________________
જૈન શ્રમણ
મુનિરાજો તથા સમર્થ સાધ્વીજીઓ પણ તીર્થ નિર્માણ કરાવી રહ્યા છે ત્યારે એ તીર્થોમાં આરાધના-સાધના કરવા જનાર નવી પેઢીને આપણે તૈયાર નહીં કરીએ તો એ તીર્થ નિર્માણનો ફાયદો શું ? ભવિષ્યમાં એ તીર્થોનો વહીવટ કોણ કરશે ?
આ નવી પેઢીને ધર્મમાં રસ લેતી કરવી હશે તો આપણે આપણા પ્રત્યેક સિદ્ધાંતની વૈજ્ઞાનિક પ્રાયોગિક સાબિતિ આપવી પડશે. વર્તમાન યુવા પેઢી અને ભવિષ્યની પેઢી-બાળકો આપણી વાતો માત્ર દલીલો-તર્કના આધારે સ્વીકારતી નથી, સ્વીકારશે નહી. તેણે તો ખપે છે માત્ર પ્રાયોગિક વિજ્ઞાનસિદ્ધ હકીકતો.
આપણા સાધુ સમાજે અને શ્રાવક સમાજે આ દિશામાં અવશ્ય વિચારવું પડશે. તીર્થોની પાછળ અબજો રૂપિયા ખર્ચ કરનાર શ્રાવક સમાજે આવી એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા પાછળ પણ કરોડ રૂપિયા ખર્ચવા પડશે.
આપણા સૌના સદ્નસીબે વિજ્ઞાનના વિષયમાં અધિકૃત વિદ્વાન-વિજ્ઞાની કહી શકાય તેવા પરમ પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મહારાજ આ મુંબઈ નગરીમાં ઘણા વર્ષો બાદ પધાર્યા છે. તેઓ માત્ર જૈન દર્શનના વિદ્વાન કે વિજ્ઞાનના માત્ર જાણકાર નથી. એ બંને અંગે તેઓએ ગહન અધ્યયન અને ઊંડું ચિંતન કર્યું. ૨૫-૩૦ વર્ષના ચિંતનમાં તેઓએ જુદા-જુદા વિષયો અને સિદ્ધાંતોને અનુલક્ષી વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક સંશોધન કર્યું છે.
આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ તેઓના સંશાધનકાર્યથી પ્રભાવિત થયા છે અને દેશના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ડૉ. પી.સી. વૈદ્ય, ડૉ. જયંત વિષ્ણુ નારલીકર, ડૉ. નરેદ્ર ભંડારી (પી.આર. એલ.), પ્રો. (ડૉ.) કે.વી. ર્ડિયા (યુ.કે.) વગેરેએ તેમના અંગ્રેજી પુસ્તક ``Scientific Secrets of Jainism"ની
પ્રસ્તાવના,
Jain Education International
૩૦૫
કોમેન્ટ્સ લખી આપી છે. તેમની સંસ્થા તરફથી ૧. Scientific Secrets of Jainsm (English Edition) 2. જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો (ગુજરાતી આવૃત્તિ) ૩. આભામંડળ : એક સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક સંસશોધન (અપ્રાપ્ય) ૪. ષટ્ આવશ્યક : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ (લે. ડૉ. જવાહરભાઈ પી. શાહ) ૫. જૈન ધર્મ વિજ્ઞાનની કરોટીએ ? કે વિજ્ઞાન જૈન ધર્મની કસોટીએ ? (ગુજરાતી આવૃત્તિ) ૬. જૈન ધર્મ વિજ્ઞાનકી કસોટી પર ? યા વિજ્ઞાન જૈન ધર્મ કી કસોટી પર ? (હિન્દી આવૃત્તિ) ૭. આભામંડળ : જૈનદર્શન તથા પ્રાયોગિક સંશોધન (ગુજરાતી) તથા 8. Arue : A Theoretical and Practical Research (English) પુસ્તકો પ્રકાશિત થયેલ છે.
વિભિન્ન સમાચાર પત્રોના પત્રકારોએ પણ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને અવસરે અવસરે બિરદાવ્યું છે. તેમાં સૌ પ્રથમ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” (અમદાવાદ આવૃત્તિ)ના તંત્રી અને પીઢ પત્રકાર શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૨, ઓગસ્ટ ૧૯૯૭, શનિવારના “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમના અંગે એક સુંદર લેખ લખ્યો, જેનાથી પી.આર.એલ.ના વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ ભંડારીનો સંપર્ક થયો. ત્યારબાદ ‘જન્મભૂમિ-પ્રવાસી’ (મુંબઈ)ની રવિવાર તા. ૬-૫-૨૦૦૧ની પૂર્તિમાં શ્રીમતી અવંતિકાબહેન ગુણવંતભાઈએ પણ તેમના જીવન અને કાર્ય
આ સંશોધનથી પ્રભાવિત થયેલ અમદાવાદની ઈસરો અને પી. આર.એલ. જેવી દેશની અગ્રગણ્ય વિજ્ઞાન સંશોધન સંસ્થાઓના જૈન-જૈનેતર વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સંશોધન
કરવા માટે એક પ્રયોગશાળાનું આયોજન કરવાનો અનુરોધ અંગે લખ્યું અને આર. આર. શેઠની કું. મુંબઈ દ્વારા પ્રકાશિત
કર્યો. તેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા' (Research Institute of Scientific Secrets from Indian Oriental Scriptures-RIISSIOS)+{ અમદાવાદાં સ્થાપના કરવામાં આવી.
“માનવતાની મહેંક” પુસ્તકમાં તેનો મસાવેશ થયો છે. તો શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૩ના પુનઃ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ (ગુજરાતી)માં ‘રેતીમાં રેખાચિત્રો' કોલમમાં પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને એક શકવર્તી કાર્ય. તરીકે બિરદાવ્યું અને આર.આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત ‘રેતીમાં રેખાચિત્રો' પુસ્તકમાં પણ તે લેખ આપવામાં આવ્યો છે.
“ચિત્રલેખા” જેવા નામાંકિત પ્રતિષ્ઠિત સાપ્તાહિકે પણ “આભામંડળ” અંગેના તેમના સંશોધનની તા. ૨૪ એપ્રિલ ૨૦૦૬ના અંકમાં વિશેષ પ્રકારે નોંધ લીધી છે.
ઈ.સ. ૨૦૦૪માં અમદાવાદમાં કોબામાં ભરાયેલી આંતરાષ્ટ્રીય જૈન ડૉક્ટર્સ કોન્ફરન્સમાં ડૉ. સુધીરભાઈ શાહના આમંત્રણથી ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈન દર્શન ઉપર ૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org