________________
જૈન શ્રમણ
૨. દેશના બત્રીસી
ધર્મોપદેશ કોને, ક્યારે, કેવી રીતે અપાય? તેની સુંદર છણાવટ આ બત્રીસીમાં છે. બાલ, મધ્યમ અને પંડિત અવસ્થાના શ્રોતાની માહિતીવાળો શ્રમણ અવશ્ય લોકહિતને કરનાર બને. પાત્રને અનુસરી મુનિ દેશના આપે. જેમ વૈદ્ય દર્દીને અનુસરીને દવા આપે તે રીતે ગુણની ઉત્પત્તિ અને ક્લેશનો નાશ થાય તેવી રીતે ધર્મદેશના શ્રમણ આપે.
જેને બોલવામાં વિવેક ન રહેતો હોય તેવા અભિમાની માણસની વાણી ઝેર સમાન છે. માટે તેમણે તો મૌન જ રહેવું. જ્યારે વિવેકી શ્રમણની વાણી અમૃત સમાન છે. બાળજીવની દૃષ્ટિમાં ધર્મ તો કેવળ બાહ્યવેશમાં જ સમાયેલ છે. તેનામાં વિવેકદૃષ્ટિ હોતી નથી. ધર્મના નિર્ણય માટે બાહ્યવેશને અનુરૂપ આચારની પણ જે તુલના કરે તે મધ્યમ છે. ધર્મના માપદંડરૂપે સર્વપ્રયત્નથી સૈદ્ધાંતિક તત્ત્વની જે પરીક્ષા કરે તે પંડિત જીવ છે. પંડિતની ભૂમિકાએ રહી શ્રમણને મૂલવવા જોઈએ. એવો અંગુલીનિર્દેશ ગ્રન્થકારશ્રી ૨જી બત્રીસીની ૬ઠ્ઠી ગાથામાં કરે છે.
વિવેકહીન વ્યક્તિના ઉગ્ર આચારો પણ ત્યાજ્ય જેમકે ગુરુમહારાજને પોતાનો પોતાનો પગ ન લાગે તેની કાળજી રાખવી અને તેમના આદેશની તદ્દન ઉપેક્ષા કરવી. આવા જીવને ઠંડીથી બચવા આગમાં કૂદી પડનારા મૂર્ખ સાથે સરખાવ્યા છે. માટે જ શ્રમણની ભક્તિ વિવેકીથી જ શક્ય છે. એકાસણાનું ફળ ચડે કે ઉપવાસનું? તો તાત્કાલિક જવાબ મળે કે ઉપવાસનું. પરંતુ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાધુને માટે એકાસણું નિત્ય તપરૂપે બતાવેલ છે. તે એટલા માટે કે નિત્ય એકાસણામાં સ્વાધ્યાય-સેવાદિ મુખ્ય યોગો સીદાતા નથી. નિરંતર કે એકાંતર દીર્ઘકાલીન ઉપવાસમાં અન્યયોગો સીદાવાની શક્યતા ઘણી રહેલી છે. માટે નિત્ય એકાસણા કરનારા શ્રમણ પણ પૂજનીય છે. ભાવનાજ્ઞાન વિનાના જીવની ધર્મબુદ્ધિ તેને લાભ કરાવનારી બનતી નથી. પરંતુ નુકશાનકારી બને છે. માટે શ્રમણભક્તિમાં ભાવનાજ્ઞાનને અવશ્ય જોડવું.
૩. માર્ગ બત્રીસી
માર્ગ એટલે રસ્તો. મોક્ષમાર્ગ બે પ્રકારે છે : (૧) ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવનું વચન (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થનું આચરણ. આની જ વિસ્તૃત છણાવટ યાને માર્ગ બત્રીસી.
