________________
જૈન શ્રમણ
શ્રમણ જીવનનો ઉજાસ : બત્રીસ બીસી
પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી પ્રશિષ્ય, પૂ. ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ
માનવજીવનનાં પરિવર્તનો ક્રમે ક્રમે સતત ગતિશીલ રહેતા હોય છે. બહુ જ ઝડપથી બદલાતા જતા સમયકાળમાં માનવવ્યવહારના અને વર્તનના સ્વરૂપો પણ ઝડપથી બદલાવા માંડ્યા છે. કલ્પનાતીત ટેકનોલોજીના આગમન સાથે જૂના મૂલ્યો, જૂની સંસ્કૃતિ, જૂની રાખ રખાવટ ભૂંસાતા જાય છે. પુરાણી જીવનશૈલી, સદીઓથી રચાતા સાહિત્યના વિવિધ સ્વરૂપો પણ બદલાતા જાય છે. હવે મહાકાવ્યો, ખંડકાવ્યો, છંદોબદ્ધ કાવ્યો રચાતા નથી. આખ્યાનો, લોકસાહિત્ય પણ ભૂલાતું જાય છે ત્યારે સમયકાળ મુજબ નવાં નવાં અર્થઘટનોની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. નહીંતર તંદુરસ્ત સમાજના કોઈપણ ક્ષેત્રને કુંઠિત થતા વાર નથી લાગતી.
૩૦૯
જૈન શ્રમણ સંઘના પ્રકાશપુંજ સમા ઉપાધ્યાય યશોવિજયજી મ.ની વર્ષોની આકરી સ્વાધ્યાય તપશ્ચર્યા થકી સમગ્ર જિન અને જૈનેતર સમાજને પ્રાપ્ત થયેલી આઠ ભાગની ગ્રંથ શ્રેણી બત્રીશ બત્રીશી સભ્યજ્ઞાનનો મહાસાગર હોવાનું મનાય છે. સમગ્ર જીવનને આવરી લેતા જીવન વ્યવહારના ધોરણોની ઝીણામાં ઝીણી વિગતો તેમાંથી મળે છે. ભક્તિના વિવિધ સ્વરૂપો, દેરાસરનું નિર્માણ, જિનબિંબ વિધાન, અંજનશલાકા, પૂજાના પ્રકારો, જિનપૂજાનું અધિકારિત્વ, જિનાલય નિર્માણ પાછળની ધર્મભાવના એવું ઘણું ઘણું આ બત્રીશીમાં કહેવાયું છે.
ર્યા પણ
અનારણ પંજા ના દેવ યા મા સા
ન્યાયાચાર્ય યશોવિજયજીના આ ગ્રંથનું જૈન અને જૈનેતર દર્શન સાહિત્યના ૪૫ આગમો, ૧૮૦ ઉપનિષદો, ૨૨ ગીતાના પાઠો, ૨૭ જેટલા પુરાણો, મનુસ્મૃતિ જેવી ૩૦ સ્મૃતિઓ અને અનેક અધ્યાત્મિક ગ્રંથોના અભ્યાસ ઉદાહરણો સાથે સુંદર પ્રકાશન થયું છે.
આ ગંભીર રહસ્યોવાળા લેખની રજૂઆત પૂ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના પ્રકાંડ વિદ્વાન ગણિવર શ્રી યશોવિજયજી મહારાજે ટૂંકાણમાં છતાં ખૂબ માર્મિક રીતે કરી છે. લેખક પૂજ્યશ્રીનો ટૂંકો પરિચય પણ જોઈએ.
ચરમતીર્થાધિપતિ મહાવીર મહારાજાના શાસનના અંતિમ પૂર્વધર દેવર્ધિગણીક્ષમાશ્રમણજીની જન્મભૂમિમાં જન્મ લઈને ‘નરેશ' નામને ધારણ કરી ૧૨ ધોરણ સુધીનો વ્યાવહારિક અભ્યાસ બરોડા મુકામે પૂર્ણ કરીને ૧૮ વર્ષની યુવાનવયે પૂજ્ય વર્ધમાનતપોનિધિ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય મુનિ યશોવિજય' બન્યા.
Jain Education International
પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. જયશેખરસૂરિજી મ.સા., પૂ. જયસુંદરવિજયજી મ.સા., પૂ. અભયશેખરસૂરિજી મ.સા., પૂ. અજિતશેખરસૂરિજી મ.સા., પૂ. કલ્યાણબોધિસૂરિજી મ.સા. તથા મૈથિલ પંડિત હરિનારાયણ મિશ્રજી પાસે સ્વદર્શન-પરદર્શનનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. પદર્શનના ૧૨૦૦ જેટલા ગ્રન્થોના પદાર્થો-પરમાર્થોને આત્મસાત્ કર્યા. દીક્ષા પછી સાતમાં વર્ષે ભાષારહસ્ય ગ્રંથ ઉપર સંસ્કૃત
For Private & Personal Use Only
www.jainelibrary.org