કેન્દ્ર સરકાર દ્વારા પદવીનો ઇન્કાર કર્યો. જો કે તેમની અનિચ્છા છતાં વિશાળ જનસમૂહ વચ્ચે તેમને ‘સાહિત્ય કલારત્ન'ની પદવી એનાયત થઈ.
વડાપ્રધાને એક સંતનું વિરલ સમ્માન કર્યું હોય તેવો પહેલો બનાવ બન્યો. વડાપ્રધાન મોરારજી દેસાઈએ
Jain Education International
વિશ્વ અજાયબી :
જાતે કાંતેલી ખાદીનું કાપડ અને પછી શાલ ઓઢાડીને દબદબાભર્યા સમારંભમાં સમ્માન કર્યું. આચાર્યપદની ઉજવણીનું આ ખર્ચ ભારત સરકારના આદેશથી ગુજરાત સરકારે કર્યું. પૂજય આચાર્યશ્રીના અમૃત મહોત્સવ વખતે ગુજરાતના રાજ્યપાલશ્રી અને ભારતના વડાપ્રધાન વી.પી. સિંઘ પાલિતાણા જૈન સાહિત્યમંદિરમાં પધારેલા તે પણ અભૂતપૂર્વ બનાવ કહેવાય.
: શતાવધાની સૂરિવર' :
પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ
ભાદરકાંઠાના જેતપુરમાં સં. ૧૯૯૨માં જીવણભાઈ ઝવેરભાઈ શાહ અને સાંકળીબાઈના બાળક જેઠાલાલ તરીકે જન્મ. સંવત ૧૯૯૨માં દીક્ષા. મુનિ શ્રી જયાનંદવિજયજી નામ આપીને પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય જાહેર કરાયા. અમદાવાદમાં વ્યાકરણ, ન્યાયતીર્થ, સાહિત્યતીર્થની પરીક્ષાઓ આપી. ‘શતાવધાની' તરીકે પણ વિખ્યાત થયા.
7 વ્યાખ્યાનવિશારદ' : પૂ.આ. શ્રી વિજયકનકરત્નસૂરીશ્વરજી મહારાજ
જન્મ ધંધુકા પાસે ધોલેરામાં શેઠ રતિભાઈ અને મણિબહેનને ત્યાં. બોટાદ પાસે અલાઉમાં સં. ૧૯૯૮માં પ્રવ્રજ્યા અંગીકાર કરી મુનિશ્રી કનકવિજયજી નામે ઘોષિત થયા. સતત અધ્યયન અને ચિંતનશીલ ચારિત્ર્ય. સંવત ૨૦૩૭માં આચાર્યપદ અર્પણ થયું.
મૈં વ્યાકરણવિશારદ', 'ન્યાયતીર્થ' : પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ
જન્મ વિ.સં. ૧૯૮૮માં ડભોઈમાં. માતા મણિબહેન, પિતા ચીમનભાઈ. સંવત ૨૦૦૪માં રાજકોટ પાસે ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજીએ દીક્ષા આપી મુનિશ્રી સૂર્યોદયવિજયજીના નામે જાહેર કર્યા. જૈનસંઘો અને સાધુસમુદાયોમાં વિ.સં. ૨૦૧૭માં બુક–પંચાગો અવનવી–ઓફસેટ પ્રિન્ટિંગ દ્વારા આકર્ષક-વ્યવસ્થિત ઢબે તૈયાર કરવાનું માન તેમના ફાળે જાય છે. પૂજ્ય યુગદિવાકર શ્રી ગુરુદેવે તેમને પોતાના જીવનના અંતિમ શ્વાસ લગી સાથે જ રાખ્યા! ૬ જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ', 'છોટે
આત્મારામજી', ‘કવિ કુલ કિરીટ' : પૂ. આચાર્ય દેવશ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી જૈન શાસનના આ મહાન જ્યોતિર્ધરથી કોણ અજાણ
For Private & Personal Use Only
www.jainelibrary.org