Jain Education International
૩૧૧
અશઠ સંવિગ્ન શિષ્ટ શ્રમણની આચારણા એ મોક્ષમાર્ગ છે. જીતવ્યવહાર છે. માટે ગીતાર્થ સંવિગ્ન શ્રમણની પ્રવૃત્તિની નિંદા ન કરવી. દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને આશ્રયીને સંવિગ્ન ગીતાર્થે નક્કી કરેલ આચરણા એ પણ આજ્ઞા જ છે. આવું ઉપદેશપદમાં હરિભદ્રસૂરિજી જણાવે છે. જેમ નફો ધંધામાં મુખ્ય છે તેમ કર્મનિર્જરા | મુખ્ય ધ્યેય છે. એટલે જ સ્તો વિપુલ કર્મનિર્જરા કારક તરીકે સ્વસ્થાનગત અપવાદને બતાવેલ છે. જન્માંધ વ્યક્તિ સમાન અગીતાર્થ સાધુ+શ્રાવકોને મોક્ષમાર્ગે ચાલવા માટે જ્ઞાનદૃષ્ટિવાળા ગીતાર્થનું આલંબન જરૂરી છે. વીર્યંતરાયકર્મના ઉદયને કારણે શક્તિ ન હોવાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ શ્રદ્ધાથી યુક્ત શ્રમણને “સંવિગ્નપાક્ષિક” કહેવાય છે. શુદ્ધ રીતે આચાર પાળનાર “સંવિગ્ન” કહેવાય છે. આ બે મોક્ષમાર્ગ કહી શકાય. પણ સ્વેચ્છાચારીપણું તો કનિષ્ઠ છે. આ રીતે શ્રામણ્યની પરખ કરવી.
૪. જિનમહત્ત્વ બત્રીસી
અન્ય લૌકિક દેવો કરતાં તારક તીર્થંકર પરમાત્મા કેવી રીતે મહાન છે? આ વિષયની સ્વ-પરદર્શનના શાસ્ત્રસંવાદ અને છે.યુક્તિ દ્વારા વિસ્તૃત છણાવટ એટલે જ જિનમહત્ત્વ બત્રીસી. યથાર્થ માર્ગદર્શક હોવાથી અરિહંત પરમાત્મા મહાન છે. “કાયમ શુદ્ધ હોય તે જ સોનું કહેવાય. પરંતુ જમીનમાં રહેલ ધૂળમિશ્રિત સોનાને શુદ્ધ કર્યા બાદ પણ સોનું ન કહેવાય”——— આ વાત જેમ ખોટી છે તેમ “દોષો જેને ભૂતકાળમાં વળગેલા હોય અને સાધના દ્વારા દોષોનો મૂળમાંથી ઉચ્છેદ કરીને વીતરાગ અતીન્દ્રિયાર્થદર્શી થવાથી અત્યારે પરમાત્મારૂપે જણાય છતાં તેને પરમાત્મા ન કહેવાય”–આ વાત ખોટી છે. આવી શુદ્ધ માહિતી જન-મન સુધી પહોંચાડવા તનતોડ મહેનત કરતાં શ્રમણો પણ જિનમહત્ત્વને વધારનારા છે. તથા તેમની વાતનું અક્ષરશઃ પાલન કરવાની કોશીશ કરવાથી પણ શ્રમણો જિનનું અને જિનાજ્ઞાનું બન્નેનું મહત્ત્વ વધારી જાણે છે.
૫. ભક્તિ બત્રીસી
વીતરાગ તીર્થંકર એ મહાન છે' માટે તેમની સર્વોત્કૃષ્ટ ભક્તિની પ્રેરણાત્મક વાત મહોપાધ્યાયજી મ.સા. આ બત્રીસીમાં કરે છે. અરિહંતપ્રભુને વિશે ભક્તિ સર્વવિરતિધર શ્રમણોને સંપૂર્ણ હોય છે. તથા ગૃહસ્થોને આંશિક હોય છે. જિનાલય બંધાવનારે દેરાસર માટે શુદ્ધભૂમિ શાસ્ત્રનીતિથી ખરીદવી. ખીજાને અણગમો ન થાય તેનો ખ્યાલ રાખવો. તે માટેની
For Private & Personal Use Only
www.jainelibrary.org